GSTV

સરકારનો પણ વાયદાનો વેપાર : કૃષિમંત્રીઅે પૈસા ચૂકવવા ખેડૂતોને અાપ્યો બીજો વાયદો

Last Updated on July 18, 2019 by Alap Ramani

રાજ્યમાં સરકારને ટેકાના ભાવે ચણા, તુવેર, રાયડો વેચનાર ખેડૂતોને આવતા અઠવાડીયે મળવાપાત્ર નાણા મળી જશે તેવી હૈયાધારણા રાજ્યના કૃષિ મંત્રી શ્રી આર.સી. ફળદુએ આપી છે.  ખેડૂતોને લાંબા સમયથી ખેત ઉપજ વેચાણના નાણા ન મળવા અંગે આર.સી. ફળદુને પુછતા તેમણે જણાવ્યું હતુ કે, ખેડૂતોની વાત સાચી છે. ટેકાના ભાવની ખરીદીના નાણા મેળવવા માટે રાજ્ય સરકાર દ્વારા કેન્દ્ર સરકારમાં પ્રયત્નો ચાલુ છે. વહીવટી પ્રક્રિયામાં થોડો સમય  જવાની સંભાવનાને ધ્યાને રાખી રાજ્ય સરકારે વચગાળાના ઉપાય તરીકે રીવોલ્વીંગ ફંડમાંથી ખેડૂતોને નાણા ફાળવવાનું નક્કી કર્યુ છે. ખેડૂતોને ૫૦૦ કરોડ જેવી રકમ આપવાની થાય છે. તે રીવોલ્વીંગ ફંડના માધ્યમથી આપવા માટે ફાઈલ નાણા વિભાગમાં મોકલવામાં આવી છે. ટૂંક સમયમાં જ મંજુરી બાદ આવતા અઠવાડીયે ખેડૂતોના ખાતામાં નાણા જમા થઈ જશે.

Related posts

હાહાકાર / દેશમાં શરૂ થઇ ઓમિક્રોનની દહેશત, 31 ડિસેમ્બર સુધી ‘લોકલાડીલા’ પ્રવાસન સ્થળોએ જાહેર કરાયો નાઈટ કરફ્યુ

Pritesh Mehta

સુરતના ડીંડોલી વિસ્તારમાં ગમ્ખવાર અકસ્માતમાં કાર ચાલકનું દર્દનાક મોત, બે મહિના પહેલા જ સુરત ખાતે થયો હતો સ્થાયી

pratik shah

Big Breaking / ભારતમાં કોરોના વાયરસના નવા વેરિઅન્ટ ઓમિક્રોનની એન્ટ્રી, અહીં નોંધાયા બે કેસ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!