કેન્દ્રના નવા કૃષિ કાયદાઓના વિરોધમાં દિલ્હીમાં ચાલી રહેલું ખેડૂતોનું આંદોલન વધુ ઉગ્ર બનતું જાય છે. આ સ્થિતીમાં હવે ટ્રાન્સપોર્ટર્સે પણ ખેડૂતોના સમર્થનમાં આઠમીએ સ્ટ્રાઇક કરવાની જાહેરાત કરી દીધી છે, જેનાથી જીવન જરૂરિયાતની વસ્તુઓનો સપ્લાય પૂરવઠો પણ ઠપ થઇ જશે. ઓલ ઇન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસ એટલે કે એઆઇએમટીસી દ્વારા ખેડૂતોના આંદોલનને ટેકો જાહેર કર્યો છે. આગામી આઠમી ડિસેમ્બરથી સમગ્ર ઉત્તર ભારતમાં ટ્રાન્સપોર્ટર્સે હડતાળની ચીમકી આપી છે.

એઆઇએમટીસી દ્વારા ખેડૂતોના આંદોલનને ટેકો જાહેર કર્યો
આ સ્ટ્રાઇકની જાહેરાત કરનારા સંગઠન સાથે 95 લાખ ટ્રક સંકળાયેલા છે. એઆઇએમટીસીના પ્રમુખ કુલતરણસિંહે કહ્યું હતું કે ખેડૂતોની માગણી સ્વીકારી લેવામાં આવે, જો એમ ન થયું તો આગામી આઠમીથી સમગ્ર ઉત્તર ભારતમાં અને બાદમાં આખા ભારતમાં ટ્રાન્સપોર્ટ સ્ટ્રાઇક કરવામાં આવશે. આમ થશે તો પુરા ઉત્તર ભારતમાં જીવનજરૂરી ચીજવસ્તુઓની તંગી સર્જાવાની શક્યતા રહેલી છે. બીજી તરફ હવે અન્ય રાજ્યોના ખેડૂતો પણ આંદોલનમાં જોડાઇ રહ્યા છે, રાજસ્થાનના ખેડૂતોએ પણ આંદોલન શરૂ કરી દીધુ છે.

સ્ટ્રાઇકની જાહેરાત કરનારા સંગઠન સાથે 95 લાખ ટ્રકર્સ સંકળાયેલા છે
રાષ્ટ્રીય કિસાન મહાપંચાયત પ્રમુખ રામપાલ જાટે જાહેરાત કરી હતી કે અલવારમાં ખેડૂતો મહાપંચાયત યોજશે અને તેમાં આગામી સ્ટ્રેટેજી નક્કી થશે. મોદી સરકાર સામેનુ ખેડૂત આંદોલન આઠમા દિવસમાં પ્રવેશી ચૂક્યુ છે. દિલ્હીની મોટા ભાગની બોર્ડરો પર ખેડૂતો ધરણા પર બેઠા છે. સેકડોની સંખ્યામાં ખેડૂતોએ નોયડા.. દિલ્હીની ચિલ્લા બોર્ડરે આંદોલનને વધુ તેજ બનાવ્યુ છે. અહીના મુખ્ય માર્ગ પર ખેડૂતો આંદોલન પર બેઠા છે. જેના કારણે વાહન વ્યવહાર સંપૂર્ણ રીતે ઠપ થઇ ચૂક્યો છે.

આ તરફ ખેડૂતો હવે દિલ્હીમાં ન પ્રવેશે તે માટે રાજધાનીની બોર્ડરો સીલ કરી નાકાબંધી કરી દેવાઇ છે. જંતરમંતર અને વીઆઇપી નિવાસસ્થાન ફરતે પણ સુરક્ષા વધારાઇ દેવાઇ છે. કોઇ ભાંગફોડીયા તત્વો આંદોલનની ફાયદો ન ઉઠાવે તે માટે દિલ્હીની સ્પેશિયલ બ્રાન્ચ પણ બંદોબસ્તમાં જોતરાઇ છે. હરિયાણાના નજફગઢથી આવતા સાત જેટલા અલગ અલગ રસ્તાઓ પર નાકાબંધી વધારાઇ દેવાઇ છે. દિલ્હી પોલીસ ઉપરાંત અર્ધલશ્કરી દળોને પણ તૈનાત કરી દેવામાં આવ્યા છે.
READ ALSO
- અમદાવાદ/ કોરોના કેસોમાં સતત ઘટાડો, નવા 81 દર્દીઓ નોંધાયા, પરિસ્થિતિમાં આવી કાબુમાં
- ઈન્શ્યોરન્સ કંપનીની દાદાગીરી, કોરોનાના ઈલાજમાં ખર્ચાની નહીં કરે ચૂકવણી
- પ્રત્યાર્પણથી બચવા વિજય માલ્યાનો વધુ એક કીમિયો, Human Rights હવાલો આપી માંગી બ્રિટન પાસે મદદ, જાણો હજુ કેટલા વિકલ્પ બાકી
- ટ્રેક્ટર પરેડને લઈને અસમંજસ / હજુ અંતિમ નિર્ણય બાકી, દિલ્હી આવી રહ્યો છે ખેડૂતોનો કાફલો
- રસીકરણ/ અમદાવાદ શહેરમાં ત્રણ હજારથી વધુ લોકોને અપાઈ વેક્સિન, રસી કેન્દ્રોની સંખ્યામાં થયો વધારો