GSTV

તંત્રએ નર્મદાનું પાણી ન આપતા આ તાલુકાના લોકોએ જાત મહેનતે બનાવી દીધા 8 તળાવ

બનાસકાંઠાના દાંતીવાડા તાલુકાના ખેડૂતોએ જળસંચયની કામગીરી માટે એક કરોડ રોકડ એકત્ર કરી. જેમાંથી આઠ જેટલા તળાવનું નિર્માણ કર્યું. દાંતીવાડા તાલુકામાં બે મુખ્ય ડેમ છે. વારંવાર નર્મદાના પાણી માટે રજૂઆત કરી હોવા છતાં ખેડૂતોને નર્મદાનું પાણી મળતું નથી. જેથી ખેડૂતોએ પાણી માટે નિર્ધાર કર્યો. અને જાતે જ જળસંચયની કામગીરી હાથ ધરી છે.જેમાં 30 ગામોમાં ખેડૂતોએ સહકારની ભાવનાથી એકત્ર થઇ પોતાની શક્તિ મુજબ યોગદાન આપ્યું. જે યોગદાન થકી એક કરોડ જેટલી માતબર રકમ ભેગી થઈ હતી. જે રકમથી આજે દાંતીવાડા તાલુકામાં આઠ મોટા તળાવો નિર્માણ પામ્યા છે.ખેડૂતોને આશા છે કે સારો વરસાદ થશે અને તળાવો ભરાવાથી તેમની વર્ષો જૂની પાણીની સમસ્યા દૂર થશે.

દાંતીવાડાના 20 ગામના ખેડૂતોએ એકઠા થઇ જળસંચયની ઉત્કૃષ્ટ કામગીરીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. માત્ર તેઓએ નાણાં એકત્ર ન કર્યા પરંતુ તેની સાથે સાથે કામગીરીમાં પણ જોડાઇને શ્રમદાન કર્યું. જેથી આજે આ વિસ્તારમાં આઠ જેટલા તળાવો નિર્માણ પામ્યા છે. આજે પણ આ તળાવની કામગીરીમાં જે કામગીરી ચાલી રહી છે કામગીરીમાં ખેડૂતો જાતે મહેનત કરી પોતાના ગામના પાણીના તળ ઊંચા આવે તે માટે મહેનત કરી રહ્યા છે. તો 8 તળાવોના નિર્માણની આ કામગીરીમાં જેમની પ્રેરણાથી આ કાર્ય થયું છે તે નિવૃત નાયબ પોલીસ અધિક્ષક છે. એકતાની શક્તિ ખૂબજ મોટી હોય છે. જે વાત ત્રીસ ગામના ખેડૂતોએ સાબિત કરી છે.. દાંતીવાડા તાલુકાના 30 ગામો વચ્ચે આઠ મોટા જળાશયો નિર્માણ પામ્યા છે. જેમાં પાણી ભરાતા ખેડૂતો ખુશખુશાલ પણ છે.

READ ALSO

Related posts

પાકિસ્તાનનાં પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફે કારગીલ યુધ્ધને લઇને કરેલા દાવાથી મચ્યો હડકંપ

Nilesh Jethva

દેશભરમાં કોરોનાના આતંક વચ્ચે દશેરા નિમિતે રાવણના પૂતળાનું દહન કરવામાં આવ્યું

Nilesh Jethva

શિયાળામાં હવે નહીં થાય હોઠ ફાટવાની તકલીફ, બસ આટલી બાબતોનું રાખો ખાસ ધ્યાન

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!