GSTV
Gujarat Government Advertisement

ચક્કાજામ : ખેડૂતોના એલાનને પગલે દિલ્હીમં લોખંડી બંદોબસ્ત, 50 હજાર જવાનો ગોઠવાયા

ચક્કાજામ

Last Updated on February 6, 2021 by Sejal Vibhani

દિલ્હીના સીમાઓ પર નવા કૃષિ કાયદાના વિરોધમાં થઈ રહેલા પ્રદર્શનો આજે એટલે કે શનિવારે 73મો દિવસ છે. ખેડૂતોના આ પ્રદર્શનને આજે ઘણું મહત્વ આપવામાં આવી રહ્યું છે. કારણ કે, આજે ખેડૂતોને દેશભરમાં 3 કલાકનો ચક્કાજામ કરવાનો નિર્ણય લીધો છે. આ ચક્કાજામ 12થી 3 કલાક સુધી કરવામાં આવશે જો કે દિલ્હીમાં ચક્કાજામ નહીં કરવામાં આવે. ત્યારે 26 જાન્યુઆરીની ઘટનાને ધ્યાનમાં રાખી દિલ્હીની સીમાઓ પર મોટી સંખ્યામાં પોલિસ બળ તૈનાત કરવામાં આવ્યો છે. જેથી કોઈ પણ ઘટનાથી બચી શકાય.

ચક્કાજામ દરમ્યાન દિલ્હી પોલિસની સહાયતા માટે દિલ્હી-NCR વિસ્તારમાં અર્ધસૈનિક બળોને પણ તૈનાત કરવામાં આવ્યા છે. ખેડૂતોના ચક્કાજામ દરમ્યાન કોઈ પણ પ્રકારની અપ્રિય ઘટનાથી નિપટવા માટે દિલ્હી NCR વિસ્તારમાં દિલ્હી પોલીસ, અર્ધસૌનિક બળો અને રિઝર્વ ફોર્સ માટે લગભગ 50,000 જવાન તૈનાત કરાયા છે. રાષ્ટ્રીય રાજધાનીમાં કોઈ પણ ઉપદ્રવની સ્થિતિમાં ઓછામાં ઓછા 12 મેટ્રો સ્ટેશનની એન્ટ્રી અને એક્ઝિટ બંધ કરવા માટે એલર્ટ રાખવામાં આવ્યું છે.

કૃષિ કાયદાના વિરોધમાં ચાલતા આંદોલન વચ્ચે આજે ખેડૂતોએ આપેલા ચક્કાજામના કાર્યક્રમને લઈને પોલીસ સતર્ક છે…દિલ્હી-એનસીઆરમાં ખેડૂતોએ દ્વારા ચક્કાજામ ન કરવાના નિર્ણય છતાં પોલીસ એલર્ટ છે.તેમજ સુરક્ષામાં કોઈપણ પ્રકારની ઢીલાશ રાખવા માંગતી નથી…જેથી દિલ્હી સાથે જોડાયેલી તમામ બોર્ડર અને લાલકિલ્લાની આસપાસ સઘન બંદોબસ્ત ગોઠવી દેવાયો છે..દિલ્હી પોલીસે બોર્ડર પર અનેક લેયરની બેરિકેટિંગ કરી છે..આ સાથે જ સમગ્ર બોર્ડર કિલ્લેબંધીમાં તૈનાત કરાઈ છે..પોલીસ ઉપરાંત પેરામિલીટ્રી ફોર્સ પણ તૈનાત છે..

આજે ખેડૂતોના ચક્કાજામ કાર્યક્રમ દરમિયાન કોઈ દુર્ઘટના  ન બને તે માટે પોલીસ સઘન ચેકિંગ પણ ચલાવી રહી છે..ખાસ કરીને કાર અને ભારે વાહનોમાં પોલીસે સવારથી ચેકિંગ હાથ ધર્યુ છે..તો દિલ્હીના મુખ્ય રસ્તાઓ પર પણ પોલીસ તૈનાત જોવા મળી રહી છે..

કૃષિ કાયદા સામે ચાલતા વિરોધ પ્રદર્શન વચ્ચે ખેડૂતોએ આજે દેશવ્યાપી ચક્કાજામનું એલાન કર્યુ છે. જેના ભાગરુપે દેશભરમાં રાષ્ટ્રીય અને રાજ્ય ધોરીમાર્ગ ઉપર બપોરે 12 વાગ્યાથી 3 વાગ્યા સુધી ચક્કાજામ કરવામાં આવશે. જો કે ચક્કા જામ દરમિયાન ઇમરજન્સી સેવા જેવી કે એમ્બ્યુલન્સ, શાળા અને સ્કૂલ બસ જેવા વાહનોને રોકવામાં આવશે નહીં. હરિયાણા પોલીસ દ્વારા આ ચક્કા જામ પહેલા સુરક્ષા વ્યવસ્થામાં વધારો કર્યો છે. તો આ તરફ દિલ્હી પોલીસનું પણ કહેવું છે કે ચક્કા જામને લઇને કોઇ ખેડૂત નેતાઓએ તેમનો સંપર્ક નથી કર્યો. સંયુક્ત કિસાન મોરચાના જણાવ્યા પ્રમાણે દેશમાં આ ચક્કા જામનો કાર્યક્રમ શાંતિપૂર્ણ અને અહિંસક રહેશે. સાથે જ ત્રણ વાગ્યે એક મિનિટ સુધી હોર્ન વગાડીને ખેડૂતોની એકતાનો સંદેશ આપવા માટે પણ અપીલ કરવામાં આવી છે.

ખેડૂતોએ જાહેર કર્યા નિયમ

ખેડૂતો

ખેડૂત સંગઠનોએ આંદોલનમાં ખેડૂતો માટે કેટલાક નિયમો જાહેર કર્યા છે. તેમણે ખેડૂતોને કહ્યું છે કે નેશનલ હાઇવે પર ઓછામાં ઓછા એક હજારથી વધુ ખેડૂતો હાજર રહે.. તેઓ માત્ર ઝંડા.. બેનર લઇને જ પ્રદર્શન સ્થળે પહોંચે આ દરમિયાન કોઇ પણ ખેડૂત પોલીસ કે સ્થાનિક તંત્રની સાથે ગેરવર્તણૂંક કે એવો વ્યવહાર ન કરે જેના કારણે ખેડૂતોની છબી ખરડાઇ ખેડૂત સંગઠનોએ આ આંદોલનને સફળ બનાવવા માટે દરેક રાજ્યમાં કમિટી બનાવી છે સ્થાનિક ખેડૂત યુનિયનો દ્વારા પણ ખેડૂતોને ફોન અને મેસેજ કરીને પોતાના જિલ્લાના નિર્ધારીત નેશનલ કે સ્ટેટ હાઇવે પર જામ માટે મોટી સંખ્યામાં પહોંચવા જણાવાયું છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અમદાવાદ રથયાત્રાની તમામ તૈયારીઓ પૂર્ણ, જનતા કરફ્યુ સાથે નીકળશે ભગવાન નગરચર્યાએ

Pritesh Mehta

ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરને ગુજરાતમાં કેવી રીતે મળ્યું હતું પીએમ નરેન્દ્ર મોદીની સ્પીચ લખવાનું કામ, આવી છે રસપ્રદ હિસ્ટ્રી

Harshad Patel

2014માં સત્તા મેળવવા ભરપૂર ઉપયોગ કર્યા બાદ ભાજપના તેવર બદલાયા, પ્રશાંત કિશોર જે કોલેજમાં ભણે છે, અમિત શાહ ત્યાંના પ્રિન્સિપાલ છે !

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!