દિલ્હીની સરહદ પર સતત 57 માં દિવસથી નવા કૃષિ કાયદા સામે ખેડૂતો આંદોલન કરી રહ્યા છે. ગુરૂવારે સંયુક્ત કિસાન મોરચાની મહાસભાની બેઠક દરમિયાન કેન્દ્ર સરકાર દ્વારા દોઢ વર્ષ માટે કાયદાને સ્થગિત કરવાનાં પ્રસ્તાવને ફગાવી દેવામાં આવ્યો છે. તમામ ખેડુતોએ MSP પર ત્રણેય કાયદાને રદ કરવા અને કાયદા ઘડવાની માંગને પુનરાવર્તિત કરી.
It's been decided that no proposal of Govt will be accepted until & unless they repeal the laws. In tomorrow's meet (with Govt) we'll say that we've only one demand, repeal the laws & legally authorise MSP. All these have been unanimously decided: Farmer leader Joginder S Ugrahan https://t.co/gsQXrawwEK pic.twitter.com/vwRALVjQBn
— ANI (@ANI) January 21, 2021
ખેડૂત નેતા જોગીન્દરસિંહ ઉગરાહાએ કહ્યું કે સંયુક્ત કિસાન મોરચા દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે જ્યાં સુધી તેઓ કાયદાઓ રદ નહીં કરે ત્યાં સુધી સરકારની કોઈપણ દરખાસ્તો સ્વીકારવામાં આવશે નહીં. આવતીકાલની સરકાર સાથેની બેઠકમાં, અમે કહીશું કે અમારી એક જ માંગ છે, કાયદાઓને રદ કરવા અને એમએસપી પર કાયદા બનાવવાની. આ સર્વસંમતિથી નિર્ણય લેવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ, ખેડૂત સંગઠનો અને કેન્દ્ર સરકાર વચ્ચે બુધવારે યોજાયેલી 10 માં રાઉન્ડની વાતચીતમાં સરકારે વધુ એક પગલું આગળ વધીને આ કાયદાને દોઢ વર્ષ સુધી મુલતવી રાખવાની દરખાસ્ત કરી હતી, જેની આજે સંયુક્ત કિસાન મોરચાની બેઠકમાં વિચારણા કરવામાં આવી હતી. ગયો શુક્રવારે 11 મી રાઉન્ડની મીટિંગમાં ખેડુતો તેમના નિર્ણય અંગે સરકારને માહિતી આપશે. કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે ગઈકાલે કહ્યું હતું કે ખેડૂત સંગઠનો સાથે ખૂબ જ સકારાત્મક વાતચીત થઈ છે.

ચર્ચા દરમિયાન અમે કહ્યું કે સરકાર કૃષિ કાયદા એક કે દોઢ વર્ષ રાખવા માટે તૈયાર છે. મને ખુશી છે કે ખેડૂત સંઘોએ તેને ખૂબ ગંભીરતાથી લીધું છે અને કહ્યું છે કે તેઓ આવતીકાલે આ અંગે વિચારણા કરશે અને 22 જાન્યુઆરીએ પોતાનો નિર્ણય જણાવી દેશે. તોમરે કહ્યું કે મને લાગે છે કે વાટાઘાટો સાચી દિશામાં આગળ વધી રહી છે અને 22 જાન્યુઆરીએ એક પ્રસ્તાવ મળે તેવી સંભાવના છે. મીટિંગ દરમિયાન તમામ મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરવામાં આવી.
READ ALSO
- વડોદરા: બ્રેઈન ડેડ દીકરાના મોત બાદ પરિવારનું સરાહનીય કામ, 5 લોકોને મળશે જીવનદાન
- શહેરા અનાજ કૌભાંડ: જિલ્લા કલેક્ટરે હાથ ધર્યું સરપ્રાઇઝ ચેકીંગ, સામે આવી ચોંકાવનારી વાત
- પૂર્વ નાણામંત્રીની કોંગ્રેસ હાઇકમાન્ડને અપીલ, પ્રિયંકા ગાંધીને કન્યાકુમારીથી ઉમેદવાર બનાવવા કરી વિનંતી
- વડાલીના અનુસૂચિત સમાજનો વરઘોડો તો નીકળ્યો પણ પોલીસ બંદોબસ્ત સાથે, પણ કેમ?
- સરકારી નોકરી: જૂનિયર એન્જિનીયર અને ટેકનિકલ ઓફિસર સહિતની કેટલીય જગ્યાઓ માટે આવી ભરતી, 537 જગ્યાઓ છે ખાલી