રાજ્ય સરકાર દ્વારા ગત રોજ ખેડૂતો માટે મહત્વપૂર્ણ પેકેજ જાહેર કર્યા બાદ રાજકોટના ઉપલેટામાં કોંગ્રેસનું ખેડૂત અધિકાર સંમેલન યોજાયું. જેમાં સૌરાષ્ટ્ર કોંગ્રેસના 11 ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા. પાક વીમો અને ખેડૂતોને દેવામાફી મુદ્દે ખેડૂત સમલેન યોજાઈ રહ્યું છે. આ સંમેલનમાં હાર્દિક પટેલ, ધારાસભ્ય લલિતભાઇ કગથરા, ચિરાગ કલારીયા સહિત અનેક નેતાઓ હાજર રહ્યા છે. ઉપલેટા બાપુના બાવલા ચોકમા કોંગ્રેસ દ્વારા પ્રતિક ઉપવાસ શરૂ કરવામાં આવ્યા છે. કોંગ્રેસના ખેડૂત અધિકાર સંમેલનને લઈને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે
આ આંકડાકીય માયાજાળ છે
ભાવનગરમાં અતિવૃષ્ટિને અને કમોસમી વરસાદને કારણે ખેડૂતોને ભારે નુકશાની સહન કરવાનો વારો આવ્યો છે..અને સરકારે ખેડૂતો માટે જાહેર કરેલા નવા પેકેજને ખેડૂતોએ માત્ર આકાડાકીય માયાજાળ ગણાવી હતી. સાથેજ ખેડૂતોએ પાક વીમાનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. કારણકે પાક વિમોએ ખેડૂતોનો હક્ક છે અને તે તેનું પ્રીમીયમ પણ ભરે છે. પરંતું ક્યારે પણ તેમને આજદિન સુધી વળતર નથી મલ્ય. ત્યારે તે દિશામાં સરકાર મદદ કરે તેવી પણ માંગ ઉઠી છે..
નવસારીના ખેડૂતોની કમર ભાંગી નાખી
કમોસમી વરસાદે નવસારીના ખેડૂતોની કમર ભાંગી નાખી છે. ત્યારે સરકારે જાહેર કરેલી ચોપાલને ખેડૂતોએ અયોગ્ય ગણાવી છે. નવસારીમાં ઓગસ્ટ-સપ્ટેમ્બરના બે મહિનામાં જ અગિયારસોથી વધુ ખેડૂતોને નુકસાન થયાનો અંદાજ છે..અને ત્યારે 80થી 100 ટકા થયેલા નુકશાન સામે સરકારે 10 ટકાથી ઓછી સહાય જાહેર કરી હોવાનો આક્ષેપ લાગ્યો છે. તેમજ જીસેસીટીવી સાથે ખાસ વાતચીત સમયે સરકાર સામે આક્રોશ ઠાલવ્યો.
સરકાર નથી અપાવી શકી પાકવીમો
રાજ્ય સરકારે કમોસમી વરસાદથી પરેશાન ખેડૂતો માટે ત્રણ હજાર કરોડથી વધુનું રાહત પેકેજ જાહેર કર્યુ છે. જોકે સરકાર પાક વિમો અપાવી શકી નથી. તેને લઈને ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે. સરકાર પાકવિમાનું પ્રિમીયમ ભરાવવાનું બંધ કરે તેવી ખેડૂતોએ માંગ કરી છે.
કચ્છમાં કમોસમી વરસાદથી માતબર નુકસાન
રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો માટે 3795 કરોડનું પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. કમોસમી વરસાદના લીધે ખેડૂતોને મોટા પ્રમાણમા નુકશાન થયું છે. આ મામલે ખેડૂતોએ રજુઆત કરતા સરકારે રાહત પેકેજ જાહેર કર્યું છે. આ નિર્ણયને કચ્છના ખેડૂતોએ આવકાર્યો છે.
વીરપુરમાં અતિવૃષ્ટિના કારણે પાકનો બોલ્યો સોથ
વીરપુરના જલારામધામ પંથકમાં અતિવૃષ્ટીને કારણે પહેલાથી ખેડૂતોના મગફળી અને કપાસ જેવા પાક નાશ પામ્યા છે. ત્યારે અતિવૃષ્ટિ બાદ વીરપુરના ખેડૂત હરિભાઈએ પોતાના ખેતરમાં કપાસના પાકનું વાવેતર કર્યુ હતું. પરંતુ તેમા પણ ગુલાબી ઈયળો પડી. જેના કારણે ખેડૂત હરિભાઈએ ખેતરમાં ઉગાડેલો લીલોછમ પાક માલધારીઓના પશુઓને ચરવા મૂકી દીધો. તેમનું એમ કહેવું છે કે ગુલાબી ઈયળો કપાસના ઝીંડવાની અંદરનો ગર્ભ ખાઈ સેળવી નાખે છે. અને પાક ઉપર ગમે તેટલી જંતુનાશક દવાનો છંટકાવ કરીએ તો પણ અંદર ઝીંડવામાં રહેલી ગુલાબી ઈયળો નથી મરતી.
READ ALSO
- આણંદ / બોરસદના વાસણા ગામની પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજનના અનાજમાં જીવાત નીકળી
- અમદાવાદ / મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ આંધ્ર મહાસભાના ડાયમંડ જ્યુબિલી સોવેનિયરનું વિમોચન કર્યું
- VIDEO : અજગર સામે થથરી ગયો જંગલનો રાજા, ઉભી પૂંછડીએ ભાગ્યો સિંહ
- અરવલ્લી / બાયડમાં કોજણકંપા ગામના પ્રગતિશીલ ખેડૂતે આમળા સાથે જામફળની ખેતી કરી નવો ચીલો ચીતર્યો
- VIDEO : ચીનમાં ભયાનક અકસ્માત : 10 મિનિટમાં અથડાયા 46 વાહનો, 16 મોત, 66 ઈજાગ્રસ્ત