GSTV
World

Cases
3069645
Active
2495388
Recoverd
365002
Death
INDIA

Cases
86422
Active
82370
Recoverd
4971
Death

ખેડૂતો માટે સૌથી મોટી ખુશખબર, ખરીફ પાકોના ભાવમાં થશે 2થી 13 ટકાનો વધારો

ખેડુતો

દર વર્ષની જેમ આ વખતે પણ ખરીફ કૃષિ પાકોના લઘુત્તમ ટેકાના ભાવ – મિનિમય સપોર્ટ પ્રાઇસ (એમએસપી)માં વધાર કરવાની ભલામણ કરવામાં આવી છે. કમિશન ફોર એગ્રીકલ્ચર કોસ્ટ એન્ડ પ્રાઇસ (સીએસીપી) દ્વારા વર્ષ 2020-21 (જુલાઇ-જૂન)ની માટે ખરીફ કૃષિ પાકોના લઘુત્તમ ટેકાના ભાવ 2થી 13 ટકા સુધી વધારવાની ભલામણ કરી છે.

ખેડૂતોને રાહત મળશે

કોરોના વાયરસની મહામારીને લીધે માંગ પર ગંભીર અસર થઇ છે કારણ કે, અર્થવ્યવસ્થાની ગતિ ધીમી પડી ગઇ છે. એવામાં ટેકાના ભાવ વધારવાથી ખેડૂતોને રાહત મળશે. ભારતમાં ખરીફ સિઝન દરમિયાન ડાંગરનું સૌથી વધારે વાવેતર અને ઉત્પાદન થાય છે. ખરીફ કૃષિ પાકોના ટેકાના ભાવ વધારવા અંગે આગામી કેન્દ્રીય બેઠકમાં નિર્ણય લેવામાં આવી શકે છે.

સરકાર લઘુત્તમ ટેકાનો ભાવ કરે છે નક્કી

આ સરકારી પંચે કોમન અને એ-ગ્રેડ ડાંગરની એમએસપી 53 રૂપિયા વધારીને 1868 રૂપિયા અને 1888 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કરવાની ભલામણ કરી છે. આયોગે સૌથી વધુ એમએસપી નાઇઝર સીડની વધારવા ભલામણ કરી છે. નાઇઝર સીડની એમએસપી 755 રૂપિયા વધારીને 6695 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કરવાની ભલામણ કરાઇ છે. જ્યારે સૌથી ઓછી એમએમસપી મગની 146 રૂપિયા વધારીને 7196 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કરવાની ભલામણ કરી છે. કઠોળની એમએસપીમાં 146-300 રૂપિયા અને તેલીબિયાની એમએસપીમાં 170-235 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ વધારો કરવાની વાત કરી છે. નોંધનિય છે કે સરકાર 22 ખરીપ અને રવિ પાકોનો લઘુત્તમ ટેકાનો ભાવ (એમએસપી) નક્કી કરે છે.

કૃષિપાકવેરાયટીટેકાનો ભાવ (2020-21)ટેકાનો ભાવ (2019-20)ભાવ વધારવાની ભલામણ
રકમમાંટકાવારીમાં
ડાંગરકોમન1,8681,815532.9
ગ્રેડ-એ1,8881.835532.9
જુવારહાઈબ્રિડ2,6202,550702.7
માલદાનદી2,6402,570702.7
બાજરી2,1502,0001507.5
રાગી3,2953,1501454.6
મકાઈ1,8501,760905.1
તુવેર6,0005,8002003.4
મગ7,1967,0501462.1
અડદ6,0005,7003005.3
મગફળી5,2755,0901853.6
સુરજમુખી5,8855,6502354.2
સોયાબીનપીળી3,8803,7101704.6
તલ6,8556,4853705.7
નાઈઝર સીડ6,6955,94075512.7
કોટનમીડિયમ સ્ટેપલ5,5155,2552604.9
લોંગ સ્ટેપલ5,8255,5502755

READ ALSO

Related posts

China સાથેનાં સીમા વિવાદને લઈને અમેરિકન રક્ષામંત્રીએ રાજનાથસિંહ સાથે કરી વાતચીત

Mansi Patel

મોદી સરકારની આ કાયદાને લીધે વિશ્વમાં ખરડાઈ છબી, ભારે પડ્યો આ નિર્ણય

Arohi

1.0 સરકારમાં વિદેશોમાં મોદી પહોચ્યા પણ 2.0 તો મોદી તો ન પહોંચ્યા પણ આ 133 દેશોમાં સફર કરી આવી

Arohi
Do NOT follow this link or you will be banned from the site!