GSTV
Home » News » રાજ્યમાં ખેડૂતની આવક-આપઘાતઃ જાણો ભાજપની સરકારમાં કિસાનની હાલત

રાજ્યમાં ખેડૂતની આવક-આપઘાતઃ જાણો ભાજપની સરકારમાં કિસાનની હાલત

રાજ્યમાં ભાજપ પોતાને ભલે ખેડૂતોની સરકાર ગણાવે. પરંતુ વાસ્તવિકતા એવી છે કે, છેલ્લા ચાર દિવસમાં સૌરાષ્ટ્રના ત્રણ ખેડૂતોએ આપઘાત કર્યો છે. ખેડૂતોના આપઘાતની ઘટના બાદ સરકારના દાવાની પોલ ખુલી છે. બે દિવસ પહેલા દ્વારકા જિલ્લાના નગડીયા ગામે આર્થિક સંકળામણને કારણે એક ખેડૂતે આત્મહત્યા કરી હતી. 33 વર્ષના યુવાન ખેડૂતે ગેસની ટીકડીઓ પી લેતા તેમનુ મૌત થયું હતું.

ત્યારે સુરેન્દ્રનગરના સાયલા તાલુકાના નાગડકા ગામે 45 વર્ષના ખેડૂતે ગળેફાંસો ખાઈ આપઘાત કરતા ચકચાર મચી. ખેડૂતના પરિવારજનોનો આક્ષેપ છે કે, પાક નિષ્ફળ જવાના કારણે આપઘાત કર્યો છે. સાયલા બાદ રાજકોટના જસદણમાં યુવા ખેડૂતે પાક નિષ્ફળ જવાના ડરે આપઘાત કર્યો હતો. મૃતક યુવા ખેડૂતને સંતાનમા એક પુત્ર જ છે. અને શિવરાજા માંજરિયાએ આપઘાત કરતા પરિવાર પર આફત આવી પડી.

છેલ્લા ત્રણ મહિનામાં નાણાકીય કટોકટી અને પાક નિષ્ફળ જવાના ભયથી 13 જેટલા ખેડૂતોએ આપઘાત કર્યા છે. ત્યારે કેન્દ્રીય કૃષિ મંત્રાલય દ્વારા ગુજરાતના ખેડૂતો અંગે બહાર પાડવામાં આવેલા આંકડા ચોંકાવનારા છે. એગ્રીકલ્ચર સ્ટેસ્ટીક્સ ૨૦૧૭ની પોકેટ બુકના ડેટા અનુસાર ગુજરાતમાં ખેડૂતોની સરેરાશ માસિક આવક રૂપિયા 3 હજાર 523 છે. જ્યારે ખેડૂતોના ઘરનો સરેરાશ માસિક ખર્ચ રૂપિયા બે હજાર 250 છે. જ્યારે સરેરાશ આવક રૂપિયા 5 હજાર 773 છે.

આ આંકડાઓ જુન ૨૦૧૨ અને જૂન ૨૦૧૩ વચ્ચેના છે. ગુજરાતના ખેડૂત પરિવારની સરેરાશ માસિક નેટ આવક હરીયાણા અને પંજાબના ખેડૂતોની આવક કરતા ત્રીજા ભાગની છે. મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના ખેડૂતોની માસિક આવક કરતા પણ ઓછી છે.

ખેડૂતોની આવક જાવકનું ગણિત જોઈએ તો…..

  • ખેડૂતોની આવક જાવકનું ગણિત જોઈએ તો.
  • પંજાબના ખેડૂતનો સરેરાશ ખર્ચ 11 હજાર 768, જેની સામે આવક 28 હજાર 117
  • એટલે ખર્ચ બાદ કરતા નેટ આવક 16 હજાર 349 રૂપિયા
  • હરિયાણાના ખેડૂતોનો સરેરાશ ખર્ચ 6 હજાર 288, તો સામે આવક 17 હજાર 144 રૂપિયા
  • ખર્ચ બાદ કરતા નેટ આવક 10 હજાર 916 રૂપિયા છે
  • કર્ણાટકના ખેડૂતની નેટ આવક 5 હજાર 129 રૂપિયા
  • આસામના ખેડૂતની નેટ આવક 4 હજાર 409 રૂપિયા
  • મધ્ય પ્રદેશના ખેડૂતની નેટ આવક 4 હજાર 254 રૂપિયા
  • મહારાષ્ટ્રના ખેડૂતની નેટ આવક 4 હજાર 21 રૂપિયા છે
  • કેરળના ખેડૂતોની નેટ આવક 3 હજાર 602 કરોડ છે
  • ગુજરાતના ખેડૂતોની નેટ આવક ફક્ત 3 હજાર 523 રૂપિયા

ગુજરાતમાં 43 ટકા જેટલા ખેડૂત પરિવારો દેવામાં ડૂબેલા છે તેવુ આ આંકડાઓ જણાવે છે. ગુજરાતમાં ૫૮.૭૨ લાખ ગ્રામીણ મકાનો છે તેમાંથી ૬૬.૯ ટકા કૃષિમાં સામેલ છે. કુલ ૩૯.૩૧ લાખ ગ્રામીણ પરિવારોમાંથી ૧૬.૭૪ લાખ ગ્રામીણ પરિવારો દેવામાં ડૂબેલા છે. રીપોર્ટ જણાવે છે કે, ૩૪.૯૪ લાખ પરિવારોએ પાક લોન લીધેલી છે જે 54 હજાર 277 કરોડની છે. ગુજરાતમાં ઓછો વરસાદ પડે છે અને દુષ્કાળના કારણે ખેડૂતો મોતને વ્હાલુ કરે છે. સરકાર ૨૦૨૨ પહેલા ખેડૂતોની આવક ડબલ કરવા માગે છે પરંતુ સરકારે આ માટે પ્લાન નક્કી કરવો જોઈએ.

આજે એવા અનેક નાના અને મધ્યમ ખેડૂત પરિવારો છે જેની માસિક આવક રીપોર્ટમાં દર્શાવેલ સરેરાશ આવક કરતા પણ ઓછી છે. એવા અનેક પરિવારો છે જેઓ મહિને બે હજારથી ઓછું કમાય છે. અનેક એવા ખેડૂતો છે જેમણે આ વર્ષે કપાસ વાવ્યો હતો પરંતુ તેમને પડતર પણ નીકળી નથી. આ ખેડૂતો જણાવે છે કે, ચોમાસુ પાક માટે એક ખેડૂત એક વિઘા કપાસ માટે બીજ, ખાતર, મજુરી વગેરે થઈને ૧૩ હજાર ૫૦૦ રૂપિયાનો સરેરાશ ખર્ચ કરતો હોય છે.

સારા વર્ષમાં તેને ૪૦૦ કિલો પાક મળે છે. જેના ૨૪ હજાર ૦૦૦ રૂપિયા થાય છે. હવે એ ઘટીને ૧૦૦ કિલો થઈ ગયો છે અને ખેડૂતને નેટ આવક ૫૦૦૦ની થાય છે. આ વર્ષ સૌથી વધુ ખરાબ છે કારણકે વરસાદ પડયો નથી. જેના કારણે ખેડૂતને પડતર એટલે કે કરેલા ખર્ચનું વળતર મળવાનું નથી.

Related posts

ઉનાળામાં નહીં ઉઠે પાણીના પોકાર, અત્યાર સુધીમાં આટલો પડી ચૂક્યો છે વરસાદ

Mayur

રાજકોટ એરપોર્ટ પરથી દિલ્હી અને મુંબઈ જતી ફ્લાઈટની સેવામાં મુકવામાં આવ્યો કાપ

Arohi

સૌરાષ્ટ્રના સૌથી મોટા મેળાનું રાજકોટમાં આયોજન, તંત્રએ રાઈડ્સના નિયમોમાં કર્યા આ ફેરફાર

Arohi
Do NOT follow this link or you will be banned from the site!