GSTV

કિસાન ક્રેડિટ કાર્ડ: 20 હજાર બેંક શાખાઓમાં મળશે ખેડૂતોને 3 લાખની ભેટ!

PM

મોદી સરકાર દેશભરના ખેડુતોને કિસાન ક્રેડિટ કાર્ડ (કેસીસી) આપવા માટે એક મોટું અભિયાન શરૂ કરશે. આ અંતર્ગત 29 ફેબ્રુઆરીએ યુપીના ચિત્રકૂટમાં એક મોટો કાર્યક્રમ યોજવામાં આવશે, જેમાં વડા પ્રધાન પોતે ખેડુતોને કિસાન યોજનાઓનો લાભ અને કેસીસી આપશે. તે સાથે જ, દેશભરમાં 20 હજાર બેંક શાખાઓમાં એક સાથે કેસીસી જારી કરવામાં આવશે.

કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી નરેન્દ્રસિંહ તોમારે કહ્યું કે વડા પ્રધાન મોદી ઈચ્છે  છેકે, કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થીઓને કિસાન ક્રેડિટ કાર્ડ આપવામાં આવે, જેથી ખેડૂત સરળતાથી બેંકો પાસેથી લોન લઈ શકે છે. તેઓ પૈસા આપનારાઓની જાળમાં ફસાઈને મરે નહી. આ દ્વારા ખેતી માટે 3 લાખ રૂપિયા સુધીની લોન લઈ શકાય છે. આ લોન 4 ટકાના દરે ઉપલબ્ધ છે.

FPOની સરકાર પાસેથી 15 લાખ રૂપિયાની મદદ

સરકારે પશુપાલન તેમજ મત્સ્ય પાલન સેક્ટરોને પણ કેસીસી યોજનાના અવકાશમાં લાવવામાં આવી છે. તોમરે જણાવ્યુકે, 10 હજાર નવા ખેડૂત ઉત્પાદક સંગઠનોનું રજીસ્ટ્રેશન કરવવામાં આવી રહ્યુ છે. અને કૃષિને પ્રોત્સાહન આપવા માટે પ્રત્યેક એફપીઓને સરકાર પાસેથી 15 લાખ રૂપિયાની સહાયતા મળશે.

દેવાનો ભાર કેટલો?

મોટાભાગના ખેડૂતો દેવાના બોજ નીચે મરી જાય છે. કેન્દ્રીય કૃષિ મંત્રાલયે સંસદમાં એનએસએસઓના હવાલાથી રજૂ કરેલા અહેવાલ મુજબ, દેશના દરેક ખેડૂત પર સરેરાશ 47 હજાર રૂપિયાની લોન છે. જ્યારે પ્રત્યેક ખેડૂત પર સરેરાશ 12,130 રૂપિયાની લોન સાહૂકારોની છે.

ત્રણ કરોડ નવા કાર્ડ બનાવવાનું લક્ષ્યાંક

દેશમાં હાલમાં 6.67 કરોડ સક્રિય કિસાન ક્રેડિટ કાર્ડ્સ છે. પીએમ-કિસાન સન્માન નિધિના લગભગ 3 કરોડ લાભાર્થીઓ છે જેમની પાસે કેસીસી નથી. બેંકો પાસે પહેલેથી જ પીએમ-કિસાન લાભાર્થીઓ વિશેની મોટાભાગની માહિતી હોવાથી, બેંકોને ખેડૂતોને કેસીસી આપવામાં મુશ્કેલી પડશે નહીં.

READ ALSO

Related posts

Corona: લોકડાઉન ઉલ્લંઘન પર આ રાજ્યમાં 66 હજાર FIR દાખલ, 10 હજાર વાહન જપ્ત

Arohi

પૂરા 24 કલાક માટે આ જગ્યાએ બંધ રહેશે PUBG Mobile ગેમ, જાણો કારણ

Nilesh Jethva

આ દેશમાં કોરોનાએ એવો કહેર મચાવ્યો કે માસ્ક ખરીદવા કોઈ પણ કિંમત દેવા છે તૈયાર

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!