દેશમાં ખેડૂતોની કફોડી સ્થિતિ ચાલી રહી છે. ચૂંટણી ટાળે ખેડૂતોને રિઝવવા આવક બમણી કરવાના ઘણા મોટા-મોટા વાયદા કરવામાં આવ્યા પરંતુ, ચૂંટણી પૂરી થતા જ જગતના તાતને નેતાઓ ભૂલી જ જતા હોય છે. પોતાની માગ પૂરી કરાવવા માટે ખેડૂતોએ પ્રદર્શનો અને આંદોલનો કરવા પડે છે છતાંય મોટી ચામડીના નેતાઓ પર તેની કોઈ અસર થતી નથી. ત્યારે હાલ વીજકાપ મુદ્દે ડભોઇ તાલુકાના ખેડૂતોએ વિરોધ પ્રદર્શન કર્યા.

ડભોઇમાં વીજળી કાપ મુદ્દે નારાજ ખેડૂતો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતુ. ખેડૂતોએ વિજળી કાપ મુદ્દે નાયબ કલેકટરને આવેદન પત્ર આપ્યું હતુ અને આ આવેદનપત્રમા ખેડૂતોએ સ્પષ્ટતા સાથે જણાવ્યુ હતુ કે, સરકાર દ્વારા 8 કલાકને બદલે 6 કલાક ખેડૂતોને વીજળી અપાય છે. સરકાર સામે વિરોધ વ્યક્ત કરી સૂત્રોચાર સાથે ડભોઇ સેવાસદન બહાર પૂતળા દહન કરવામાં આવ્યું હતુ.

હાલ આ વિરોધ પ્રદર્શનની સાથે ખેડૂતો દ્વારા 8 થી 10 કલાક વીજળી આપવાની માંગ કરવામાં આવી છે. જો આ માંગ સરકાર દ્વારા સંતોષવામા નહિ આવે તો તેમને ખેતીમા અઢળક નુકશાની જશે અને તેના કારણે અંતે તેમની પાસે તેમના પરિવાર સાથે જીવ ટૂંકાવવા સિવાય બીજો કોઈ વિકલ્પ બચશે નહિ કારણકે, આપણે અગાઉ જેમ ચર્ચા કરી તેમ આ જાડી ચામડીના નેતાઓ પર વિરોધ પ્રદર્શન કે આંદોલનની કોઈ અસર જ થતી નથી એટલે ખેડૂતો પાસે છેલ્લે આ જ વિકલ્પ બચે છે.
Read Also
- લોકસેવા કરનારા પૂર્વ ધારાસભ્ય બીપીએલ કાર્ડ પર જીવન ગુજારે છે, વાંચો આ માજી ધારાસભ્યની ખુમારી વિશે
- મોટા સમાચારઃ મહારાષ્ટ્રની ઉદ્ધવ સરકારે પણ પેટ્રોલ- ડીઝલ પર ઘટાડ્યો વેટ, ભાજપ શાસિત રાજ્યો ક્યારે ઘટાડશે ભાવ ?
- ગાંધીનગરના કોબા ખાતે આવેલા વિશ્વ પ્રસિદ્ધ જિનાલયમાં અલૌકિક ખગોળીય ઘટના
- કામની વાત / બચત ખાતાના કેટલા પ્રકાર છે?, જાણો તમારા માટે ક્યું ખાતુ રહેશે શ્રેષ્ઠ
- સ્માર્ટફોન અને ઈન્ટરનેટ વગર કરો ઓનલાઈન ટ્રાન્ઝેક્શન, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ