GSTV

ખેડૂત આંદોલન/ જંતરમંતર ખાતે ખેડૂતોના દેખાવો, ટિકૈતે કહ્યું-ઊંઘમાં રહેલી મોદી સરકારને કેવી રીતે પાઠ ભણાવવો એ આવડે છે

ખેડૂત

Last Updated on July 25, 2021 by Damini Patel

ખેડૂત નેતા રાકેશ ટિકેતે કહ્યું હતું કે કેન્દ્ર સરકારને કેમ પાઠ ભણાવવો તે ખેડૂતોને બરાબર આવડે છે. જો સરકાર વલણ નહીં બદલે તો ખેડૂતો આ સરકારને ભારે પડી જશે.

ખેડૂત નેતા રાકેશ ટિકેટ સહિતના નેતાઓની આગેવાનીમાં 200 ખેડૂતોએ દિલ્હીના જંતર-મંતર ખાતે ખેડૂત સંસદ ભરીને કૃષિ કાયદાનો વિરોધ નોંધાવ્યો હતો. એ વખતે રાકેશ ટિકેટે જણાવ્યું હતું કે ખેડૂતોને બરાબર ખબર છે કે ઊંઘમાં રહેલી મોદી સરકારને કેવી રીતે પાઠ ભણાવવો.

ખેડૂતો કેન્દ્ર સરકારને ભારે પડી જશે

આ ખેડૂત નેતાએ ઉમેર્યું હતું કે જંતર-મંતર ખાતે યોજાતી ખેડૂત સંસદે બહેરી-મૂંગી કેન્દ્ર સરકારને જગાડવાનું કામ કર્યું છે. કૃષિ કાયદા પાછા નહીં ખેંચાય તો ખેડૂતો કેન્દ્ર સરકારને ભારે પડી જશે. પોતાને અવગણતા લોકો સાથે કેવું વર્તન કરવું તે ખેડૂતોને આવડે છે. ખેડૂતો દેશને એ પણ બતાવી રહ્યા છે કે સંસદ ખરેખર કેમ ચાલવી જોઈએ અને તેમાં કેવા મહત્વના મુદ્દા ઉઠવા જોઈએ.

રાકેશ ટિકેતે ખેડૂતોને સંબોધીને કહ્યું હતું કે તમારા આત્માના અવાજને અનુસરો અને ભારતમાં સ્વતંત્રતાનું વાતાવરણ બનાવવા માટે લડતા રહો. સિંઘુ બોર્ડરે કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂતોમાંથી 200 ખેડૂતોને જંતર-મંતર ખાતે પ્રદર્શનો કરવાની પરવાનગી આપવામાં આવી છે. દરરોજ 200 ખેડૂતો આવીને જંતર-મંતર ખાતે ખેડૂત સંસદ યોજે છે અને રાતે ફરીથી સિંઘુ બોર્ડર ચાલ્યા જાય છે. ખેડૂતોને 9મી ઓગસ્ટ સુધી જંતર-મંતર ખાતે પ્રદર્શનોની છૂટ મળી છે.

Read Also

Related posts

ગ્લોબલ કોવિડ સમિટમાં વડાપ્રધાન મોદીએ વિશ્વને આપ્યો સંદેશ, ભારતે કોરોના દરમિયાન 150 દેશોની કરી મદદ

Zainul Ansari

વર્ચસ્વની લડાઈ / આ બિઝનેસમાં મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી સામ-સામે, અદાણીએ 1.5 લાખ કરોડનું કરશે રોકાણ

Zainul Ansari

મોટા સમાચાર / સોનુ સુદ ગુજરાતમાં એક્ટિવ, આપ નેતાઓ સાથે અમદાવાદની ખાનગી હોટેલમાં બંધ બારણે કરી બેઠક

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!