GSTV

સુપ્રીમની કમિટી ખેડૂતોને નથી મંજુર, કેવી રીતે બનશે સરકાર અને ખેડૂતો વચ્ચે વાત ?

સુપ્રીમ

સુપ્રીમ કોર્ટે કૃષિ કાયદા પર વિવાદનો નિવેડો લાવવા માટે ચાર સદસ્યોની કમિટી બનાવી છે. આ કમિટીમાં ખેડૂત નેતા ભુપિન્દર સિંહ માન, કૃષિ વૈજ્ઞાનિક ડો. પ્રમોદ કુમાર જોશી, કૃષિ વિશેષજ્ઞ ડો. અશોક ગુલાટી અને મહારાષ્ટ્રના ખેડૂત નેતા અનિલ ધનવંત સામેલ છે. પરંતુ ખેડુત નેતાઓનું કહેવું છે કે આ તમામ કાયદાઓનું સમર્થન કરી ચુક્યા છે, એવામાં રિપોર્ટ સરકારના પક્ષમાં જ રહેશે.

સુપ્રીમ

સુપ્રીમ કોર્ટ દ્વારા બનાવવામાં આવેલી કમિટી આગલા દસ દિવસમાં પોતાની પહેલી બેઠક કરશે. બેઠકના બે મહિનાની અંદર સુપ્રીમ કોર્ટને રિપોર્ટ સોંપવાની રહેશે. કમિટી તમામ પક્ષ સાથે વાત કરશે અને સીધી સુપ્રીમ કોર્ટને રિપોર્ટ કરશે.

ખેડૂતોની લડાઈ ચાલુ રહેશે

કમિટી પર છેડાયેલ જંગ વચ્ચે ખેડૂતોએ પોતાની લડાઈ ચાલુ રાખવાની વાત કહી દીધી છે. બુધવારે લોહરીના અવસર પર ખેડૂત સંગઠનોએ કહ્યું, કૃષિ કાયદા વિરુદ્ધ લડાઈ ચાલુ રહશે, સાથે જ 26 જાન્યુઆરી એટલે ગણતંત્ર દિવસ પર શાંતિથી ટ્રેક્ટર રેલી કાઢવાની વાત કહી છે. જો કે, આ મામલે સુપ્રીમ કોર્ટે પણ ખેડૂતોને નોટીસ આપી દીધી છે.

કમિટી પર ઉઠતા સવાલ વચ્ચે શતકરી સંગઠનના અધ્યક્ષ અનિલ ધનવંતે કહ્યું કે સુપ્રીમ કોર્ટે કમિટી બનાવવાનો નિર્ણય કર્યો છે, ખેડૂતોનું આ આંદોલન 50 દિવસથી ચાલુ છે અને આ દરમિયાન ઘણા ખેડૂતો શહિદ થયા છે. પરંતુ આંદોલનને રોકવું જોઈએ અને ખેડૂતોના હિતમાં કાયદો બનવો જોઈએ. જો નવા કાયદા ખેડૂતોને મંજુર નથી તો સરકારે એમાં સુધાર કરવો જોઈએ.

કોંગ્રેસે કમિટી પર ઉઠાવ્યા સવાલ

કોંગ્રેસ પાર્ટી તરફથી પણ સમર્થન આપવામાં આવ્યું છે. અને સુપ્રીમ કોર્ટ દ્વારા બનાવવામાં આવેલ કમિટીની આલોચના કરી છે. કોંગ્રેસે ખેડૂતોની ટ્રેક્ટર રેલીને સમર્થન આપવાનું એલાન કર્યું છે. કોંગ્રેસ પ્રવક્તા રણદીપ દુરજેવાલે કહ્યું કે, સુપ્રીમ કોર્ટે જે ચિંતા જારી કરી છે એમનું અમે સ્વાગત કરીએ છીએ. પરંતુ જે ચાર સદસ્યોની કમિટી બનાવી છે એ ચોંકાવનારી છે. આ ચાર સદસ્યો પહેલા જ કાયદાના પક્ષમાં મત આપી ચુક્યા છે. આ ખેડૂતો સાથે ન્યાય કરી શકશે એ સવાલ છે ? રણદીપ સુરજેવાલે કહ્યું, ‘આ ચાર તો મોદીજી સાથે ઉભેલા છે. આ શું ન્યાય કરશે. એક એ લેખ લખ્યો, એક એ મેમોરેન્ડમ આપ્યું. એક એ ચિઠ્ઠી લખી અને એક પિટિશનર છે.

Related posts

દેશના જવાનો માટે આવી ગયા છે Hi Tech શૂઝ, જે દુશ્મનો પર બાજ નજર રાખવા સહિત ફાયરિંગ પણ કરી શકશે

Mansi Patel

સિરાજે કર્યો ખુલાસો, સિડની ટેસ્ટમાં વંશીય ટિપ્પણી બાદ અમ્પાયર્સે તેને કહી હતી આ વાત…

Ali Asgar Devjani

મોતનો ખેલ/ અહીં કબડ્ડીની રિંગમાં શ્વાસ રોકાતા ખેલાડીનું થયું મોત, મેદાન પર જ ઢળી પડ્યો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!