GSTV
Gujarat Government Advertisement

ખેડૂતો આનંદો, રૂપાણી સરકારે જાહેર કર્યું 700 કરોડનું સહાય પેકેજ

NITIN PATEL

Last Updated on November 13, 2019 by Karan

ખેડૂતોના પ્રશ્નોથી ઘેરાયેલી રાજ્ય સરકારે અંતે કમોસમી વરસાદથી પાક નુકસાની પામેલા ખેડૂતો માટે 700 કરોડના સહાય પેકેજની જાહેરાત કરી છે. આ રાહતની રકમ ખેડૂતોને આરટીજીએસ અથવા તો કલેકટર મારફતે અપાશે. રાજ્ય સરકાર તરફથી ડે.સીએમે કરેલી આ જાહેરાતમાં તેઓએ કહ્યું કે કુલ 4 લાખ જેટલા ખેડૂતોને કમોસમી વરસાદથી 33 ટકા કરતા વધુ નુકસાન થયું છે તેઓને આ 700 કરોડના સહાય પેકેજમાંથી વળતરની ચૂકવણી કરાશે. તો જે ખેડૂતોએ પાક વીમો લીધો છે તેવા ખેડૂતોનો સર્વે બાકી હોવાથી સર્વે પૂર્ણ થયા બાદ સહાય ચૂકવવાની જાહેરાત ડે.સીએમે કરી છે. તો તેવા ખેડૂતો જેઓએ વીમો લીધો નથી તેવા ખેડૂતો માટે પણ રાજ્ય સરકારે સહાયની જાહેરાત કરી છે. જેમાં પિયતવાળી જમીન માટે પ્રતિહેકટર 13,500 જ્યારે બિન પિયતવાળી જમીન માટે 6,700 જેટલી સહાય ચૂકવવાની જાહેરાત કરી છે

રૂપાણી સરકારે તાતને ટેકો આપવાના લીધો નિર્ણય

રાજ્યમાં કમોસમી વરસાદ ખેડૂતોની નુક્સાનીના બુમરાણ બાદ આજે રૂપાણી સરકારે ખેડૂતો માટે 700 કરોડનું સહાય પેકેજ જાહેર કર્યું છે. રાજ્યના 4 લાખ ખેડૂતોને આ યોજનાનો લાભ મળશે હોવાનું જણાવી નીતિનભાઈ પટેલે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં મગફળી અને કપાસના ઉત્પાદનમાં વધારો થયો છે. રૂપાણી સરકારે તાતને ટેકો આપવાના લીધેલા આ નિર્ણયથી ખેડૂતોને સૌથી મોટી રાહત થઈ છે. નોંધનીય છે કે, સમગ્ર ગુજરાતમાં અત્યારસુધીમાં 5 લાખ હેકટર જમીનમાં સર્વેની કામગીરી પૂર્ણ કરાઇ છે. જેમાં 33 ટકાથી વધુ નુકસાની પામેલા ખેડૂતોને સહાય ચૂકવાશે. તો પાક વીમા ઉપરાંત 700 કરોડની સહાયમાં 500 કરોડ કેન્દ્ર સરકાર જ્યારે 200 કરોડ રાજ્ય સરકાર તરફથી આ સહાય ચૂકવવામાં આવશે. તો અત્યાર સુધીમાં 1 લાખ 90 હજાર ખેડૂતોએ પાક નુકશાની માટે અરજીઓ કરી છે. જ્યારે ગત વર્ષે સરકારે રૂ. 2,600 કરોડના પાક વીમાનું વળતર વીમા કંપનીઓ પાસેથી અપાવ્યું છે ત્યારે આ વર્ષે રાજ્ય સરકાર વીમા કંપનીઓ પાસેથી કેટલું વળતર અપાવે છે તે મહત્વનું બની રહેશે કેમકે વીમા કંપનીના ટોલ ફ્રી નંબરે ખેડૂતો માટે ટેન્શન ઉભુ કર્યુ હતું.

5.25 લાખ હેકટર વિસ્તારમાં સર્વેની કામગીરી પૂર્ણ

ગુજરાતમાં પાક સર્વે અંગે રાજ્ય સરકાર આજે મોટી જાહેરાત કરે તેવી સવારથી ચર્ચા હતી. સાંજે પ્રેસ કોન્ફરન્સ કરી નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ રાહત પેકેજની જાહેરાત કરી છે. કૃષિ વિભાગે આજે કેબિનેટની બેઠકમાં પણ રિપોર્ટ રજૂ કર્યો છે. કૃષિ વિભાગે 90 ટકા સર્વે પૂરો કર્યો છે. રાજ્યમાં માવઠાંના કારણે 6 લાખ હેકટરમાં પાકને નુકસાન થયું છે. જેમાં 5.25 લાખ હેકટર વિસ્તારમાં સર્વેની કામગીરી પૂર્ણ થઈ છે. મુખ્ય સચિવે કેબિનેટ બેઠક પહેલા કૃષિ વિભાગની બેઠક બોલાવી હતી. જેમાં કૃષિ વિભાગના મુખ્ય અગ્ર સચિવ અને કૃષિ નિયામક હાજર રહ્યા હતા. કૃષિ વિભાગ પાક નુકસાનીનો રિપોર્ટ મુખ્ય સચિવને સોપ્યો હતો. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ 7 દિવસમાં સર્વે પૂર્ણ કરવાની કૃષિ વિભાગને સૂચના આપી હતી.. સર્વે પૂર્ણ થયા બાદ પાક નુકસાનીના વળતર અંગે કેબિનેટમાં ચર્ચા કરવામાં આવી હતી.

ખેડૂતો માટે રાહત પેકેજ

 • જે ખેડૂતોએ પાકનો વીમો લીધો નથી તે ખેડૂતોને પણ મળશે લાભ
 • ગુજરાતના તાતને ટેકો આપવાનો સરકારનો નિર્ણય
 • બે લાખથી વધુ ખેડૂતોને આર્થિક સહાયનો લાભ મળશે
 • 33 ટકા નુકસાની હોય તે કિસ્સામાં કેન્દ્રીય ધોરણે સહાય કરાશે
 • કમોસમી વરસાદથી નુકસાની પામેલા ખેડૂતો માટે રાજ્ય સરકારનું રાહત પેકેજ
 • અંદાજે ૪ લાખ ખેડૂતોને ૭૦૦ કરોડના સહાય પેકેજનો મળશે લાભ
 • ખેડૂતોને આરટીજીએસ અથવા કલેકટર મારફતે ચૂકવાશે સહાય
 • પાક વીમો લીધો હોય તેવા ખેડૂતોને સરવે બાદ ચૂકવાશે સહાય
 • પાક વીમો લીધો ન હોય તેવા ખેડૂતોને પણ અપાશે સહાય
 • પિયતવાળી જમીન માટે પ્રતિ હેકટર ૧૩૫૦૦ની સહાય
 • બિનપિયતવાળી જમીન માટે પ્રતિ હેકટર ૬૭૦૦ની સહાય

આજે સાંજે નીતિન પટેલે પ્રેસ કોન્ફરન્સ કરી જાહેર કરેલા રાહત પેકેજથી ગુજરાતના ખેડૂતોને સૌથી વધારે લાભ થશે. રાજ્યમાં કમોસમી વરસાદથી ખેડૂતોની હાલત ખરાબ છે. રાજ્યમાં 87 લાખ હેક્ટરમાં ખરીફ વાવેતર છે. આ વર્ષે પાકની વાવણીથી લણણીના સમયમાં પડેલા વરસાદને પગલે ખેડૂતોને ભારે નુક્સાન પહોંચ્યું છે. નીતિન પટેલે જે ખેડૂતોએ પાકનો વીમો લીધો નથી તે ખેડૂતોને આ સહાય પેકેજનો લાભ મળશે હોવાનું જણાવ્યું છે. જે ખેડૂતોને 33 ટકાથી વધુ નુક્સાન થયું છે. જેમને એસડીઆરએફ યોજનાનો લાભ મળશે તેવો ખુલાસો કર્યો છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

સમગ્ર ગુજરાતમાં મેઘમહેર: ભારે પવન સાથે સરેરાશ 3 ઈંચ જેટલો વરસાદ, ક્યાંક હાલાકી તો ક્યાંક જગતનો તાત ખુશ

Pritesh Mehta

સંબંધોને લાંછન: મોટાભાઈએ સગી બહેન પર દુષ્કર્મ આચરી આપી ધમકી, આખરે પોત પ્રકાશ્યું

Pritesh Mehta

પ્રિ-મોન્સૂનનો ફુગ્ગો ફૂટ્યો, એએમસીના દાવા સામે અનેક વિસ્તારોમાં ભરાયા ઘુટણસમાં પાણી

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!