GSTV

ખેડૂતો સાથેની કૃષિમંત્રીની બેઠક બેઅસર, સરકારની ઓફર ફગાવી પોતાની માંગને લઈને રહ્યા અડગ

નવા કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતો સાથેની લાંબી ઘમસાણ બાદ આજે ખેડૂતો અને સરકાર સાથે વાતચીત ટેબલ પર રહી. 6 દિવસના આંદોલન બાદ ખેડૂત નેતાઓ અને સરકાર સાથેની વાતચીતનો ક્રમ બન્યો છે. દિલ્હીના વિજ્ઞાનભવનમાં ખેડૂતો સાથેની બેઠકમાં એપીએમસી એક્ટ અને એમએસપી પર સરકાર તરફથી પ્રેઝન્ટેશન આપવામાં આવી રહ્યું છે. સરકાર ખેડૂતોને એમએસપી પર સમજાવવા પ્રયાસો કરી રહી છે. કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરની સાથે કેન્દ્રીય મંત્રી પિયૂષ ગોયલ પણ હતા. આ સિવાય અલગ અલગ સંગઠનના નેતાઓ પણ મીટિંગમાં જોડાયા હતા. ખેડૂતો સાથેની વાતચીત નાકાબ રહી છે. ખેડૂતો તેમની માગ પર અડગ રહ્યા છે. હવે 3 ડિસેમ્બરના ફરીથી વાચચીત કરાશે. 3 કલાક સુધીની સતત વાતચીતમાં કોઈ ચોક્કસ પરિણામ મળ્યા નથી.

જ્યાં સુધી સમિતિ તારણ પર ના આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રખાશે

ખેડૂતોને સમિતિ પર કોઈ આપત્તિ – મુશ્કેલી કે વાંધો વિરોધ નથી. પરંતુ તેમનું કહેવું છે કે જ્યાં સુધી સમિતિ કોઈ ચોક્કસ તારણ પર નથી આવતી અને કોઈ ચોક્કસ વાત નથી બનતી ત્યાં સુધી તેઓનું આંદોલન ચાલુ રહેશે. સરકારે એ પણ પ્રસ્તાવ આપ્યો છે કે સમિતિ દરરોજ બેઠક કરીને ચર્ચા કરવા તૈયાર છે. જેથી ઝડપથી કોઈ ચોક્કસ નિવારણ આવી શકે. એક ખેડૂત પ્રતિનિધિએ કહ્યું કે આ નવા કાયદા ખેડૂતો માટે ડેથ વોરંટ છે.

એવો કાયદો લાવો જેનાથી અમારી જમીન મોટા કોર્પોરેટરો પડાવી ના લે

ખેડૂત સંગઠનોના પ્રતિનિધિઓએ કહ્યું કે તમે લોકો એવો કાયદો લાવો જેનાથી અમારી જમીન મોટા કોર્પોરેટરો પડાવી ના લે. ખેતીમાં કોર્પોરેટને વચ્ચે ના લાવો. હવે સમિતિ બનાવવાનો સમય નથી. તમે કહો છો કે ખેડૂતોનું ભલું કરવા ઈચ્છીએ છીએ. અમે કહી રહ્યા છીએ અમારું ભલું ના કરો. પણ કાયદાનો સુધારો પાછો ખેંચો.

ખેડૂતો કૃષિ કાનૂન વિરુદ્ધ રસ્તાઓ ઉપર ઉતરી આવ્યા છે

સૂત્રોના જણાવ્યા મુજબ બેઠકમાં એક ખેડૂત સંગઠનના પ્રતિનિધિએ કહ્યું કે ખેડૂતો કૃષિ કાનૂન વિરુદ્ધ રસ્તાઓ ઉપર ઉતરી આવ્યા છે. અને તેઓની માગ કરી છે કે સરકાર આને પરત લેવા વિચાર કરવો જોઈએ. કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે કહ્યું કે 4થી 5 નામ તમારા સંગઠનના આપો. એક સમિતિ બનાવી દઈએ. જેમાં સરકારના માણસો પણ હશે. કૃષિ એક્સપર્ટ પણ હશે, નવા કૃષિ કાયદા પર ચર્ચા કરીશું. પરંતુ ખેડૂત સંગઠને સરકારનો આ પ્રસ્તાવ ફગાવી દીધો છે. દિલ્હીમાં ખેડૂતોના ચાલી રહેલા મુદ્દે સરકાર આજે ખેડૂત આગેવાનો સાથે બેઠક કરી જેમાં કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમર, પિયુષ ગોયેલ સહિત હાજર હતા. આ વાતચીત બાદ હવે બે દિવસ પછી ફરીથી ખેડૂત આગેવાનો સાથે મીટિંગનું આયોજન કરવામાં આવશે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

આને કહેવાય સરકાર/ સરકારના એક મંત્રાલયની ભૂલ થતાં આખી કેબિનેટે રાજીનામું આપી દીધું, વડાપ્રધાન પણ પદ પરથી હટી ગયા

Pravin Makwana

કોરોના વેક્સિનનું કાઉંટડાઉન/ સવારે 10.30 કલાકે લાગશે પ્રથમ રસી, શરૂ થઈ રહ્યુ છે કોરોના વિરુદ્ધનું મહાઅભિયાન

Pravin Makwana

કાળીયાર હરણ શિકાર કેસ/ શનિવારના રોજ કોર્ટમાં હાજર થવાનો સલમાન ખાનને આદેશ, 16 વખત લઈ ચૂક્યો છે હાજરીમાફી

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!