GSTV

હિંસાએ ખેડૂતોની મહેનત માથે પાણી ફેરવ્યું: 1 ફેબ્રુઆરીની સંસદ માર્ચનો કાર્યક્રમ રદ, વાંક વગર દેશવાસીઓની માગીએ છીએ માફી

પ્રજાસત્તાક દિવસ પર ખેડૂતોની ટ્રેક્ટર રેલી દરમિયાન થયેલી હિંસા બાદ બુધવારે ખેડૂત નેતાઓએ પોતાનું વલણ સ્પષ્ટ કર્યુ છે. હવે ખેડૂતો એક ફેબ્રુઆરીએ સંસદ સુધી રેલી નહીં કરે. સંયુક્ત કિસાન મોર્ચાના બલબીર સિંહ રાજેવાલએ કહ્યું કે ગઇ કાલે પ્રજાસત્તાક પરેડમાં બે લાખ કરતા પણ વધારે ટ્રેક્ટર આવ્યા હતા અને દુનિયાની નજર તેના પર હતી. સરકારે ષડયંત્ર કરીને અમારી એકતાને તોડવાનો પ્રયાસ કર્યો છે. સંયુક્ત કિસાન મોર્ચાએ દિલ્હીમાં થયેલી હિંસાથી પોતાને અલગ કરી લીધા છે. સાથે જ તેમણે દીપ સિદ્ધુને પણ આરએસએસનો એજન્ટ ગણાવ્યો છે.

સંયુક્ત કિસાન મોર્ચાએ કહ્યું કે, ખુદ સરકારે જ નક્કી કરેલા રૂટ પર બાધા નાંખી અને સરકારે જ અમુક લોકોને લાલ કિલ્લા પર મોકલ્યા હતા. દીપ સિદ્ધુ સરકારના ખાસ છે. 26 જાન્યુઆરીએ પોલીસ સ્ટેશન છોડીને પોલીસ જતા રહ્યા. રાષ્ટ્રીય ધ્વજ હટાવીને કોઇ ધર્મનો ઝંડો લહેરાવ્યો, જેના કારણે અમારી અને દેશની ભાવના દુભાઇ છે. અમે કોઇ વાંક વગર પણ દેશવાસીઓની માફી માંગીએ છીએ, પરંતુ આંદોલન તો શરૂ જ રહેશે.

તેમણે કહ્યું કે, અમે નિર્ણય કર્યો છે કે, 30 જાન્યુઆરીએ દેશભરમાં જનસભાઓ કરવામાં આવશે અને એક દિવસના ઉપવાસ પણ કરાશે. અમે 1 ફેબ્રુઆરીના દિવસે યોજાનારી સંસદ માર્ચનો કાર્યક્રમ રદ્દ કર્યો છે. હવે આ રેલી ક્યારે યોજાશે તેના વિશે આગળની તારીખ નક્કી કરવામાં આવશે.

READ ALSO

Related posts

આઝમ ખાન સામે યોગી સરકારની કાર્યવાહી, લોકતંત્ર સેનાની તરીકે મળતું પેન્શન બંધ કરાયું

Pritesh Mehta

નડ્ડાના બંગાળ પ્રવાસ પર કોલાહલ, ભાજપે કહ્યું પોલીસે રદ્દ કરી બૈરકપુર પરિવર્તન યાત્રા, હવે ખખડાવશે કોર્ટના દરવાજા

Pritesh Mehta

કામની વાત/ હેલ્થ ઇન્શ્યોરન્સ ક્લેમ નહીં કરવા પર થશે અનેક ફાયદા, મળશે આટલુ ટકાનું ડિસ્કાઉન્ટ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!