GSTV

એક વર્ષ પછી સમેટાશે ખેડૂત આંદોનલ ! બધી માગ સ્વિકારવા કેન્દ્ર તૈયાર, આજે લેવાશે નિર્ણય

ખેડૂત

Last Updated on December 8, 2021 by Damini Patel

ખેડૂતોના આંદોલનને એક વર્ષથી વધુનો સમય વીતી ગયો છે. એવામાં સરકારે કૃષિ કાયદા પરત લેવા ઉપરાંત હવે ખેડૂતોની સામે જે કેસો દાખલ થયા હતા તેને પરત લેવાની પણ ખાતરી આપી છે. સાથે એવા અહેવાલો છે કે ખેડૂતોની અન્ય જે પણ માગો છે તેનો સ્વિકાર કરવાની સરકારે લેખીતમાં ખાતરી આપવાની તૈયારી દર્શાવી છે.

આ પરિસિૃથતિ વચ્ચે હવે એક વર્ષથી ચાલી રહેલુ ખેડૂતોનું આ આંદોલન સમેટાવાની શક્યતાઓ છે. જોકે હજુસુધી ખેડૂત સંગઠનોેએ આંદોલન સમેટી લેવાની જાહેરાત નથી કરી. બુધવારે આઠ તારીખે ખેડૂતોની એક મહત્વની બેઠક યોજાવા જઇ રહી છે. આ પહેલા મંગળવારે કેન્દ્ર સરકારે ખેડૂતોને પાંચ પ્રસ્તાવ મોકલ્યા હતા.

ટેકાના ભાવ માટે કમિટી બનાવવાની ખાતરી આપી

farmers protest

જોકે તેનાથી સંયુક્ત કિસાન મોરચાએ વાંધો વ્યક્ત કર્યો છે. સરકારે જે પાંચ પ્રસ્તાવ ખેડૂતોને મોકલ્યા છે તેમાં ટેકાના ભાવ માટે કમિટી બનાવવાની ખાતરી આપી છે. જેમાં કેંદ્ર, રાજ્ય સરકાર અને ખેડૂત સંગઠનોના પ્રતિનિિધઓને સામેલ કરાશે. સંયુક્ત કિસાન મોરચાના પ્રિતિનિિધ પણ સામેલ થશે.

સરકારના ખેડૂતોને મોકલેલા પ્રસ્તાવમાં અન્ય એક મહત્વનો મુદ્દો આંદોલન સમયે જે કેસો દાખલ થયા છે તેને પરત લેવા માટે સહમતી વ્યક્ત કરી છે. જોકે આ નિર્ણય રાજ્ય સરકારોનો હોવાનું પણ કહ્યું છે. હાલ ઉત્તર પ્રદેશ અને હરિયાણા સરકાર આ કેસો પરત લેવા માટે તૈયાર થઇ ગઇ છે, આ બે રાજ્યોમાં જ સૌથી વધુ કેસો દાખલ થયા છે.

સરકાર ચોક્કસ સમય આપે

જોકે સંયુક્ત કિસાન મોરચાએ સવાલ કર્યો છે કે આ કેસો ક્યારે પરત લેવામાં આવશે તેનો સરકાર ચોક્કસ સમય આપે. આંદોલન સમયે આશરે 700 જેટલા ખેડૂતોના મોત નિપજ્યા છે, આ ખેડૂતોના પરિવારને વળતર આપવાની માગ સંગઠનો અને વિપક્ષ કરી રહ્યો છે.

સરકારે મોકલેલા પ્રસ્તાવમાં કહ્યું છે કે હરિયાણા અને ઉત્તર પ્રદેશ સરકારે વળતરની તૈયારી દર્શાવી છે જ્યારે પંજાબ સરકારે પણ જાહેર કર્યું છે. ચોથો મુદ્દો પરાળી સળગાવવાનો છે, સરકારે કહ્યું છે કે હવેથી પરાળી સળગાવવી તે ગુનો ગણવામાં નહીં આવે.

જ્યારે પાંચમો મુદ્દો વિજળી બિલનો છે, સરકારે કહ્યું છે કે આ મુદ્દે પણ તે દરેક પક્ષકારોની સાથે વાતચીત કરશે પછી જ અંતિમ નિર્ણય લેશે. બીજી તરફ સંયુક્ત કિસાન મોરચાએ કહ્યંુ છે કે સરકારે લેખીતમાં ખાતરી આપી છે તે સારી બાબત છે પણ આ પ્રસ્તાવમાં હજુ પણ સરકાર દ્વારા વધુ સ્પષ્ટતાઓ કરવાની જરૂર છે.

ખેડૂતો

સાથે જ ટેકાના ભાવ માટે કાયદો ઘડવા જે કમિટીની રચના કરવામાં આવે તેમાં માત્ર સંયુક્ત કિસાન મોરચા નામના ખેડૂત સંગઠનને જ સામેલ કરવામાં આવે. સરકાર આ કમિટીમાં એવા ખેડૂત સંગઠનોના પ્રતિનિિધને પણ સામેલ કરશે કે જે સરકાર સમર્થક હોય.

ખેડૂત નેતા રાકેશ ટિકૈતે પણ કહ્યું છે કે સરકારે એ સ્પષ્ટતા કરવી જોઇએ કે આ કમિટીમાં કોણ કોણ સામેલ થશે, અને આંદોલન પરત લેવું કે નહીં તે નિર્ણય સંયુક્ત કિસાન મોરચાનો રહેશે જેની આઠ તારીખે બેઠક યોજાવા જઇ રહી છે.

માટે બુધવારની આ બેઠક બાદ જ આંદોલન પરત લેવાશે કે નહીં તે ચિત્ર સ્પષ્ટ થશે. દરમિયાન સુપ્રીમ કોર્ટે આંદોલન સમયે રોડ બંધ કરવાનો મામલો જાન્યુઆરી સુધી મુલતવી રાખ્યો હતો. હવે તેની સુનાવણી આગામી વર્ષે જાન્યુઆરી મહિનામાં થશે.

Read Also

Related posts

કેન્દ્રીય બજેટ / બજેટમાં બેંકોમાં મૂડી ઠાલવવા અંગે જાહેરાતની સંભાવના ઓછી, ગયા વર્ષે NPAમાં થયો ઘટાડો

GSTV Web Desk

મોટા સમાચાર/ ખુલ્લા બજારમાં મળતી થશે કોવેક્સિન અને કોવિશિલ્ડ, સરકારની એક્સપર્ટ કમિટીની ભલામણ

Pravin Makwana

UP Election 2022 : કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે યુપીમાં ચૂરણ વેચનારનો વીડિયો કર્યો શેર, જાણો શું છે સમગ્ર મામલો

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!