PM Kisan Samman Nidhi : કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે ખેડૂતોની આવક બમણી કરવા માટે અનેક યોજનાઓ શરૂ કરી છે. જેમાં એક યોજના છે પીએમ કિસાન સન્માન નિધિ. આ યોજના હેઠળ, મોદી સરકાર દેશભરના ખેડૂતોને દર વર્ષે ત્રણ હપ્તામાં રૂ .6000 ની આર્થિક સહાય પૂરી પાડે છે.કિસાન સન્માન નિધિ યોજના હેઠળ, સરકાર સીધા જ તેમના બેંક ખાતામાં ખેડૂતોને નાણાં ટ્રાન્સફર કરે છે. અત્યાર સુધીમાં 7 હપ્તામાં 14000 કરોડ રૂપિયા ખેડૂતોના બેંક ખાતામાં ટ્રાન્સફર થયા છે.

પીએમ કિસાન યોજનાનો લાભ લેવા ખેડૂતોએ આ શરતો પૂરી કરવી પડશે
પરંતુ કેન્દ્ર સરકારે કિસાન સન્માન નિધિ યોજનામાં મોટો ફેરફાર કર્યો છે. વાર્ષિક 6 હજાર રૂપિયાનો લાભ લેવા ખેડૂતોએ સરકારની કેટલીક શરતો પૂરી કરવી પડશે. તે લોકોને આ યોજનાનો લાભ મળે છે. જેના નામે ખેતરો હશે. અગાઉ દેશના તમામ ખેડૂતોને આ યોજનાનો લાભ મળી રહ્યો હતો. જેની પાસે પૂર્વજોની જમીન હતી તેમને પણ ફાયદો થતો હતો.
પરંતુ સરકારના નવા ફેરફાર પછી આવા ખેડૂતોને હવે સન્માન નિધિનો લાભ મળશે નહીં. આ સિવાય જે ખેડૂતો ખેતી કરે છે, પરંતુ તેમની પાસે ખેતીલાયક જમીન નથી, તો તેઓને પીએમ કિસાન સન્માન નિધિનો લાભ મળશે નહીં.

સરકારે શું બદલાવ કર્યો
કિસાન સન્માન નિધિ યોજનામાં સરકારે કરેલા બદલાવ મુજબ હવે ફક્ત તે જ ખેડૂતોને લાભ મળશે જેની પાસે પોતાની જમીન છે. ખેડૂતોએ રજીસ્ટ્રેશન સમયે જ જમીન ટ્રાન્સફરના ડોક્યુમેન્ટ જમા કરવા પડશે.
પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લેવા માટે, પહેલા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવવુ પડશે. આ માટે, તમારે ક્યાંય જવાની જરૂર નથી, તેના બદલે તમે ઘરે બેઠા પોતાનું રજીસ્ટ્રેશન કરાવી શકો છો. આ માટે, તમારી ખેતરમાં નામ ટ્રાન્સફર કર્યાના ડોક્યુમેન્ટ , આધારકાર્ડ, મોબાઇલ નંબર અને બેંક એકાઉન્ટ નંબર હોવા જરૂરી છે. તમે પીએમ કિસાન યોજનાની ઑફિશિયલ વેબસાઇટ, pmkisan.nic.in પર જઈને પોતાનું રજીસ્ટ્રેશન કરાવી શકો છો.
Read Also
- લમ્પી વાયરસ : 24 કલાકમાં 2517 કેસ તો 110 પશુનાં મોત, 24 જિલ્લામાં હાહાકાર મચાવી રહ્યો છે વાયરસ
- સરકાર જવાબ આપે : 3 દિવસમાં પકડાયું 833 કિલો મેડ ઈન ગુજરાત ડ્રગ્સ
- Post Office Recruitment 2022 : ભારતીય ટપાલ વિભાગમાં એક લાખથી વધુ જગ્યાઓ ખાલી, બહાર પડ્યું જાહેરનામું
- શ્રીલંકાના પૂર્વ કેપ્ટનની મુશ્કેલીમાં વધારો / ક્રિકેટ બોર્ડે માંગ્યું 2 અબજ રૂપિયાનું નુકસાન, જાણો શું છે સમગ્ર મામલો
- ગુજરાતની ભાજપ સરકાર ચૂંટણીમાં ખેલશે હિન્દુત્વ કાર્ડ : બિલકિસ બાનો કેસ ઉદાહરણ