GSTV

ખેડૂત આંદોલનઃ તમે સમસ્યાનો ભાગ છો કે સમાધાનનો હિસ્સો, સરકાર પર સુપ્રિમના આકરા સવાલ

ખેડૂત આંદોલનને લઈને સુપ્રિમ કોર્ટે કેન્દ્ર સરકારને ફટકાર લગાવ્યા છે. સુપ્રિમ કોર્ટની સખત ટિપ્પણીઓથી ખેડૂત નેતાઓ સંતુષ્ટ છે. પરંતુ તેઓ કમિટી બનાવવાના નિર્ણય સાથે સહમત નથી. સિંધુ બોર્ડર પર પ્રદર્શન કરી રહેલા ખેડૂત નેતા સતનામસિંહ પન્નુએ જણાવ્યું હતું કે, કોર્ટના નિર્ણય બાદ અમે ટિપ્પણી કરીશું, પરંતુ કમિટી બનાવવાના નિર્ણયથી અમે સહમત નથી.

શું તમે આ કાયદાને રોકશો કે પછી અમે પગલાં ભરીએ?

સરકારને આડે હાથ લેતા સુપ્રિમે કહ્યું કે જો તમે ઈચ્છતા હોત તો કહી શકતા હતા કે જ્યાં સુધી આ મુદ્દામાં કોઈ ચોક્કસ સમાધાન નહીં આવે ત્યાં સુધી કાયદો લાગુ નહીં કરીએ. અમને ખબર નથી કે તમે સમસ્યાનો ભાગ છો કે સમાધાનનો હિસ્સો છો. અમે ખેડૂત મામલાના એક્સપર્ટ નથી પરંતુ શું તમે આ કાયદાને રોકશો કે પછી અમે પગલાં ભરીએ? સતત પરિસ્થિતિ ખરાબ થઈ રહી છે, લોકો મરી રહ્યા છે. ઠંડીમાં બેઠા છે. તેમના ખાવા પીવાનો ખ્યાલ કોણ રાખે છે?

શું કૃષિ કાયદાને થોડોક સમય માટે અટકાવી શકાય છે?

સીજેઆઈ એસએ બોબડેએસરકારને કહ્યું કે, જે રીતે પ્રક્રિયા ચાલી રહી છે, તેનાથી અમે નિરાશ છીએ. અમને નથી ખબર કે સરકારની ખેડૂતો સાથે શું વાતચીત ચાલી રહી છે. સાથે જ પૂછ્યું કે, શું કૃષિ કાયદાને થોડોક સમય માટે અટકાવી શકાય છે? ચીફ જસ્ટિસે કહ્યું કે, અમુક લોકો આપઘાત કરી ચૂક્યાં છે. વૃદ્ધ અને મહિલાઓ આંદોલનમાં સામેલ છે. આ બધું ચાલી શું રહ્યું છે? કૃષિ કાયદાને સારો ગણાવતી એક પણ અરજી આવી નથી.

ખેડૂતોને પૂછ્યા આ સવાલ

સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા (સીજેઆઈ) એસએ બોબડેએ જણાવ્યું હતું કે, અમે આંદોલનને ખતમ કરવા નથી માગતા તેને ચાલુ રાખી શકો છો. અમે એ જાણવા માગીએ છીએ કે આ કાયદો રોકાઈ જાય છે તો શું તમે આંદોલનની જગ્યા બદલશો. જ્યાં સુધી આનો કોઈ રિપોર્ટ ના આવે? જો કંઈ પણ ખરાબ થાય છે તો તેના માટે આપણે બધા જવાબદાર હોઈશું. સીજેઆઈ એસ.એ.બોબડેએ જણાવ્યું હતું કે, જો ખેડૂતો વિરોધ કરી રહ્યા છે તો અમે ઈચ્છિએ છીએ કે કમિટી તેનું સમાધાન કરે. અમે કોઈના મોત અમારા હાથ પર લેવા નથી ઈચ્છતા, પરંતુ અમે કોઈને પણ પ્રદર્શન કરવાની ના પાડી નથી રહ્યા. પરંતુ અમે એ આલોચના અમારા માથે નથી લઈ શકતા કે અમે કોઈના પક્ષમાં છીએ અને બીજાના વિરોધમાં.

સરકારને લોકતાંત્રિક રીતે અમારા અવાજને સાંભળવો જોઈએ

ખેડૂત નેતા સતનામસિંહે કહ્યું કે સુપ્રિમ કોર્ટ નવા કૃષિ કાયદાઓને સ્થગિત કરવાને લઈને કોઈ ચોક્કસ નિર્ણય સંભળાવે છે તો તે પછીથી અમે આંદોલનને ખત્મ કરવા અથવા સ્થગિત કરવા પર વિચાર કરીશું. તેમણે કહ્યું કે અમારું આંદોલન શાંતિપૂર્ણ છે અને રહેશે. સરકારને લોકતાંત્રિક રીતે અમારા અવાજને સાંભળવો જોઈએ.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

આને કહેવાય સરકાર/ સરકારના એક મંત્રાલયની ભૂલ થતાં આખી કેબિનેટે રાજીનામું આપી દીધું, વડાપ્રધાન પણ પદ પરથી હટી ગયા

Pravin Makwana

વેક્સિનેશનની તૈયારીઓ પૂર્ણ જુદા જુદા જિલ્લા-તાલુકાઓમાં પહોંચાડાયો વેક્સિનનો જથ્થો

Pritesh Mehta

ઓસ્ટ્રેલિયન સ્પિનર લાયને ફટકારી ટેસ્ટ મેચોની ‘સદી’, હવે 400ના આંકડા પર છે તેની નજર

Ali Asgar Devjani
Do NOT follow this link or you will be banned from the site!