GSTV
World

Cases
6580972
Active
10329641
Recoverd
679539
Death
INDIA

Cases
565103
Active
1094374
Recoverd
36511
Death

દીપડાના આતંકથી બચવા ખેડૂતોએ શોધી કાઢ્યો અનોખો રસ્તો, આ આવિસ્કાર જોઈને મગજ ઘુમી જશે

મચ્છર ન કરડે તે માટે મચ્છરદાનીનો ઉપયોગ કરી શકાય. પરંતુ દીપડા સિંહ જેવા ખૂંખાર પ્રાણીઓથી બચવા માટે કોઇ ઉપાય ખરો. ત્યારે દીપડા જેવા રાની પશુઓથી બચવા માટે રાત્ર દરમિયાન ખેતરે જતા અને ખેતરમાં ઉંઘતા ખેડૂતોએ એક એવો જુગાડ શોધી કાઢ્યો છે જેનાથી બચાવી શકાય છે પોતાનો જીવ. સાંભળીને આશ્ચર્ય થાય પરંતુ વિસાવદર ધારી બગસરા પંથકમાં આદમખોર દીપડાઓનો એટલી હદે આતંક છેકે વનવિભાગ કોઇ પગલા ભરે કે ન ભરે ખેડૂતોએ પોતાની સેફટી માટે લોખંડની જાળીવાળા ખાટલાઓ જરૂરથી તૈયાર કરાવ્યા છે.

ખેડૂતોને ખેતરમાં પાણી વાળવા જતા હોય છે. ભૂંડથી રોજડાથી પાક બચાવવા માટે રાત્રે પણ ખેતરોમાં રોકાતા હોય છે. ત્યારે લોખંડની જાળીથી તૈયાર કરેલા આ પ્રકારના ખાટલામાં તેઓ આરામથી નિશ્ચિંત થઇને મીઠી નિંદ્રા માણી શકે છે. તેઓને નથી રહેતો સિંહ દીપડા કે કોઇ અન્ય જનાવરનો ડર.

આ પંથકમાં દીપડાઓનો એટલી હદે આતંક છે કે વનવિભાગે તો પાંજરા મૂકીને સંતોષ માની લીધો છે..પરંતુ રાત્રે ખેતરોમાં જીવના જોખમે જતા ખેડૂતો માટે હંમેશા રાની પશુઓનો ડર રહે છે. ત્યારે હવે તો આ પંથકના ખેડૂતોએ એક એવો જુગાડ તૈયાર કરી લીધો છે…જેમાં 6 ફૂટના ખાટલામાં ફીટ કરી શકાય તેવી લોખંડની જાળી સાથે એક લારી જેવો જ બેડ તૈયાર કર્યો છે ખેતરમાં સાથે લઇ જાય છે અને પાણી વાળીને નિરાંતે ખેડૂતો ઉંઘી જાય છે. પછી ભલેને ગમે તે પ્રાણી આવે આ પ્રકારની દીપડાદાનીથી ખેડૂતો આસાનીથી પોતાનો જીવ બચાવી શકે છે.

READ ALSO

Related posts

બગસરા અને ગોંડલ પંથકમાં ધોધમાર વરસાદ, ખેતીના પાકને મળ્યું જીવનદાન

Nilesh Jethva

ઇન્કમટેક્સ વિભાગ દ્વારા 2019માં શરૂ કરવામાં આવેલો આ પાઇલટ પ્રોજેક્ટ થયો સફળ, કરદાતાની મુશ્કેલી ટળી

Nilesh Jethva

અમદાવાદના પૂર્વમાં હત્યાનો સિલસિલો યથાવત, ભાઈપુરા વોર્ડમાં યુવકની બરહેમીથી હત્યા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!