GSTV

મજૂરો, કર્મચારીઓનો કેન્દ્ર સરકાર સામે રોષ, 8-9 જાન્યુઆરીએ રાષ્ટ્રવ્યાપી આંદોલન

Last Updated on January 7, 2019 by

કેન્દ્ર સરકાર સામે ખેડૂતોની સાથે હવે મજૂરો અને કર્મચારીઓનો રોશ વધી રહ્યો છે, જેને પગલે આગામી આઠ-નવ જાન્યુઆરીએ એટલે કે મંગળવાર અને બુધવારે સમગ્ર દેશમાં મજૂર સંગઠનો આંદોલન કરશે. લઘુતમ વેતન ૧૮ હજાર કરવા તેમજ અન્ય સુવિધાઓની માગો સાથે દેશભરના હજારો મજૂરો બે દિવસ માટે કામથી દુર રહીને રસ્તા પર ઉતરી પોતાનો રોષ

ઠાલવશે. મજૂરો અને કામદારોના આ આંદોલનને દેશના મોટા ખેડૂત સંગઠનોએ પણ ટેકો જાહેર કર્યો છે અને આંદોલનમાં જોડાવાની ખાતરી આપી છે.

ઓલ ઇન્ડિયા કિસાન સભાના જનરલ સેક્રેટરી હનન મોલ્લાએ જણાવ્યું હતું કે કેન્દ્રની મોદી સરકાર ગ્રામીણ ભારતની પરિસ્થિતિ સુધારવામાં સંપૂર્ણપણે નિષ્ફળ રહી છે, ઉલટા પરિસ્થિતિ વધુ કથળી રહી છે. જેને પગલે ઓલ ઇન્ડિયા કિસાનસભા અને ભૂમિ અધિકાર આંદોલન ગ્રામીણ હડતાળ, રેલ-રોડ રોકો આંદોલનમાં જોડાશે, દેશભરના ટ્રેડ યુનિયનો, મજૂરો-કામદારોને અમારો સંપૂર્ણપણે ટેકો છે. જ્યારે સીઆઇટીયુના જનરલ સેક્રેટરી તપન સેને કહ્યું હતું કે જાહેર ક્ષેત્રના કર્મચારીઓ, અસંગઠીત સેક્ટરના કામદારો, પોર્ટ અને ડોક વર્કર્સ, બેંક-વિમાના કર્મચારીઓ, કંપનીઓના કર્મચારીઓ દરેક કામદાર અને મજૂર આ આંદોલનમાં જોડાઇ રહ્યા છે.

મોંઘવારી, બેરોજગારી, દરેક કર્મચારી કે મજૂર કે કામદારને લઘુતમ ૧૮ હજાર વેતન સહીતની માગોને ધ્યાનમાં રાખીને આ આંદોલન ચલાવવામાં આવશે તેમ વિવિધ સંગઠનોએ જણાવ્યું હતું. આ સંગઠનોની એક માગ ટ્રેડ યુનિયન સુધારા બિલ પણ છે. જેને કેબિનેટે મંજબર કર્યું છે. આ પગલાનો વિરોધ કરનારા મજૂર સંગઠનોએ જણાવ્યું હતું કે આ બિલથી સરકાર એવા કાયદા લાગી રહી છે કે જેનાથી કોઇ સુધારો થવાનો બદલે કર્મચારીને ગૂલામ બનાવી દેવામાં આવશે. આ દેશમાં દાસ પ્રથા થોપવામાં આવી રહી છે. સાથે આરોપ લગાવ્યો હતો કે રફાલ સોદાથી એચએએલને સંપૂર્ણપણે દુર રાખવામાં આવી. અને આ જ પ્રકારનું પગલું અન્ય સંરક્ષણ સોદામાં સરકાર કરી રહી છે, જેને પગલે એચએએલના કર્મચારીઓને પણ માઠી અસર થઇ રહી છે.

આ દેશવ્યાપી વિશાળ આંદોલનમાં દેશના મોટા ૧૦ યુનિયન જોડાઇ રહ્યા છે, જેમાં આઇએનટીયુસી,એઆઇટીયુસી, એચએમએસ, સીઆઇટીયુ, એઆઇસીસીટીયુ, યુટીયુસી, ટીયુસીસી, એલપીએફ અને સેવાનો સમાવેશ થાય છે. આ સંગઠનો ઉપરાંત દરેક સ્વતંત્ર વ્યાપારી સંગઠનો, ખેડૂતોના રાષ્ટ્રવ્યાપી સંગઠનો, ટેલિકોમ, બેંક, વિમા, રાજ્ય કર્મચારીઓ, દરેક સર્વિસ સેક્ટરના કર્મચારીઓ પણ જોડાયા છે. કુલ મળી ૨૦થી વધુ મોટા સંગઠનો અવાજ બુલંદ કરશે. જેને પગલે બે દિવસ માટે કેન્દ્રની મોદી સરકારને ભીસમાં લેવામાં આવશે અને તેની અસર સમગ્ર દેશ પર વ્યાપક સ્વરુપમાં પડવા જઇ રહી છે. 

Related posts

Proud / ભારતીય સેના માટે ‘દ્રોણાગિરી’ સાબિત થશે આ એરક્રાફ્ટ, ખાસિયતો જાણીને ચીન-પાકિસ્તાન પડી જશે ઢીલા

Pritesh Mehta

VIDEO / વિશ્વના આઠમા સૌથી ઊંચા શિખર પર ITBPના અધિકારીઓએ ફરકાવ્યો તિરંગો, જવાનોએ અદમ્ય સાહસ અને શોર્યનો કરાવ્યો પરિચય

Zainul Ansari

PM Modi US Visit : યુએસ પ્રવાસ પર 65 કલાકમાં 20 બેઠકો: ઘણું વ્યસ્ત રહ્યું પીએમ મોદીનું શિડ્યુલ

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!