GSTV

કૃષિ કાયદાના વિરોધનું એક વર્ષ પૂર્ણ / સંયુક્ત કિસાન મોર્ચાએ આપ્યું ભારત બંધનું એલાન, અન્ય ખેડૂત સંગઠનો પણ આવ્યા સમર્થનમાં

કૃષિ

Last Updated on September 18, 2021 by Pritesh Mehta

ત્રણેય કૃષિ કાયદાને પાસ થયાને એક વર્ષનો સમય થઈ ચૂક્યો છે. ખેડૂતો પણ 1 વર્ષથી સતત વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે. દિલ્હી સરહદે પણ ખેડૂતો આંદોલન કરી રહ્યાં છે. આ દરમિયાન સંયુક્ત કિસાન મોર્ચાને 27 સપ્ટેમ્બરે ભારત બંધની જાહેરાત કરી છે. સંયુક્ત કિસાન મોર્ચા ઉપરાંત અન્ય ઘણા ખેડૂત સંગઠનો પણ આ વિરોધ પ્રદર્શનમાં જોડાયેલા છે.

farmers protest વિરોધ

ખેડૂતોએ જણાવ્યું કે, ‘સંયુક્ત કિસાન મોર્ચાએ સાથી સંગઠનોને જણાવ્યું છે કે- સમાજના તમામ વર્ગના લોકોને ખેડૂતો સાથે જોડાવવા અને બંધ અગાઉ જ તેનો પ્રચાર કરવા અપીલ કરાશે. જેથી લોકોને મુશ્કેલીઓનો સામનો ના કરવો પડે. આ બંધ શાંતિપૂર્ણ અને સ્વૈચ્છિક રહેશે. ઈમરજન્સી સેવાઓને છૂટ અપાશે.’ સંયુક્ત કિસાન મોર્ચાએ પોતાના નિવેદનમાં જણાવ્યું કે,‘કેન્દ્ર, રાજ્ય સરકારના કાર્યાલય, બજારો, દુકાનો, શાળા-કોલેજ, શૈક્ષણિક સંસ્થાનોને બંધ દરમિયાન ખેડૂતો ચાલવા ના દે.

ખેડૂત

ખેડૂતોએ જાહેર કરેલ બંધ સવારના 6 થી સાંજના 4 સુધી લાગુ રહેશે. બંધ દરમિયાન સામાજીક સમારોહની મંજૂરી નહીં આપવામા આવે.’ સંયુક્ત કિસાન મોર્ચો દ્વારા આગળની યોજના તૈયાર કરવા 20 સપ્ટેમ્બરે મુંબઈમાં બેઠક યોજાશે. તે જ દિવસે ઉત્તર પ્રદેશના સીતાપુરમાં ખેડૂતોને મહાપંચાયત યોજાશે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચાર મેળવવા માટે અમારી Android App ડાઉનલોડ કરો…

MUST READ:

Related posts

હતા ત્યાં ને ત્યાં / કિસાન સૂર્યોદય યોજનાનું સુરસુરિયું, ખેડૂતોને ફરી રાત ઉજાગરા કરવાનો વારો આવ્યો

Zainul Ansari

Breaking / 28 ઓક્ટોબરથી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ બે દિવસીય ગુજરાત પ્રવાસે, PM આવાસ યોજનાના ઉદ્દઘાટન સમારોહમાં આપશે હાજરી

Zainul Ansari

પાકિસ્તાની સેનાએ છીનવી લીધો ઇમરાનની સરકારનો ‘અધિકાર’ , નદીમને બનાવ્યો ISI ચીફ

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!