કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂતોનું આંદોલન છેલ્લા 57 દિવસથી ચાલી રહ્યું છે. ત્યારે હવે સૌની નજર 26 જાન્યુઆરીએ યોજાનાર ખેડૂતોની ટ્રેક્ટર રેલી પર છે. આ મુદ્દે આજે ગુરુવારે દિલ્હી પોલીસ અને ખેડૂત આગેવાનો વચ્ચે બેઠક મળી હતી.

પોલીસ-ખેડૂતો વચ્ચે બેઠક પૂર્ણ
ગણતંત્ર દિવસે ટ્રેક્ટર રેલી કાઢવાને લઈને ચાલી રહેલ દિલ્હી પોલીસ અને ખેડૂતો વચ્ચેની બેઠક પૂર્ણ થઇ ગઈ છે. ખેડૂતોનું કહેવું છે કે પોલીસે તેમને દિલ્હીમાં પ્રવેશ પ્રવેશ કરવા મનાઈ કરી છે. જયારે ખેડૂતો દિલ્હીમાં રેલી કાઢવા માંગે છે. પોલીસ તરફથી કેએમપી એક્સપ્રેસ-વે પર નાની રેલી કાઢવાનો વિકલ્પ આપવામાં આવ્યો છે. જેને ખેડૂતોએ ફગાવી દીધો છે.

અંતિમ નિર્ણય સંગઠનોની બેઠકમાં થશે
ખેડૂત આગેવાનોનું કહેવું છે કે તેઓ અંતિમ નિર્ણય ખેડૂત સંગઠનોની બેઠકમાં જ કરશે. હજારો ટ્રેક્ટર્સ દેશના જુદા જુદા વિસ્તારોમાંથી દિલ્હી જવા રવાના થઇ ચુક્યા છે. જણાવી દઈએ કે, પ્રજાસત્તાક દિવસે દિલ્હીમાં ટ્રેક્ટર રેલી યોજવાનો લઈને આજે ખેડૂતો અને દિલ્હી પોલીસ વચ્ચે બેઠક મળી હતી. ગત બે બેઠકોમાં કોઈ નિરાકરણ નહોતું આવ્યું એવામાં આશા હતી કે આજની બેઠકમાં કોઈ સમાધાન આવશે.

26 જાન્યુઆરીએ અચૂક થશે રેલી:
સરકારના પ્રસ્તાવને લઈને યોગેન્દ્ર યાદવ તરફથી કહેવામાં આવ્યું હતું કે આજે તમામ સંગઠન સાથે બેસીને ચર્ચા કરશે, ત્યારબાદ જ કોઈ નિર્ણય લેવામાં આવશે. તો, ટ્રેક્ટર રેલીને લઈને ટોગેન્દ્ર યાદવનું કહેવું છે કે હરિયાણા, દિલ્હી અને ઉત્તરપ્રદેશ પોલીસ સાથે ખેડૂતોની બેઠક ચાલી રહી છે. અમને આશા છે કે ગણતંત્ર દિવસે ટ્રેક્ટર રેલી ચોક્કસ યોજાશે.
કમિટીને નહિ મળે ખેડૂતો
સુપ્રીમ કોર્ટ દ્વારા બનાવવામાં આવેલ કમિટીની બેઠક ઓન આજે દિલ્હી ખાતે આજે જ યોજાઈ રહી છે. આ બેઠક બાદ કમિટી તરફથી ખેડૂત સંગઠનો સાથે ચર્ચા કરવામાં આવશે. જોકે, ખેડૂત આગેવાનોએ કહ્યું છે કે તેઓ સુપ્રીમ કોર્ટ દ્વારા બનાવવામાં આવેલ કમિટી સામે નહિ આવે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- 1લી માર્ચથી રાજ્યમાં 60 વર્ષથી ઉપરના લોકોને અપાશે કોરોના વેક્સિન, અહીં અપાશે વિના મૂલ્યે
- સિક્રેટ પરમાણુ પ્લાન્ટ સેટેલાઈટ તસવીરે ખોલી ઇઝરાયલની પોલ! વિશ્વભરમાં મચ્યો હડકંપ
- રસીકરણ મહાઅભિયાનનો બીજો તબક્કો: કોને લાગશે રસી, કેટલા આપવા પડશે રૂપિયા, આ રહી સમગ્ર વિગતો, જે તમારા કામમાં લાગશે
- કામની વાત/ LPG સિલિન્ડરની કિંમતથી લઇને ATM ટ્રાન્જેક્શનના નિયમો સુધી, 1 માર્ચથી થઇ રહ્યાં છે આ 5 મોટા બદલાવ
- મહિલા જજને હેપ્પી બર્થ ડે કહેવું વકીલને ભારે પડ્યું: 20 દિવસથી જેલમાં છે બંધ, પરિવારના લોકો જામીન માટે કરી રહ્યા છે આંટાફેરા