GSTV

કઠોળના ખેડૂતોને પાકના નહીં મળે ભાવ, કેન્દ્ર સરકારનો આ નિર્ણય વિલન બનશે

કોરોનાના સંકટકાળમાં શાકભાજી – કઠોળ-દાળના ભાવ આસમાને પહોંચતા લોકો મોંઘવારીમાં પીસાઇ રહી છે. આથી કેન્દ્ર સરકારે રાજ્યોને છુટક વેચાણ માટે મગ અને અડદ દાળનો જથ્થો સબસિડીના ભાવે પુરો પાડવાની રજૂઆત કરી છે. ગ્રાહક બાબતોના સચિવ લીના નંદને આ માહિતી આપતા કહ્યુ કે, તેનાથી કઠોળ-દાળના ઉંચે રહેલા ભાવને વધતા અટકાવવામાં મદદ મળશે. રાજ્યોને મગ દાળ પ્રતિ 1 કિગ્રા 92 રૂપિયા અને અડદ 84 રૂપિયા પ્રતિ 1 કિગ્રાના ભાવે ઉપલબ્ધ કરાવવામાં આવશે જે હાલના બજાર ભાવ કરતા નીચા છે.  . તેમણે વધુમાં કહ્યુ કે, છુટક ભાવવધારાને રોકવા માટે આ નવી વ્યવસ્થા છે, જેને કેન્દ્રીય મંત્રીમંડળે મંજૂરી આપી દીધી છે. જોકે, બજારમાં કઠોળ સસ્તા ભાવે વેચાણ થવા લાગશે તો વેપારીઓ ખેડૂતોને નીચા ભાવે વેચવા પર મજબૂર કરશે જેમાં ખેડૂતોનો મરો થશે.

આ પહેલા કેન્દ્ર સરકારે રાજ્યોને પ્રોસેસિંગ થયેલ મગ અને અડદ દાળનો પુરવઠો માત્ર જથ્થાબંધ કે એક અથવા અડધા કિગ્રાના પેકેટમાં આપવાની રજૂઆત કરી હતી. રાજ્યોને આ દાળ પ્રાઇસ સ્ટેબિલાઇઝેશન ફંડ (પીએસએફ) હેઠળ બનાવેલ બફર સ્ટોકમાંથી પુરી પાડવામાં આવશે. રાજ્યો પોતાની જરૂરિયાતનું આંકલન કરી, એડવાન્સ પેમેન્ટ બાદ માલ ઉપાડી શકે છે.

નંદને કહ્યુ કે, આ દાળ સબસિડીના ભાવે કઠોળની નવી આવક સુધી બે મહિના માટે  પુરી પાડવામાં આવશે. તેમાં લઘુત્તમ ટેકાના ભાવ અને અન્ય ટેક્સ શામેલ થશે. મગની માટે ઓર્ડર 14 સપ્ટેમ્બર જારી થઇ ચૂક્યુ છે. તો અડદની માટે આની પ્રક્રિયા ચાલુ છે. 

પ્રોસેસિંગ, ઉપાડ અને ટ્રાન્સપોર્ટેશનના ખર્ચની સાથે ડીલરનું માર્જિન કેન્દ્ર સરકાર ભોગવશે. અગાઉ આવું ન હતુ. વધુમાં જણાવ્યુ કે, આ દાળનો જથ્થો એમએસપીની સાથે અન્ય કરવેરા ઉમેરીને આપશે. ઉદાહરણ તરીકે રાજ્યોને મગ દાળ 92 રૂપિયા પ્રતિ કિગ્રાના ભાવે આપશે, જ્યારે હાલ છુટક બજારમાં તેનો ભાવ રૂ.100 બોલાઇ રહ્યો છે. તેમણે કહ્યુ કે, આવી જ રીતે રાજ્યોને બફર સ્ટોકમાંથી અડદ દાળ 84 રૂપિયા પ્રતિ કિગ્રાના ભાવે આપવાની રજૂઆત કરાઇ છે.

READ ALSO

Related posts

સોનાક્ષી સિંહાએ સમૂદ્રમાં ડાઇવ લગાવી અને માછલીઓ સાથે તરવા લાગી

Pravin Makwana

દક્ષિણ ગુજરાતમાં ગુજસીટોક હેઠળ પ્રથમ કેસ આસીફ ટામેટા ગેંગ સામે સુરત ક્રાઇમ બ્રાન્ચમાં નોંધાયો

Nilesh Jethva

પીએમની મુલાકાત બાદ સીરમ ઈન્સ્ટીટ્યૂટના સીઈઓનું મોટુ નિવેદન, કોવિશીલ્ડના ઇમરજન્સી ઉપયોગ માટે વહેલી તકે શરૂ થશે પ્રક્રિયા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!