પદ્મ શ્રી અને અર્જૂન એવોર્ડથી સન્માનિત કેટલાય પૂર્વ ખેલાડીઓ કૃષિ કાયદાની વિરુદ્ધમાં પ્રદર્શન કરી રહેલા ખેડૂતોને સમર્થન કરતા દિલ્હી કૂચ દરમિયાન પ્રદર્શનકારીઓ વિરુદ્ધ કરવામાં આવેલા બળપ્રયોગના વિરોધમાં પોતાના એવોર્ડ પરત કરશે.
આ ખેલાડીઓમાં પદ્મ શ્રી અને અર્જૂન એવોર્ડ વિજેતા પહેલવાન કરતાર સિંહ, અર્જૂન એવોર્ડ વિજેતા બાસ્કેટ બોલ ખેલાડી સજ્જન સિંહ ચીમા અને અર્જૂન એવોર્ડ વિજેતા હોકી ખેલાડી રાજબીર કૌર પણ સામેલ છે. આ ખેલાડીઓએ કહ્યુ હતું કે, પાંચ ડિસેમ્બરે તે દિલ્હી જશે અને રાષ્ટ્રપતિ ભવનની બહાર પોતાનો પુરસ્કાર પરત કરશે.

Delhi: Chilla border (Delhi-Noida Link Road) closed in wake of protesting farmers blocking Delhi to U.P Link Road.
— ANI (@ANI) December 1, 2020
Delhi Traffic Police has issued an advisory requesting commuters travelling to Noida to take a U-turn from Ghazipur/Akshardham flyover & take Sarai Kale Khan route pic.twitter.com/oNRmlcbI1M
તેમણે દિલ્હી કૂચ કરી રહેલા ખેડૂતોને રોકવા માટે કેન્દ્ર સરકાર અને હરિયાણા સરકાર દ્વારા પાણીનો મારો અને ટિયર ગેસના અટેક કરવાની નિંદા કરી હતી. ચીમાએ મંગળવારે કહ્યુ હતું કે, અમે ખેડૂતોના દિકરાઓ છીએ અને ગત મહિનાઓથી શાંતિપૂર્ણ રીતે પ્રદર્શન કરી રહ્યા છીએ. હિંસાની એક પણ ઘટના આ દરમિયાન બની નથી.
વધુમાં તેઓ જણાવે છે કે, પણ જ્યારે દિલ્હી જતાં તેમના ભાઈઓ વિરુદ્ધ ટિયર ગેસનો ઉપયોગ કર્યો હોય, પાણીનો મારો કર્યો હોય, જો અમારા ભાઈઓની પાઘડી ઉછળતી હોય તો અમે અમારા એવોર્ડ પાછા શા માટે ન આપીએ ? અમે અમારા ખેડૂતોનું સન્માન કરીએ છીએ. અમારા આવા એવોર્ડની કોઈ જરૂર નથી, એટલા માટે એવોર્ડ પાછા આપી રહ્યા છીએ.
READ ALSO
- આને કહેવાય સરકાર/ સરકારના એક મંત્રાલયની ભૂલ થતાં આખી કેબિનેટે રાજીનામું આપી દીધું, વડાપ્રધાન પણ પદ પરથી હટી ગયા
- વેક્સિનેશનની તૈયારીઓ પૂર્ણ જુદા જુદા જિલ્લા-તાલુકાઓમાં પહોંચાડાયો વેક્સિનનો જથ્થો
- ઓસ્ટ્રેલિયન સ્પિનર લાયને ફટકારી ટેસ્ટ મેચોની ‘સદી’, હવે 400ના આંકડા પર છે તેની નજર
- કોરોના વેક્સિનનું કાઉંટડાઉન/ સવારે 10.30 કલાકે લાગશે પ્રથમ રસી, શરૂ થઈ રહ્યુ છે કોરોના વિરુદ્ધનું મહાઅભિયાન
- અમદાવાદ: યુવકને મોબાઈલમાં તીનપત્તી રમવું પડ્યું ભારે, રાજકોટ પોલીસના નામે થઇ કરોડોની ઠગાઈ