GSTV
Home » News » આને કહેવાય ડુંગળીએ રડાવ્યા, 40 ખેડૂતોએ ડુંગળીના ખેતરમાં પશુઓને છુટ્ટા મુકી દીધા

આને કહેવાય ડુંગળીએ રડાવ્યા, 40 ખેડૂતોએ ડુંગળીના ખેતરમાં પશુઓને છુટ્ટા મુકી દીધા

ગરીબોની કસ્તુરી ડુંગળીને ખરીદનારા પણ રડે અને તેને પકવનારા પણ રડે તેવી સ્થિતિ સરકારની અણઆવડતના કારણે સર્જાઈ છે. જૂનાગઢના ભેંસાણના કરિયા ગામે ડુંગળી ઉત્પાદક ખેડૂતોએ તેની સામે અનોખી રીતે વિરોધ વ્યક્ત કર્યો છે. 30થી 40 ખેડૂતોએ ડુંગળીના ખેતરોમાં પશુઓને છુટા મુકી દીધા હતા.

અને આમ પશુઓને ડુંગળી ખવડાવી દઈને ખેડૂતોએ વિરોધ વ્યક્ત કર્યો. ડુંગળીના ભાવ તળિયે જતા રહ્યા છે. તેવામાં હાલના જથ્થાબંધ ડુગળી 16 રૂપિયા લેખે વેચાઈ રહી છે.

આ પ્રમાણે એક કિલો ડુંગળીના 75 પૈસા ઉપજે છે. ત્યારે ભેંસાણના કરિયા ગામના ખેડૂતોએ ડુંગળીને પશુઓને ખવડાવી દીધો હતો. ડુંગળી યાર્ડમાંથી રસોડામાં પહોંચે ત્યાં જ ભાવડબલ તઈ જાય છે. ખેડૂતેને ડુંગળીના ટ્રાન્સપોર્ટેશનના પૈસા પણ મળતા નથી. અને રડવાનો વારો આવે છે. ગ્રાહકોને સસ્તાભાવે સારી ડુંગળી અને ખેડૂતોને યોગ્ય ભાવ મળે તે માટે નફાખોરી ઘટાડવી જરૂરી છે.

READ ALSO

Related posts

ઓટો સેક્ટરમાં મંદીના કારણે ગાડીઓના પાર્ટ્સ સપ્લાય કરતી 400 કંપનીઓને 10 હજાર કરોડનું નુકશાન

Arohi

સીએમ વિજય રૂપાણી સહિત ગુજરાતના નેતાઓએ અરૂણ જેટલીને શ્રદ્ધાંજલી અર્પણ કરી

Mayur

વેસ્ટ ઈન્ડિઝનો દ્રવિડ : ભારત સામે 1 કલાક 35 મિનિટ બેટીંગ કરી પણ એક રન ન કર્યો

Mayur
Do NOT follow this link or you will be banned from the site!