GSTV
Gujarat Government Advertisement

ખેડૂત આંદોલન/ રાકેશ ટિકૈતના સમર્થનમાં લાખોની જનમેદની, મહાપંચાયત માટે મુઝફ્ફરનગરનું મેદાન નાનું પડ્યું, VIDEO જોઇ આંખો પહોળી થઇ જશે

Last Updated on January 29, 2021 by Pravin Makwana

મુઝફ્ફરનગરમાં બીકેયુ અધ્યક્ષ નરેશ ટિકૈતે મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજનમાં હજારોની સંખ્યામાં લોકો પહોંચ્યા છે. લોકો એટલી મોટી સંખ્યામાં ત્યાં પહોંચ્યા છે કે મુઝફ્ફરનગરનું GIC મેદાન પણ નાનું પડ્યું છે. હાલમાં સોશિયલ મીડિયા પર મહાપંચાયતનો આ વીડિયો સૌથી વધારે વાયરલ થઇ રહ્યો છે. જેમાં જોઇ શકાય છે કે, લોકો કૉલેજ મેદાન સિવાયના ભાગમાં પણ બહારના ભાગે ટોળેટોળાં ઊભા છે.

ખેડૂતો સાંજ સુધીમાં ત્યાંથી ગાજીપુર બોર્ડર માટે કૂચ કરી શકે

એવું કહેવાઇ રહ્યું છે કે, ‘આ જનમેદની ખેડૂત નેતા રાકેશ ટિકૈતના સમર્થનમાં ઉમટી છે. હજી પણ ખેડૂતોની આ મહાપંચાયત શરૂ છે અને એવું માનવામાં આવી રહ્યું છે કે, ખેડૂતો આજ સાંજ સુધીમાં ત્યાંથી ગાજીપુર બોર્ડર માટે કૂચ કરી શકે છે. હજારો ખેડૂતો બીકેયુના સમર્થનમાં સૂત્રોચ્ચાર કરી રહ્યાં છે અને ટિકૈત બંધુઓનું પૂરેપૂરું સમર્થન કરી રહ્યાં છે.

મોટી સંખ્યામાં મહિલાઓ પણ મહાપંચાયતમાં પહોંચી

સવારથી જ ખેડૂતો મેદાન પર પહોંચવા લાગ્યા હતા. આ સાથે જ પોલીસ પ્રશાસને કડક બંદોબસ્ત ગોઠવ્યો હતો. દરેકની નજર આ મહાપંચાયત પર છે. માનવામાં આવે છે કે નરેશ ટીકૈત મોટી જાહેરાત કરી શકે છે. મોટી સંખ્યામાં મહિલાઓ પણ મહાપંચાયતમાં પહોંચી રહી છે. આરએલડીના રાષ્ટ્રીય મહામંત્રી જયંત ચૌધરીની પણ ચર્ચા છે.

અગાઉ, પ્રશાસન અને ભારતીય કિસાન સંઘ વચ્ચે સંભવિત મુકાબલો ટળી ગયો હતો. વહીવટીતંત્રે કિસાન પંચાયતને મંજૂરી આપી હતી. આ સાથે જ સુરક્ષાની કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ટ્રાફિકને સુવ્યવસ્થિત રાખવા માટે માર્ગમાં ફેરબદલ કરવામાં આવ્યો છે.

આ રીતે પલટાયું પાસું

પ્રજાસત્તાક પર્વ નિમિત્તે થયેલી હિંસા બાદ જ્યાં એક તરફ સરહદ પર તંગ પરિસ્થિતિ હતી, હવે ધીમે ધીમે ખેડૂતોમાં એક નવો ઉત્સાહ ઉભો થયો છે. ગાઝીપુર, સિંઘુ અને ટીકરી બોર્ડર પર 26 જાન્યુઆરીની ઘટના બાદ વહીવટીતંત્ર દ્વારા ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો, ત્યારબાદ ખેડૂતો ડરી ગયા હતા અને ધીરે ધીરે ખેડૂતો સરહદથી તેમના ગામ પાછા જવા લાગ્યા. ગુરુવારે સાંજ સુધીમાં ગાઝીપુર સરહદે ખેડૂતોની સંખ્યામાં ઘટાડો થયો હતો, ત્યારબાદ શુક્રવારે ફરી એક વખત ખેડૂતોની સંખ્યામાં વધારો થવા લાગ્યો છે.

રાકેશ ટિકૈતના આંસુઓનો હિસાબ સરકાર પાસે લેવાશે – ચન્દરબીર ફૌજી

આ વિસ્તારમાં ખેડૂતોના મસીહા મનાતા ટિકૈત પરિવારના સમર્થનમાં મુઝ્ઝફરપુરમાં મહાપંચાયત યોજાઈ છે. જેમાં ખેડૂતો નેતાઓએ ભાજપને આગામી ચૂંટણીમાં સબક શીખવાડવાની જાહેરાત કરી છે. આજે મહાપંચાયતમાં મોટી સંખ્યામાં ખેડૂતો પહોંચ્યા છે. ભારતીય કિસાન યુનિયનના નેતા ચન્દરબીર ફૌજીએ કહ્યુ છે કે, ‘રાકેશ ટિકૈતના આંસુઓનો હિસાબ સરકાર પાસે લેવામાં આવશે.’ બીજી તરફ રાષ્ટ્રીય લોકદળ, સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ નેતાઓ ખુલીને હવે રાકેશ ટિકૈતના સમર્થનમાં આવી ગયા હોવાથી આ આંદોલનને હવે રાજકીય રંગ પણ મળ્યો છે અને આંદોલન વધારે ઉગ્ર બને તેવા એંધાણ વરતાઈ રહ્યાં છે.’

Gujarat Government Advertisement

Related posts

સ્ટાઇપેન્ડ / રાજ્ય સરકાર દ્વારા કોરોના વોરિયર્સને કોવિડ પ્રોત્સાહન આપવા મામલે GIDAની સ્પષ્ટતા

Dhruv Brahmbhatt

દેશમાં કોરોનાનો હાહાકાર / જાણો કયા રાજ્યમાં લાગ્યું વીકેન્ડ લોકડાઉન તો ક્યાં લાગ્યો નાઇટ કરફ્યુ

Dhruv Brahmbhatt

MLA નૌશાદ સોલંકીએ બળાપો ઠાલવતા કહ્યું, ‘સુરેન્દ્રનગરની એક પણ હોસ્પિટલમાં વેન્ટિલેટર નથી’, શેર કરી દર્દનાક તસવીર

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!