GSTV
Home » News » સરકાર નીતિ બદલે નહીંતર તેઓ સરકારને બદલી નાખશે : ખેડૂતોનો દિલ્હીમાં હુંકાર

સરકાર નીતિ બદલે નહીંતર તેઓ સરકારને બદલી નાખશે : ખેડૂતોનો દિલ્હીમાં હુંકાર

દિલ્હીમાં વિરોધ માર્ચ બાદ ખેડૂતોએ હુંકાર ભરી છે કે સરકાર નીતિ બદલે નહીંતર તેઓ સરકારને બદલી નાખશે. ખેડૂતોનું કહેવું છે કે ચૂંટણી તો આવે અને જાય છે. પરંતુ સરકારની નીતિઓ ખોટી છે. સરકારને ખેડૂતો, મજૂરો અને ગરીબોને લઈને પોતાની નીતિઓને બદલવી જોઈએ. ખેડૂત રેલીમાં પહોંચેલા સીપીએમના મહાસચિવ સીતારામ યેચુરીએ મોદી સરકાર પર આકરા શાબ્દિક હુમલા કર્યા છે. યેચુરીએ કહ્યુ છે કે જનતાની અંદર ઘણો આક્રોશ છે.

લાખોની સંખ્યામાં ખેડૂત-મજૂરો દિલ્હી આવ્યા છે. તેમણે કહ્યુ છે કે સરકારે જનતાને દગો આપ્યો છે. જો જિંદગી બચાવવી હોય તો મોદી સરકારને હટાવો. યેચુરીએ કહ્યુ છે કે હવે અચ્છે દિન ત્યારે આવશે કે જ્યારે હાલની સરકાર જશે. સીપીએમના મહાસચિવ યેચુરીએ કહ્યુ છે કે 2019માં તેઓ પુરી કોસિશ કરશે કે આ સરકાર સત્તામાંથી દૂર થઈ જાય. આમ થવાથી ભારત બહેતર બની શકશે. તેમણે કહ્યુ છે કે આગામી સપ્તાહે તેઓ એક દેશવ્યાપી આંદોલનનું એલાન કરશે. યેચુરીએ કહ્યુ છે કે જેટલા નાણાં જાહેરાતો પાછળ વેડફાય છે.. તેટલા નાણાં ખેડૂતો પર ખર્ચ કરવામાં આવત.. તો આવી પરિસ્થિતિ ઉભી થાત નહીં.

  •  દિલ્હીમાં ખેડૂતોનું હલ્લાબોલ
  • નીતિ બદલો નહીંતર બદલીશું સરકાર
  • જનતાની અંદર અાક્રોશ  : સીતારામ યેચૂરી
  • સરકારે જનતાને દગો કર્યો છે.

Related posts

મૌલાનાની આ માર્ચ ઈમરાનખાનના ખેલને કરી દેશે ખતમ, પીએમ પદની ખુરશીનું કાઇન્ટડાઉન શરૂ

Mansi Patel

ફરિયાદ નોંધાવી હતી 1 લાખ રૂપિયાની ચોરીની, પોલીસને રિકવરીમાં મળ્યા 70 લાખ…..

NIsha Patel

ખેડૂતોની દિવાળી ગઈ સુધરી, લીલા દુકાળનો ભોગ બનેલા ખેડૂતોને 138 કરોડ ચૂકવાશે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!