સત્તાના મોહમાં નેતાઓ જાત જાતના વચનોની લ્હાણી કરી રહ્યા છે પરંતુ, દિગ્ગજ નેતાઓના ભાષણોથી, વાતોના વડાંથી લોકોનું પેટ ભરાવાનું નથી, પેટ તો અનાજ, કઠોળથી ભરાશે. આ વાત સમજતા ગુજરાતના ખેડૂતોએ ચૂંટણીને બાજુએ રાખીને ગત વર્ષ કરતા ૧૦ લાખ હેક્ટર વધુ જમીન સહિત ૨૫.૧૮ લાખ હેક્ટરમાં વાવેતર કરી દીધું છે અને હાલ કૃષિપાક પેદા કરવા ખેતીકામનો ધમાધમાટ શરુ થયો છે. ગુજરાતમાં જુવાર, ઘઉં , ધાણાં, રાઈ સહિત પાકોનું ધૂમ વાવેતર આ વર્ષે કરાઈ રહ્યું છે.

સૌરાષ્ટ્રના ખેડૂતોએ મુખ્યત્વે ૩૩૫૦૦૦ હેક્ટરમાં ચણા વાવી દીધા છે તો ૧.૫૬ લાખ હેક્ટરમાં ધાણાનું વાવેતર કર્યું છે. જે ગત વર્ષની આ સમયની સરખામણીં ૪ ગણુ અને ગત આખા વર્ષની સરખામણીએ પણ ૩૩ ટકા વધુ કરાયું છે. તો મુખ્યત્વે ઉત્તર ગુજરાતના ખેડૂતોએ રાઈનું ૨.૩૪ લાખ હેક્ટરમાં ધીંગુ વાવેતર કરીને ગત આખા વર્ષ કરતા ૧૫ ટકા વધુ વાવેતર કર્યું છે. જ્યારે મધ્ય ગુજરાતમાં ૨૬,૯૦૦ હેક્ટરમાં ખેડૂતોએ જુવાર વાવી છે, આરોગ્ય પ્રતિ જાગૃત થયેલા લોકો હવે જુવાર ખાતા થતા આ વર્ષે જુવારનું વાવેતર અત્યાર સુધીમાં ૧૧૦ ટકા વધી ગયું છે અને ગત વર્ષે આ સમય કરતા ૬ ગણુ વધારે થયું છે.
READ ALSO
- બીબીસીની ડોક્યુમેન્ટ્રીનો અભ્યાસ કરવાનો મીડિયાને અધિકાર, સરકાર તેના ઉપર પ્રતિબંધ ના મુકી શકે : અરજદારો
- એફસીઆઇએ ઇ-હરાજીના પ્રથમ બે દિવસમાં ૯.૨ લાખ ટન ઘંઉ ખુલ્લા બજારમાં વેચ્યાં
- ભારતે છેલ્લા પાંચ નાણાકીય વર્ષમાં આટલા કરોડના સૈન્ય ઉપકરણોની કરી આયાત
- ચિલીના જંગલોમાં લાગી ભીષણ આગ, આગ પર કાબુ મેળવવા 63 એરક્રાફ્ટનો કાફલો તૈનાત, 13 લોકોના મોત
- હિટલર પર વિજયની 80મી જયંતિની ઉજવણી વચ્ચે પુતિન ન્યુક્લિયર સૂટકેસ સાથે દેખાતા અનેક અટકળો