GSTV

‘અચ્છે દિન ગયે’/ ખેડૂતોને ડીઝલની મોંઘવારી સાથે વીજબીલનો લાગશે ઝટકો, સરકાર આ બિલ લાવી તો એગ્રિકલ્ચર સેક્ટરમાં હાહાકાર મચશે

Last Updated on July 13, 2021 by pratik shah

આર્થિક સંકટનો સામનો કરી રહેલા ખેડૂતોને પર વધુ એક ફટકો પડવાનો છે. ડીઝલની મોંધવારીની સાથે સાથે જગતના તાતને વીજળી બિલનો પણ ઝટકો લાગી શકે છે. ઈલેક્ટ્રિસિટી એમ્પ્લોઇઝ ફેડરેશન ઓફ ઈન્ડિયાએ આશંકા વ્યક્ત કરી છે કે સૂચિત વીજ સુધારણા બિલ 2021 પસાર કરવામાં ઉતાવળ કરવાનો પ્રયાસ કરી રહી છે. જે ખેડૂતોની પહોંચની બહાર રહેશે. તમને જણાવી દઈએ કે ઘણા રાજ્યોમાં આ સમયે ખેડૂતો કાંતો ફ્રીમાં વીજળી મેળવી રહ્યા છે અથવા તો તેમની પાસેથી નજીવી ફી લેવામાં આવી રહી છે. છેલ્લા ઘણા મહિનાઓથી કેન્દ્રની સામે પ્રદર્શન અને આંદોલન કરનારા ખેડૂતોની માંગ છે કે આ બિલ પાસ ના થવું જોઈએ, તેઓ આ બિલ નહીં લાવવાની ઉગ્ર માંગ કરી રહ્યા છે.

જો કે કેન્દ્ર સરકાર અને આંદોલનકારીઓની વચ્ચે 30 ડિસેમ્બર 2020નાં રોજ થયેલી વાતચીતમાં સરકાર વીજ સુધારણા બિલ પર ખેડૂતોની માંગ પર પણ રાજી થઈ ગઈ હતી. પરંતુ 29 જૂન 2021 ના રોજ કેન્દ્રીય વીજળી પ્રધાન આર.કે.સિંઘના નિવેદને ફરીથી આ મુદ્દાને હવા આપી છે. તેમણે જણાવ્યું કે વીજળી (સુધારા) બિલને જુલાઈમાં શરૂ થઈ રહેલા સંસદના ચોમાસા સત્રમાં રજૂ કરવામાં આવે તેવી સંભાવના છે. સત્ર દરમિયાન બિલ પાસ કરાવવા પર પણ ભાર મૂકવામાં આવશે.

ઈલેકટ્રીસિટી એમ્પ્લોઇઝ ફેડરેશન ઓફ ઈન્ડિયાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ સુભાષ લાંબાનું કહેવું છે કે આ સૂચિત બિલ તમામ પ્રકારની ક્રોસ સબસીડી દૂર કરશે અને ગ્રાહકોને પૂરી પાડવામાં આવતી વીજળીની વાસ્તવિક કિંમત ચૂકવવા દબાણ કરશે. એટલે કે, વીજળીનો સંપૂર્ણ ખર્ચ ખેડૂતોએ ચૂકવવો પડશે.જો આમ થશે તો કૃષિ ક્ષેત્રોનો સંપૂર્ણ નાશ થશે.

હાલમાં તો ગ્રામીણ વિસ્તારો અને ખાસકરીને ખેડૂતોને સબસિડીના દર પર વીજળી પ્રાપ્ત થાય છે. પરંતુ આ બિલની જોગવાઈ મુજબ, ખાનગી કંપનીઓ વીજ ક્ષેત્રમાં આવશે. તેમને ગ્રાહકની પસંદગી કરવાનો અધિકાર હશે કે કોને વીજળી આપવી જોઈએ અને કોને ના આપવી જોઈએ. તો પછી તેઓ શા માટે ગ્રામીણ વિસ્તારોમાં જશે?ખાનગી કંપનીનો હેતુ નફો કમાવવાનો છે ના તો જનકલ્યાણના કાર્યો ન કરવાનો છે.

લાંબાના જણાવ્યા મુજબ આ સમય વીજળીના પુરવઠાનો સરેરાશ ખર્ચ એકમ દીઠ 6 રૂપિયા જેટલો થાય છે. ત્યારે આવી પરિસ્થિતિમાં તમે ગણતરી કરો છો કે કૃષિ માટે વપરાતી વીજળીની વાસ્તવિક કિંમત ચૂકવવી પડે તો ખેડુતોને કેટલી મુશ્કેલીનો સામનો કરવો પડશે. રાજ્ય સરકારો પણ ખેડુતોને કૃષિ કાર્ય માટે અમર્યાદિત વીજળીનો ઉપયોગ કરવાની મંજૂરી આપી શકશે નહીં. વીજળીનું જે પણ બિલ આવે તે પહેલાં ખેડૂત તેને પૂરેપૂરું ચુકવણું કરશે. બાદમાં રાજ્ય સરકારો જો ઈચ્છે તો ખેડુતોને સબસિડી આપી શકે છે.

શું છે ક્રોસ સબસીડી?


તમને જણાવી દઈએ કે સબસીડી અને ક્રોસ સબસીડી વચ્ચે બહુ મોટો અંતર છે. વીજળી ક્ષેત્રના જાણકારોના અનુસાર ક્રોસ સબસીડી એક એવી વ્યવસ્થા છે કે જેમાં શ્રીમંત એટલે કે પૈસાદાર ગ્રાહક ગરીબ ગ્રાહકોને આપવામાં આવતી સબસિડી અથવા સસ્તી વીજળી સરેરાશ ખર્ચ કરતા વધુ ચૂકવીને વળતર આપે છે. જેમાં મુખ્ય લાભાર્થીઓ કૃષિ, ગ્રામીણ અને ઘરેલું ગ્રાહકો છે.

ખેતી ક્ષેત્રમાં વીજળીનો ખર્ચ કેટલો છે?

કેન્દ્રીય કૃષિ મંત્રાલય અનુસાર, દેશના કુલ વીજ વેચાણમાં કૃષિ ક્ષેત્રનો હિસ્સો વર્ષ 2018-19માં 17.94 ટકા હતો. જ્યારે 2016-17માં તે 18.01 ટકા હતો. દક્ષિણ રાજ્યો જેવા કે આંધ્રપ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, કેરળ, તામિલનાડુ, પુડ્ડુચેરી અને લક્ષદ્વીપમાં કૃષિ ક્ષેત્રે સૌથી વધુ 24.39 ટકા જેટલી વીજળી વપરાય છે.

જ્યારે પશ્ચિમ ક્ષેત્રના રાજ્યો જેવા કે ગુજરાત, મધ્યપ્રદેશ, છત્તીસગઢ મહારાષ્ટ્ર અને ગોવા વગેરેમાં વીજળીનો 23.59 ટકા કૃષિ ક્ષેત્રે ઉપયોગ થતો હતો. ઉત્તર ક્ષેત્રોના રાજ્યો જેમકે હરિયાણા, હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, પંજાબ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને દિલ્હી જેવા રાજ્યોમાં વીજળીનો વપરાશ 22.36 ટકા કૃષિ ક્ષેત્રે થયો.

પાંચ ગણી વધી જશે વીજળીથી સિંચાઈની ખપત

ખેડૂત શક્તિસંઘના અધ્યક્ષ પુષ્પેન્દ્ર સિંહે જણાવ્યું કે ગત વર્ષમાં એક વર્ષની અંદર ડીઝલના ભાવ(Diesel price)માં અંદાજીત 25 રૂપિયા પ્રતિ લિટરની વૃદ્ધી થઈ છે. ત્યારે તેવામાં કૃષિ ક્ષેત્રમાં આપવાવાળી વીજળીનો પણ સાચો ભાવ વસૂલવામાં આવ્યો તો ખેડૂતોને મળવાવાળી વીજળી ઓછમાં ઓછી પાંચ ગણી મોંઘી થઈ જશે. જો ખેતીમાં જ ખર્ચ આટલો વધશે તો ખેડૂતો કેવી રીતે ખેતી કરી શકશે?

ખેતીની મુખ્ય જરૂરીયાત છે સસ્તું પાણી


બિહાર કિસાન સંઘના પ્રદેશ અધ્યક્ષ ધીરેન્દ્ર સિંહ ટુડ્ડુની માંગ સૌથી અલગ છે. તેઓ કહે છેકે જો ખેડૂતોએ પોતાના પાક માટે માત્ર સસ્તું પાણી જ જોઈએ. સરકાર તેને ગમેતે રીતે ઉપલબ્ધ કરવાએ. સામાન્ય દર પર પાણી મળશે તો ખેતી થશે, નહીંતર નહીં થાય. હાલમાં બિહારમાં ખેડૂતોને 75 પૈસા પ્રતિ યુનિટના દરથી વીજળી મળે છે. છત્તાં પણ ખેતી સંકટમાં છે. જ્યારે પ્રતિ યુનિટ પાંચ છ રૂપિયા લાગશે તો ત્યારે શું થશે? ખેતીમાં જે માંડ ગણ્યાં ગાંઠ્યા લોકો છે તેઓ પણ શહેરની તરફ પલાયન કરશે.

રાજ્યભાવસબસ્કાઈબર્સની સંખ્યા (31.3.2019
આંધ્રપ્રદેશ  શૂન્ય1740418
કર્ણાટકા શૂન્ય2969013
પંજાબ  શૂન્ય1378960
તમિલનાડું  શૂન્ય2117440
તેલંગાણા  શૂન્ય2305318

કેન્દ્રીય કૃષિ મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં કૃષિ ક્ષેત્ર 140.1 મિલિયન હેક્ટર છે. તેમાંથી માત્ર 68.4 મિલિયન હેક્ટરમાં જ સિંચન થયું છે. એટલે કે, વાવેતર ક્ષેત્રનો 51.2 ટકા ભાગ સિંચાઇ થયેલ છે. બાકીનો નથી. બીજી તરફ ડીઝલનું અત્યંત મોંઘુ થવું અને મોંઘા વીજળીનો ડર ખેડૂતોને બેચેનની સાથે સાથે ચિંતા પણ વધારી રહ્યો છે. દેશની લગભગ 65 ટકા વસ્તી પોતાની આજીવિકા માટે કૃષિ પર નિર્ભર છે.

રાષ્ટ્રીય રેનફેડ એરિયા ઓથોરીટી(National Rainfed Area Authority) પણ માને છે કે દેશમાં ફક્ત 48 ટકા જ સિંચાઈ વિસ્તાર છે. તેના તેના સીઈઓ ડો.અશોક દલવાઈ છે. તે જ દલવાઈ, જેમની સરકારે ખેડૂત આવક ડબલિંગ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી છે.

વિરોધ કરવાની યોજના શું છે?

સુભાષ લાંબા કહે છે કે સૂચિત વીજળી બિલ સામે 19 જુલાઈએ દેશવ્યાપી વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. જ્યારે 27 જુલાઇએ કર્મચારીઓ અને ઇજનેરોનું પ્રતિનિધિમંડળ કેન્દ્રીય ઉર્જા પ્રધાન આર.કે.સિંઘને મળશે. 3, 4 અને 5 ઓગસ્ટે શ્રમ શક્તિ ભવન દિલ્હીની સામે સત્યગ્રહ યોજાશે. જ્યારે 10 ઓગસ્ટે દેશવ્યાપી હડતાલ કરવામાં આવશે.

કયા નિયમ દ્વારા સસ્તી અને મફત વીજળી મળી રહી છે?

નિષ્ણાતો કહે છે કે વીજળી અધિનિયમ, 2003 ની કલમ 65 મુજબ રાજ્ય સરકારો નિર્ધારિત ટેરિફમાં કોઈપણ ગ્રાહક અથવા ખેડૂતને કોઈ પણ સબસિડી આપી શકે છે. કેટલાક રાજ્યો ખેડૂતોને સબસિડી આપે છે. જે રાજ્ય વીજળી કમિશન દ્વારા નિયત કરાયેલ ટેરિફ અથવા 100% સબસિડીનો ભાગ હોઈ શકે છે. કેન્દ્ર સરકારે આ અધિનિયમમાં સુધારો કરીને વીજ સુધારણા કાયદાનો ડ્રાફ્ટ તૈયાર કર્યો છે.

રાજકીય રમતમાં મોટો ખેલ છે વીજળીનો, શું કરશે સરકાર?

ખેડૂતોને આપવામાં આવવાળી વીજળી પમ એક રાજકીય મુદ્દો છે, કારણકે 14.5 કરોડ કૃષિ પરીવાર એક મોટી વોટબેન્ક છે, ત્યારે હવે જોવાનું એ છે કે કૃષિ અને ખેડૂતોને પોતાના એજન્ડામાં સૌથી ઉપર રાખવાના દાવો કરવાવાળી મોદી સરકાર આ મામલે શું ઉપાય નિકાળશે, જ્યારે કે તેઓ પ્રથમ વખત નવા કૃષિ કાયદા પર ઘેરાયેલી છે. હાલમાં તો ખેડૂત આંદોલનને જોતા પંજાબ સરકારે 2021-22ના બજેટમાં પણ ફ્રી વીજળીનો દાવ રમ્યો છે. તે માટે 7180 કરોડ રૂપિયાની વ્યવસ્થા કરી છે. પંજાબ છોડીને ફક્ત 4 રાજ્યો એવા છે જ્યાં ખેડૂતોને ફ્રી વીજળી મળે છે.

READ ALSO

Related posts

પીએમ મોદીનો આજે 71મો જન્મદિવસ: યોગી-શાહ-રાષ્ટ્રપતિએ પાઠવી શુભેચ્છા, દેશભરમાં આ ખાસ અંદાજમાં ઉજવણી

Bansari

ગજબ / મુંબઈથી પ્રયાગરાજ જતી ટ્રેનમાં રાખેલી શબપેટીમાંથી મૃતદેહ ગાયબ

Damini Patel

સરકાર બની ગઈ હોય તો હવે કામે લાગો: STના કર્મચારીઓનો કાળી પટ્ટી ધારણ કરી વિરોધ, આંદોલનના મૂડમાં છે કર્મચારીઓ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!