ગણતંત્ર દિવસે દિલ્હીમાં થયેલી ટ્રેક્ટર રેલી અને ત્યાર બાદ જે રીતે હિંસા થઈ તેના કારણે છેલ્લા 58 કરતા પણ વધારે દિવસથી થઈ રહેલું આંદોલન હવે કમજોર પડતું દેખાય છે. આ ઘટના બાદ ખેડૂતો આંદોલનમાં હવે ભાગલા પડી ગયા છે. ઘણા ખેડૂત સંગઠનો એવા છે,જે આ આંદોલનથી હવે અલગ થઈ રહ્યા છે. ત્યારે હવે ખબર આવી રહી છે કે, ચિલ્લા બોર્ડર પર આંદોલનમાં જોડાયેલા ખેડૂતોએ આંદોલન સમાપ્ત કરી ટેંટ અને સામાન ઉઠાવવાનું શરૂ કરી દીધુ છે.
ટેંટ અને સામાન સમેટતા દેખાયા ખેડૂતો
આ અગાઉ ભારતીય કિસાન યુનિયનના અધ્યક્ષ ઠાકુર ભાનૂ પ્રતાપ સિંહે ખેડૂત આંદોલનથી અલગ થવાનું અને આંદોલન ખતમ કરવાની જાહેરાત કરી છે. જેની થોડી મીનિટો બાદ ચિલ્લા બોર્ડર પર બેઠેલા ખેડૂતોએ પોતાના ટેંટ ઉતારતા દેખાયા હતા. આ સંગઠનોએ દિલ્હીમાં થયેલી આ હિંસા બાદ વિરોધ પ્રદર્શન સમાપ્ત કર્યો છે.
#WATCH: Some farmers seen taking off their tents at Chilla border following announcement of Thakur Bhanu Pratap Singh, president of Bharatiya Kisan Union (Bhanu), that the organisation is ending the protest in the light of violence during farmers' tractor rally y'day.#FarmLaws pic.twitter.com/wgDIeKnUMf
— ANI UP (@ANINewsUP) January 27, 2021
આંદોલનથી અલગ થયા સંગઠનો
આ અગાઉ અખિલ ભારતીય કિસાન સંઘર્ષ સમન્વય સમિતિ અને રાષ્ટ્રીય કિસાન મજૂર સંગઠને રાષ્ટ્રીય અધ્યક્ષ વીએમ સિંહે કહ્યુ હતું કે, તેઓ આ આંદોલનથી અલગ થઈ રહ્યા છે. સિંહે સરકાર અને કેટલાય ખેડૂતો નેતાઓ પર સવાલ ઉભા કર્યા છે. તેમણે કહ્યુ હતું કે, ગણતંત્ર દિવસે રાજધાની દિલ્હીમાં જે બન્યુ તે બધામાં સરકારની પણ ભૂલ છે, જ્યારે કોઈ 11 વાગ્યાનું કહીને 8 વાગ્યે નિકળી રહ્યા છે, ત્યાં સુધી સરકાર શું કરતી હતી ? જ્યારે સરકારને ખબર હતી કે, લાલ કિલ્લા પર ઝંડા ફરકાવા માટે અમુક સંગઠનો કરોડો રૂપિયા લીધા છે, તો પછી સરકાર શું કરતી હતી ?
READ ALSO
- કામનું / WhatsApp પર મોકલો છો વીડિયોઝ તો તમારી માટે આવ્યુ છે આ જબરદસ્ત ફીચર, જાણો શું થશે ફાયદો?
- જિલ્લા પંચાયત રિઝલ્ટ/ ગુજરાતમાં ભાજપ 11 જિલ્લા પંચાયતોમાં શરૂઆતના ટ્રેન્ડમાં જ આગળ, કોંગ્રેસનું નથી ખૂલ્યું હજુ ખાતું
- LIVE: 81 નગરપાલિકાની મતગણતરી શરૂ, ભાજપ 24, કોંગ્રેસ 7 અને આપ 1 બેઠક પર આગળ રસાકસીનો જંગ
- નગર પાલિકા રિઝલ્ટ/ ભાજપે આટલી બેઠકો પર મારી બાજી, જાણો શું છે કોંગ્રેસના હાલ
- રાજકારણ/ મતગણતરી પહેલાં જ 237 બેઠકોનું આવી ગયું છે રિઝલ્ટ, કોંગ્રેસને જીવતદાનની તો ભાજપને લગાવવી છે હેટ્રિક