GSTV

ખેડૂતોને મનાવવાના પ્રયાસો/ કૃષિ મંત્રીએ ખેડૂતોને ઉદ્દેશીને લખ્યો 8 પાનાનો પત્ર, જાણો કેવા કેવા આપ્યા છે આશ્વાસન

Last Updated on December 17, 2020 by Pravin Makwana

કૃષિ કાયદાના વિરોધ વચ્ચે કેન્દ્રીય કૃષિ પ્રધાન નરેન્દ્રસિંહ તોમરે દેશના ખેડૂતોને પત્ર લખ્યો છે. 8 પાનાના પત્રમાં તોમરે ખેડૂતોને સંબોધીને જણાવ્યું કે સરકાર એમએસપી મુદ્દે લેખિતમાં આશ્વાસન આપવા તૈયાર છે. એમએસપી ચાલુ જ છે અને ચાલુ જ રહેશે. તોમરે જણાવ્યું કે રાજનીતિ માટે કેટલાક લોકો કાયદા મુદ્દે જુઠ્ઠાણાઓ ફેલાવી રહ્યા છે. ખેડૂતોના હિતો માટે કરવામાં આવેલા આ સુધારાઓ ભારતીય કૃષિમાં નવો અધ્યાય લખશે.નવા કૃષિ કાયદાઓ દેશના ખેડૂતોને વધુ સ્વતંત્ર અને સશક્ત કરશે.

તેમણે વધુમાં કહ્યું હતું કે, કેટલાક ખેડૂત સંગઠનોએ અફવાઓ અને ખોટી માહિતીઓ ફેલાવી છે. તેમને દૂર કરવાનું મારું કામ છે. હું પણ એક ખેડૂત પરિવારમાંથી આવું છે.

નરેન્દ્ર સિંહ તોમરે ખેડૂતોને એવા સમયે ચિઠ્ઠી લખી છે, જ્યારે સરકાર અને દિલ્હી બોર્ડર પર અડ્ડો જમાવેલા ખેડૂતો વચ્ચે વાતચીત સ્થગિત થઈ ગઈ છે. દિલ્હીની સરહદો પર છેલ્લા 22 દિવસથી ખેડૂતો કૃષિ કાયદાને લઈને ધરણાં અને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ખેડૂતોની માગ છે કે, સરકાર ત્રણેય કાયદાને પાછા ખેંચે. તો વળી સરકારે ખેડૂતોને સંશોધનનો પ્રસ્તાવ આપ્યો હતો. જેને ખેડૂતોએ ફગાવી દીધો છે. પાંચ વખતની વાર્તા નિષ્ફળ રહ્યા બાદ આખરે સરકાર અને ખેડૂતો વચ્ચેની વાર્તા હાલ સ્થગિત થઈ છે.

કૃષિ મંત્રીએ આપેલા 8 આશ્વાસન

  • ખેડૂતોની જમીનને કોઈ ખતરો નથી, માલિકીનો હક તેમનો જ રહેશે.
  • ખેડૂતોને નિશ્ચિત સમયે ચૂકવણુ થઈ જશે
  • નિશ્ચિત સમયે ચૂકવણુ નહીં થાય તો દંડ લાગશે
  • ખુલ્લા બજારમાં સારી કિંમતે પાક વેચવાનો વિકલ્પ
  • MSP ચાલુ છે અને ચાલુ જ રહેશે
  • માર્કેટયાર્ડ ચાલુ જ છે અને ચાલુ જ રહેશે
  • કરાર ઉત્પાદન માટે હશે, જમીન માટે નહીં, ખેડૂતો જ્યારે પણ ઈચ્છે કરાર ખતમ કરી શકે છે.
  • APMC માર્કેયાર્ડ કાયદાના દાયરાથી બહાર રહેશે

READ ALSO

Related posts

દર્દનાક ઘટના / એક કુટેવે બનાવી દીધો પીશાચી, અવાવરુ નાળામાં લઈ જઈ ત્રણ વર્ષની બાળકી પર આચર્યું દુષ્કર્મ

Zainul Ansari

BIG BREAKING: અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલ નહીં યોજાય, AMCની રિક્રિએશન કમિટીએ લીધો નિર્ણય

pratik shah

ખેડૂત આંદોલન/ કોંગ્રેસે સાધ્યું મોદી સરકાર પર નિશાન, સરકાર પાસે આઈબીથી લઈને દિલ્હી પોલીસ સુધીના દરેક પ્રકારના ડેટા

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!