GSTV

બનાસકાંઠામાં 500 રૂપિયા ઉઘરાવી ખુદ ખેડૂતોએ ગાબડા પડેલી કેનાલનું સમાર કામ કર્યું

બનાસકાંઠાના સરહદી વિસ્તાર વાવ, સુઇગામ, ભાભર, થરાદમાં નર્મદાની કેનાલમાં ગાબડાં પાડવાનો સિલસિલો યથાવત્ છે. છેલ્લા આઠ દિવસમાં નાની મોટી કેનાલોમાં 10 જગ્યાએ ગાબડાં પડ્યા છે. છતાં પણ નર્મદા નિગમના અધિકારીઓના પેટનું પાણી હલતું નથી. ગઇકાલે વાવ તાલુકાના રછેડા ડિસ્ટીબ્યુટર કેનાલમાં 10 ફૂટ જેટલું ગાબડું પડ્યું હતું. જેના કારણે જીરાના પાકમાં પાણી ભરાતા ખેડૂતને મોટું નુકસાન થયું હતું. જોકે ગાબડું પડતાં ખેડૂતોએ નર્મદા વિભાગના અધિકારીઓને જાણ કરી હતી.

પરંતુ અધિકારી કે કોઈ કોન્ટ્રાક્ટર રીપેરીંગ કરવા ન આવતા આજે ખેડૂતોએ ખેતર દીઠ 500 રૂપિયા ઊઘરાવ્યા હતા. અને રેતી, કપચી, સિમેન્ટ અને મશીન લાવીને ગાબડું પુરવાની કામગીરી હાથ ધરી હતી. જોકે કોન્ટ્રાક્ટર અને અધિકારીઓનું કામ ખેડૂતોએ પોતે પૈસા ખર્ચીને કરવું પડતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. હલકી ગુણવત્તાના કામોના કારણે અનેકવાર કેનાલો તૂટે છે. અને ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાવવાથી ખેડૂતોનો પાક નષ્ટ થાય છેએ હકીકત છે.

Related posts

વડોદરા કોર્પોરેશને પોતાની માલિકીની જમીનોની કરશે જાહેર હરાજી, 4૦૦ કરોડની આવક થવાની આશા

Nilesh Jethva

ગુજરાત માટે ખુશખબર : ગિરનારનો રોપ વે તૈયાર, 9 જ મીનિટમાં ઉપર પહોંચવા આટલા રૂપિયા રહેશે ટીકિટ

Bansari

સાઈબર એક્ષપર્ટે ઈન્સ્ટાગ્રામ પર ડાઉનલોડ કે અપડેપ ન કરવાની આપી ચેતવણી, તમારો ફોન થઈ શકે છે હેક

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!