ગણતંત્ર દિવસે દિલ્હીમાં ખેડૂતોની ટ્રેક્ટર રેલી યોજાવાની છે, જેને લઈને અત્યારથી જ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. જો કે, પેટ્રોલ પંપવાળાઓએ ટ્રેક્ટરમાં તેલ આપવાની રોક લગાવી દીધી છે. આ પ્રકારનું વિચિત્ર ફરમાન પૂર્વાંચલના ગાઝીપુર પોલીસે જાહેર કર્યુ છે. પોલીસ સ્ટેશનના ઉચ્ચ અધિકારીઓ દ્વારા તેમના વિસ્તારમાં આવતા પેટ્રોલ પંપના સંચાલકોને કલમ 144 સીઆરપીસી અંતર્ગત નોટિસ જાહેર કરી કહેવામાં આવ્યુ છે કે, 26 જાન્યુઆરીના રોજ ખેડૂતો દ્વારા અલગ અલગ જગ્યાઓ પર ટ્રેક્ટર માર્ચ તથા અન્ય કાર્યક્રમો કરવાના પ્લાનને જોતા ટ્રેક્ટર માર્ચ પર પ્રતિબંધ લગાવી દીધો છે.

આ કાર્યક્રમ અંતર્ગત એવું સૂચિત કરવામાં આવ્યુ છે કે, 26 જાન્યુઆરી સુધી કોઈ પણ ટ્રેક્ટર અથવા કોઈ પણ ડ્રમ, કેનમાં તેલ આપવામાં આવશે નહીં. જેથી શાંતિ વ્યવસ્થા બની રહે. આ આદેશનું ઉલ્લંઘન કરનારા પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
સૈદપુર પોલીસ સ્ટેશનના હેડ તરફથી શનિવારના રોજ આ પ્રકારની નોટિસ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જેને પેટ્રોલ પંપ પર ચિપકાવી દેવામાં આવી છે. ત્યારે હવે આ બાબતને લઈને ખેડૂતોમાં પણ રોષ જોવા મળ્યો છે. બીજા બાજૂ જિલ્લા પોલીસ વડાનું પણ આ અંગે મોઢુ સિવાય ગયું છે.
READ ALSO
- શેરબજારમાં કડાકો: રોકાણકારોની સંપતિમાંથી 5.37 લાખ કરોડનું ધોવાણ, રૂપિયો 103 પૈસા તૂટીને 73.47 ઊતરી આવ્યો
- સગીરાને કોલગર્લ દર્શાવી સોશિયલ મિડિયા પર ‘rate 2500 call me’ લખનાર મહિલાની ધરપકડ, આરોપી હતી પિતાની ફ્રેન્ડ
- કોરોનાના વધતા કેસોને લઇ રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય, રાત્રિ કરફ્યુનો સમય લંબાવાયો
- કાંધલ જાડેજા પહોંચ્યા SP ઓફિસ, સોશિયલ મીડિયા દ્વારા એક શખ્સે અભદ્ર ટિપ્પણી કરતા મામલો બિચક્યો
- નવસારી GIDC માં આવેલી કંપનીમાં લાગી ભીષણ આગ, ફાયર ફાઇટરની ટીમો ઘટનાસ્થળે