GSTV
India News Trending

પાછા ઘરે જવાના મૂડમાં નથી રાકેશ ટિકૈત: ખેડૂત આંદોલન વિશે કહી આ વાત, સરકાર સામે રાખી આ માગ

ખેડૂત

ત્રણ કૃષિ કાયદા પાછા ખેંચવામાં આવ્યા બાદ પણ ખેડૂતોનુ આંદોલન ચાલુ છે. એક ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં ખેડૂત આગેવાન રાકેશ ટિકૈતે કહ્યુ હતુ કે, આંદોલનમાં કોઈ મતભેદો નથી. આ ખોટા અહેવાલો છે. આ આંદોલન માત્ર પંજાબનુ નહીં પણ આખા દેશનુ છે. આંદોલન સ્થળે જો કોઈ અઘટિત બનાવ બનશે તો તે માટે સરકાર જવાબદાર હશે. ખેડૂતો પોલીસ કેસ સાથે ઘરે પાછા નહીં ફરે.

ટિકૈત

દરમિયાન એવા અહેવાલ રહ્યા છે કે પંજાબના ખેડૂતો હવે ઘરે પાછા ફરવા માંગે છે.તેના પર ટિકૈતે કહ્યુ હતુ કે, કોઈ ઘરે જઈ રહ્યુ નથી. આંદોલન તોડવાનો પ્રયત્ન સરકાર કરી રહી છે. પાંચ ડિસેમ્બર સુધીમાં રિઝલ્ટ આવી જશે. કોઈ ખેડૂતોને સમજાવવાની જરુર નથી. કારણકે કોઈ ઘરે પાછુ ફરવાનુ નથી.

તેમણે કહ્યુ હતુ કે, ખેડૂતો પર કેસ પાછા નહીં ખેંચાય ત્યાં સુધી મોરચા હટવાના નથી. સરકાર સમક્ષ અમે જે માંગો મુકી છે તેનો જવાબ આપવામાં સરકાર સમય લગાડશે.જોકે 10 ડિસેમ્બર પછી સરકાર લાઈન પર આવી જશે.

ટિકૈતે એક સવાલના જવાબમાં કહ્યુ હતુ કે, ભારત સરકાર વાતચીત કરે, ખેડૂતો પરના કેસ પાછા ખેંચાય નહીં ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે.

Read Also

Related posts

Career Guidance : બનવા માંગો છો RTO officer? જાણો લાયકાત, જવાબદારીઓ અને પગાર

GSTV Web Desk

ગઢડા BAPS મંદિરમાંથી મળ્યો પુજારીનો શંકાસ્પદ મૃતદેહ, ઘટના સ્થળે પોલીસ કાફલો

Zainul Ansari

પ્લેનમાં પાઈલટ ઊંઘી જતા 37 હજાર ફૂટની ઊંચાઈએ પ્લેન ઉડતું રહ્યું, લેન્ડીગ સ્થળ પસાર થવા છતાં ન પડી ખબર

GSTV Web Desk
GSTV