GSTV
AGRICULTURE Trending

ખેડૂતોને લાગશે મોટો ઝટકો/ ખાતરોની કિંમતમાં ખૂબ જ ઝડપથી થઈ રહ્યો છે વધારો, આ છે મોટું કારણ

રશિયા અને યુક્રેન વચ્ચે શરૂ થયેલા યુદ્ધની અસર આખી દુનિયામાં જોવા મળી રહી છે. ક્રૂડ ઓઈલ, ઈલેક્ટ્રીક ઉત્પાદનો બાદ હવે ખાતરના ભાવમાં ઉછાળો આવ્યો છે. ખાતરની સપ્લાય પ્રભાવિત થતાં ખાતરની કિંમતોમાં વધારો થઈ રહ્યો છે. રશિયા વિશ્વમાં ખાતરનો મુખ્ય સપ્લાયર દેશ ગણાય છે. યુક્રેન સાથેના યુદ્ધને કારણે રશિયા પર આર્થિક પ્રતિબંધો લાદવામાં આવી રહ્યા છે, જેનાથી ખાતરની સપ્લાયને અસર પહોંચી છે. નિષ્ણાતોનું કહેવું છે કે રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ શરૂ થયા પછીથી ખાતરની કિંમતોમાં 10 ટકાથી વધુનો વધારો થયો છે.

મોટા જથ્થામાં ભારત કરે છે પોટાશની આયાત

ખાતરના ઉત્પાદનમાં પોટાશ મુખ્ય ભૂમિકા ભજવે છે. ભારત મોટા જથ્થામાં પોટાશની આયાત કરે છે. રશિયા, યુક્રેન અને બેલારુસ પોટાશના સૌથી મોટા નિકાસકાર દેશો છે. યુદ્ધને કારણે આ દેશોમાંથી પોટાશનો પુરવઠો આવતો અટકી ગયો છે. ભારત તેની કુલ ખાતરની આયાતનો 10-12 ટકા હિસ્સો રશિયા, યુક્રેન અને બેલારુસમાંથી આયાત કરે છે.

ખેડૂતોને થશે સીધી અસર

નિષ્ણાતો કહે છે કે ચાલુ નાણાકીય વર્ષમાં પોટાશની આયાત લગભગ 280 ડોલર પ્રતિ મેટ્રિક ટનના ભાવે થઈ રહી છે. પરંતુ હવે આ ભાવમાં ઘણો વધારો થયો છે, જેની સીધી અસર ખેડૂતો પર પડશે.

એક રિપોર્ટ મુજબ ખાતરના મોટા સપ્લાયર મલિક નિયાંગનું કહેવું છે કે છેલ્લા 10 વર્ષના બિઝનેસ દરમિયાન તેમણે ક્યારેય આટલી મોટી સપ્લાયમાં કટોકટી જોઈ નથી. રશિયાએ યુક્રેન પર આક્રમણ કર્યું ત્યારથી શિપિંગ કંપનીઓએ રશિયાના સેન્ટ પીટર્સબર્ગમાં તેમનો માલ એકત્ર કર્યો નથી. આ સિવાય રશિયા વિરુદ્ધ નાણાકીય પ્રતિબંધો રહેતા રશિયાથી ખાતરની નિકાસ ખૂબજ ઝડપથી ઘટી ગઈ છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

આ વિશિષ્ટ ગિટારને તૈયાર કરવામાં થયા છે 700 દિવસ, ગિટારમાં જડવામાં આવ્યા છે ૧૧૪૪૧ જેટલા હિરા

GSTV Web News Desk

ચૈત્ર નવરાત્રિના ઉપવાસમાં દિવસ દરમિયાન એનર્જી રહેશેઃ આ ટિપ્સ કરો ફોલો

Vishvesh Dave

WPL 2023 / યુપી વોરિયર્સને હરાવીને મુંબઈ ઈન્ડિયન્સની ફાઈનલમાં એન્ટ્રી, દિલ્હી- મુંબઈ વચ્ચે ખેલાશે ફાઈનલ મુકાબલો

Hardik Hingu
GSTV