GSTV
World

Cases
4905972
Active
6582226
Recoverd
549401
Death
INDIA

Cases
269789
Active
476378
Recoverd
21129
Death

ગુજરાતના ખેડૂતોને રૂપાણી સરકારની મોટી ભેટ, પાકવીમાની આ મહિનાથી થશે ચૂકવણી

લોકસભાની ચૂંટણી પહેલાં રૂપાણી સરકારે મોટો મોસ્ટરસ્ટ્રોક ખેલ્યો છે. ગ્રામ્યક્ષેત્રમાં ઘટી રહેલા જનાધારને ફરી મેળવવા માટે સરકારે પાકવીમાનું કાર્ડ ખેલ્યું છે. સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના ખેડૂતોની દુખતી નસને ફરી જીવંત કરી ખેડૂતોને રિઝવવાનો પ્રયાસ કર્યો છે. આજે રૂપાણીએ કિસાન સંમેલનમાં ખેડૂતો માટે પાકવીમાની જાહેરાત કરી ખેડૂતો સરકાર મામલે ગંભીર હોવાનું પૂરવાર કર્યું છે.

23 લાખથી વધુ ખેડૂતોને મળશે લાભ

આજે રાજ્યમાં રૂપાણી સરકારને એક વર્ષ પૂર્ણ થયું છે ત્યારે ખેડૂતલક્ષી જાહેરાત કરતા ફેબ્રુઆરી સુધીમાં પાક વિમાની ચુકવણી પૂર્ણ થશે તેમ સીએમ રૂપાણીએ કહ્યુ છે. રાજકોટ ખાતે વિજય રૂપાણીએ કિસાન સંમેલનમાં હાજરી આપી હતી. જે દરમિયાન તેઓએ કહ્યુ કે, રાજ્યના 96 અછતગ્રસ્ત તાલુકાઓમાં ખેડૂતોને સહાય ચુકવણીની શરૂઆત થઈ છે અને ડીસેમ્બર સુધી અછતગ્રસ્ત તાલુકાના 23 લાખથી વધુ ખેડૂતોને કુલ બે હજાર 285.59 કરોડની પાક નુકસાનની ચુકવણી થઈ જશે. જેમાં રાજકોટના આઠ તાલુકાઓમાં ખેડૂતોને 191 કરોડની ઈનપુટ સહાય ચુકવવામાં આવશે.

કાર્યક્રમ દરમિયાન સીએમ રૂપાણીએ પાક વીમાની ચુકવણી અંગે મોટી જાહેરાત કરતા કહ્યું હતું કે, અસરગ્રસ્ત ખેડૂતોને કમુરતા બાદ પાક વીમાની સહાય તેમના ખાતામાં જમા આપવામાં આવશે. એટલે કે ફેબ્રુઆરી મહિનાના પ્રથમ સપ્તાહમાં પાકવીમાની ચૂકવણીનો પ્રારંભ કરાશે. લોકસભાની ચૂંટણી પહેલાં ખેડૂતોને રિઝવવા માટે રૂપાણી સરકારે માસ્ટ્રર સ્ટ્રોક માર્યો છે.

શા માટે જાહેરાત

  • સૌરાષ્ટ્રના ખેડૂતોને રિઝવવાનો પ્રયાસ, જસદણ જીતવાનો જશ આપ્યો ખેડૂતોને
  • ગ્રામ્યક્ષેત્રમાં ગુમાવેલો જનાધાર મેળવવાનો પ્રયાસ
  • ખેડૂતો લોકસભામાં ભાજપનો ખેલ બગાડી શકે તેવો ભય
  • પાકવીમો એ ખેડૂતો માટે સૌથી મોટો પ્રશ્ન
  • સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને કચ્છના ખેડૂતોનો છે આ સૌથી મોટો પ્રશ્ન
  • ભાજપે આ વિસ્તારમાં જ ગુમાવ્યો છે જનાધાર
  • ભાજપે લોકસભા પહેલાં ખેલ્યું માસ્ટરકાર્ડ
  • ખેડૂતોને મળશે બેવડો લાભ અછતની સાથે પાકવીમો પણ મળશે
  • રૂપાણી સરકારના આ દાવથી કોંગ્રેસના ખોરવાશે ગણિત

ખેડૂતોને સરકાર રૂ. 2285 ઇનપુટ સબસિડી આપશે

વિજય રૂપાણીએ જાહેરાત કરતાં કહ્યું કે જે તાલુકાઓમાં 350 મીલી મીટરથી ઓછો વરસાદ પડ્યો છે તે તમામને અછતગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે. આ તાલુકાના આશરે 24 લાખ જેટલા ખેડૂતોને સરકાર રૂ. 2285 ઇનપુટ સબસિડી આપશે. રૂપાણીએ જણાવ્યું કે, રાજ્યના 96 અસરગ્રસ્ત તાલુકાના 23.24 લાખ ખેડૂતોને 40.32 લાખ હેક્ટર માટે અંદાજે 2285.59 કરોડની પાક નુકસાન ઇનપુટ સહાય ચુકવણીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ખેતર ફરતે કાંટાળી વાળ માટે સરકાર 50% સહાય ચુકવી રહી છે. એટલું જ નહીં 51 તાલુકામાં સરકારે ઘાસ માટે સબસિડી આપી રહી છે. ઇનપુટ સબસિડીની રકમ ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવશે. એટલું જ નહીં જે ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો છે તેમને કમુરતા બાદ પાક વીમાની રકમ ચુકવવાની સીએમ તરફથી જાહેરાત કરવામાં આવી હતી. અછતગ્રસ્ત જાહેર કરવામાં આવેલા તાલુકાઓમાં રાજકોટના આઠ તાલુકાનો સમાવેશ થાય છે.

મગફળીની ખરીદી બાબતે નિવેદન

ટેકાના ભાવે મગફળીની ખરીદી અંગે સીએમ રૂપાણીએ જણાવ્યુ હતુ કે, રાજકોટ જિલ્લામાં 17,000 ખેડૂતોની મગફળી ટેકાના ભાવે ખરીદ કરવામાં આવી છે. આશરે 3,25,507 ક્વિન્ટલ મગફળી ખરીદ કરવામાં આવી છે. આ માટે સરકારે રૂ. 65 કરોડ ખેડૂતોને ચૂકવી આપ્યા છે.

રૂપાણીએ કૉંગ્રેસ પર કર્યા પ્રહારો

કોંગ્રેસના શાસનમાં ખેડૂતોને લંગડી વીજળી મળતી હતી. કોંગ્રેસના શાસનમાં લોનનું 18 ટકા વ્યાજ લેવાતું. જ્યારે અત્યારે સરકાર 7 ટકા લેખે લોન લઈ ખેડૂતોને ઝીરો ટકા વ્યાજે આપે છે. કેબિનેટે ટેમ્પરરી રૂ.500 કરોડ વ્યાજ પેટે ફાળવ્યા છે.

Related posts

એકલતાનો લાભ લઇ 10 વર્ષની બાળકી સાથે છેડછાડ કરી રહ્યો હતો નરાધમ, અચાનક જ…

Bansari

કોરોનાનો ફેલાતો અટકાવવા AMC દ્વારા ફોગીંગ મશીનની ખરીદીમાં એક વર્ષમાં 90 ટકાનો આપ્યો ભાવ વધારો

pratik shah

‘જો ન્યૂડ ફોટા નહીં મોકલે તો…’ સગીરાને બ્લેકમેલ કરી વારંવાર શારીરિક સંબંધો બાંધ્યાં અને…

Bansari
Do NOT follow this link or you will be banned from the site!