GSTV

સંસદથી લઈને રસ્તાઓ સુધી ખેડૂતોનો મહાસંગ્રામ, આ ત્રણ વટહુકમો વિરૂદ્ધ દિલ્હીમાં ચક્કજામ

ખેડૂતો

ખેડૂત ઉપજ વ્યાપાર અને વાણિજ્ય વટહુકમ, જરૂરી વસ્તુ, અધ્યાદેશ, મુલ્ય આશ્વાસન તથા કૃષિ સેવાઓ પર ખેડૂત સમજોતા વટહુકમ, 2020નો વિરોધ થઈ રહ્યો છે. ત્રણ વટહુકમ આવ્યા બાદથી જ ખેડૂતો સતત વિરોધ કરી રહ્યા છે. સરકાર ટૂંક સમયમાં જ બિલને પાસ કરવાની તૈયારીમાં છે. પરંતુ તેમાં પોતાના જ સહયોગી વિરોધમાં ઉભા દેખાઈ રહ્યા છે.

ડુંગળીની કિંમતોને જોતા કેન્દ્ર સરકારે સોમવારે ડુંગળીના નિકાસ પર રોક લગાવી દીધી છે. આ નિર્ણય તત્કાલ પ્રભાવથી લાગુ થઈ ગઈ છે. ખેડૂતો સાથે જોડાયેલા આ સંગઠન બેનનો વિરોધ કરી રહ્યા છે. પૂર્વ કૃષિ મંત્રી શરદ પવારે કહ્યું કે ડુગળીની નિકાસ પર લાગેલા બેનથી મહારાષ્ટ્રના ખેડૂતો નારાજ છે અને ઘણા સંગઠનો તેમનો સંપર્ક કરી રહ્યા છે.

પૂર્વ કેન્દ્રીય મંત્રી શરદ પવારે કહ્યું, કેન્દ્ર સરકારે અચાનક ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ લગાવવાની ઘોષણા કરી છે. તેનાથી મહારાષ્ટ્રમાં ડુંગળીનું ઉત્પાગન ન કરનાર ક્ષેત્રોમાંથી તીખી પ્રતિક્રિયા આવી છે માટે વિવિધ રાજનીતિક દળોના પ્રતિનિધિઓએ મને સંપર્ક કર્યો છે અને કેન્દ્ર સરકારથી પોતાની માંગોને પુરી કરવાનો અનુરોધ કર્યો છે.

આ બિલને લઇને ખેડૂતોમાં રોષ વધવા લાગ્યો

કેન્દ્ર સરકારે કૃષી સલગ્ન ત્રણ બિલને લોકસભામાં રજુ કર્યા છે. આ બિલને લઇને ખેડૂતોમાં રોષ વધવા લાગ્યો છે. હરિયાણા બાદ હવે પંજાબના ખેડૂતોએ ઉગ્ર આંદોલન શરૂ કરી દીધા છે સાથે જ ચીમકી આપી છે કે લોકસભા કે રાજ્યસભામાં જે પણ સાંસદ આ ખેડૂતો વિરોધી બિલને સમર્થન આપશે તેને ગામડાઓમાં પ્રવેશવા નહીં દઇએ. સાથે જ ખેડૂતોએ અનેક સૃથળે ચક્કાજામ કર્યો હતો અને આ બિલને પરત લેવા માટે કેન્દ્રને અપીલ કરી છે. કેન્દ્ર સરકાર આ બિલથી કૃષીને અને ખેડૂતોને ફાયદો થશે તેવી દલિલો કરી રહી છે જ્યારે ખેડૂતોનો દાવો છે કે આ બિલ જ્યારે અમલમાં આવશે ત્યારે ખેડૂતો માટે અતી મહત્વના મીનીમમ સપોર્ટ પ્રાઇઝ એટલે કે ટેકાના ભાવની જે સરકારી પદ્ધતી છે તે જ ખતમ થઇ જશે.

સંગ્રહખોરીને છુટ આપીને સરકારે ખેડૂત વિરોધી નિર્ણય કર્યો

સરકાર ખેડૂતોના પાકના વેચાણ સંબંધી આખી સિસ્ટમને ખોરવા માગે છે. સાથે જ સંગ્રહખોરીને છુટ આપીને પણ સરકારે ખેડૂત વિરોધી નિર્ણય કર્યો છે. પંજાબ અને હરિયાણામાં હજારો ખેડૂતો પોતાની માગણી સાથે રસ્તા પર ઉતર્યા હતા અને નેશનલ હાઇવે પર ચક્કાજામ કર્યો હતો. હાલ પરિસિૃથતિ એ છે કે આ બન્ને રાજ્યોમાં ભાજપના સાથી પક્ષો પણ કેન્દ્રના આ બિલનો વિરોધ કરી રહ્યા છે અને ભાજપ અધ્યક્ષ જે.પી. નડ્ડા સાથે મુલાકાત કરવા વિચારી રહ્યા છે.

હરિયાણામાં જેજેપી અને ભાજપના ગઠબંધન વાળી સરકાર

હરિયાણામાં જેજેપી અને ભાજપના ગઠબંધન વાળી સરકાર છે. જેજેપીએ આ બિલોનો વિરોધ કરવાનું શરૂ કરી દીધુ છે. જ્યારે પંજાબમાં ભાજપ અને અકાળીદળ વચ્ચે ગઠબંધન છે પણ ખેડૂતોના વધી રહેલા રોષને પગલે અકાળી દળે પણ બિલનો વિરોધ કર્યો છે. અકાળી દળના નેતા સુખબીરસિંહ બાદલ જે.પી. નડ્ડા સાથે મુલાકાત કરી બિલ પરત લેવા દબાણ કરી શકે છે. દેશભરમાં આશરે 200 જેટલા ખેડૂત સંગઠનો વિરોધમાં ઉતર્યા છે.

ઓલ ઇંડિયા કિસાન સંઘર્ષ સમિતીએ આ બિલનો વિરોધ કર્યો

ઓલ ઇંડિયા કિસાન સંઘર્ષ સમિતીએ આ બિલનો વિરોધ કર્યો છે અને તેમાં રાષ્ટ્રીય સ્વયમ સેવક સંઘના ભારતીય કિસાન સંઘે પણ વિરોધનો સુર પુરાવ્યો છે. પંજાબમાં વિરોધ કરી રહેલા ભારતીય કિસાન સંઘ (લોખવાલ)ના જનરલ સેક્રેટરી હરિંદરસિંહ લોખવાલે કહ્યું હતું કે જે પણ સાંસદો આ ત્રણેય બિલનું સંસદમાં સમર્થન કરશે તેને અમે ગામડાઓમાં પ્રવેશવા નહીં દઇએ અને કોઇ પણ સંજોગોમાં આ બિલોનો અમલ નહીં થવા દઇએ.

Read Also

Related posts

IPL 2020: હૈદરાબાદ પર ભારે પડ્યુ રોયલ ચેલેન્જર્સ બૈંગ્લોર, 10 રનથી મેળવી જીત

Pravin Makwana

RSSના આર્થિક સંગઠનની મોદી સરકારને સલાહ, MSPની નવી ગેરેન્ટી વાળું બિલ લાવો

Pravin Makwana

સાંસદોના ધરણા/ આખી રાત સંસદની બહાર ધરણા કરશે સાંસદો, આપના સાંસદે તો ચાદર અને તકિયા પણ મગાવ્યા

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!