કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતોનું આંદોલન જારી છે. આ આંદોલનની સૌથી વધુ અસર પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં જોવા મળી રહી છે. હરિયાણાના રોહતકમાં વિરોધ કરી રહેલા ખેડૂતોએ ભાજપ નેતાઓને બંધક બનાવી લીધા છે. જે નેતાઓને બંધક બનાવ્યા છે એમાં પૂર્વ સહકારિકતા રાજ્ય મંત્રી મનીષ ગ્રોવર પણ સામેલ છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેદારનાથના પ્રવાસે છે. પીએમ મોદીના કાર્યક્રમનું જીવંત પ્રસારણ રાજ્યના દરેક જિલ્લામાં શિવ મંદિરો પર રાખવામાં આવ્યું હતું. રોહતકના કિલોઈ ગામના શિવ મંદિરમાં પણ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં ભાગ લેવા માટે મનીષ ગ્રોવર સહિત ભાજપના તમામ નેતાઓ પહોંચ્યા હતા. ત્યારે અહીં કૃષિ કાયદાનો વિરોધ કરીને ખેડૂતોએ આગેવાનોને બાનમાં લીધા હતા. આ પછી મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ બોલાવવામાં આવી હતી.

ખેડૂતોએ વાહનોની હવા કાઢી હતી
ખેડૂતોએ ભાજપના નેતાઓના વાહનોને બહાર ફેંકી દીધા હતા. આ ઉપરાંત મંદિર પરિસરમાં લગાવવામાં આવેલ ટીવી સ્ક્રીનના વાયરો કપાયા હતા. ખેડૂતોએ નેતાઓને બંધક બનાવવા માટે મુખ્ય દરવાજાની બહાર પથ્થરો અને ઝાડીઓ મુકી હતી. પોલીસ સતત ખેડૂતોને સમજાવવાનો પ્રયાસ કરી રહી છે. નેતાઓ છેલ્લા ચાર કલાકથી મંદિરમાં હોવાથી સ્થિતિ તંગ છે.
કાર્યક્રમમાં પહોંચ્યા હતા નેતા

ગ્રોવર ઉપરાંત સંગઠન મંત્રી રવિન્દ્ર રાજુ, મેયર મનમોહન ગોયલ, જિલ્લા પ્રમુખ અજય બંસલ, સતીશ નંદલ, ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રામ અવતાર બાલ્મિકી, વરિષ્ઠ ડેપ્યુટી મેયર રાજકમલ સહગલ, ભાજપ કાઉન્સિલરો, મહિલા મોરચાના જિલ્લા પ્રમુખ ઉષા શર્મા, ભાજપા અનુસૂચિત જાતિ મોરચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રામઅવતાર બાલ્મીકી સહિત અનેક કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. યુવા મોરચાના જિલ્લા અધ્યક્ષ નવીન ધુલ અને ભાજપના અનેક નેતાઓ રોહતક પહોંચ્યા હતા.
Read Also
- સુપ્રીમકોર્ટે કહ્યું – કોઈને 2 સીટ પર ચૂંટણી લડતા અમે ન રોકી શકીએ, એ તો સંસદનું કામ
- ભારત-પાકિસ્તાનના ખેલાડી વચ્ચે તુતુ-મેંમેં / ‘બેટા જ્યારે તું અંડર-19 રમી રહ્યો હતો, ત્યારે તારો બાપ…, સોહેલ ખાને જૂની તકરારનો કિસ્સો કર્યો
શેર - જોશીમઠ જમીન ધસવાનો મામલો / 296 પરિવારોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા, કેન્દ્ર સરકારે રાજ્યસભામાં આપી જાણકારી
- PM મોદીએ ઓસ્ટ્રેલિયન પીએમને આપ્યું આમંત્રણ, ટેસ્ટ મેચ જોવા આવી શકે અમદાવાદ
- પાકિસ્તાન / પેશાવરની મસ્જિદમાં થયેલા બ્લાસ્ટમાં કુલ 84 લોકોના મોત થયા