GSTV

ખેડૂતોની વધી રહી છે આવક : મોદી સરકારે કર્યો આ દાવો, જાહેર કર્યા આ આંક

ખેડૂતો

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ રાજ્ય મંત્રી કૈલાસ ચૌધરીએ દાવો કર્યો છે કે, હાલમાં ખેડૂતોની સરેરાશ માસિક આવક 8,167 રૂપિયા (2016-17) થઈ ગઈ છે. 2022 સુધીમાં ખેડૂતોની આવક (farmers income)બમણી કરવી એ મોદી સરકારની પ્રાથમિકતા છે. આ માટે ઘણી યોજનાઓ શરૂ કરવામાં આવી છે. 2022 સુધીમાં સરકાર ખેડૂતોની આવક (farmers income) બમણી કરશે. ઉલ્લેખનીય છે કે, સરકાર અત્યાર સુધી 2013-14માં NSSOના રિપોર્ટના આધારે ખેડૂતોની માસિક આવક (farmers income)6,426 રૂપિયા કહેતી આવી છે. ચૌધરીએ કહ્યું કે, 2014 પહેલા કૃષિ માટેનું બજેટ 25,000-30,000 કરોડ રૂપિયાની વચ્ચે હતું, પરંતુ મોદી સરકારે કૃષિ માટેનું બજેટ 1,50,000 કરોડ રૂપિયા પાર કરી દીધું છે.

ખેડૂતોની આવક (farmers income) બમણી કરવા માટે ખાસ સમિતિ બનાવી

મોદી સરકારે ખેડૂતોની આવક (farmers income)બમણી કરવાના પાસાઓની તપાસ માટે એપ્રિલ 2016માં એક આંતર-મંત્રી સમિતિની રચના કરી હતી. સમિતિએ સપ્ટેમ્બર 2018માં તેનો અહેવાલ સરકારને આપ્યો છે. સમિતિએ ખેડૂતોની આવકમાં વધારાના 7 મુખ્ય સ્ત્રોતની ઓળખ કરી. જેમાં પાકની ઉત્પાદકતામાં સુધારો કરવો, પશુધનની ઉત્પાદકતામાં સુધારો કરવો અને ઉત્પાદન ખર્ચ બચાવવા સહિતની બાબતો શામેલ છે. કૃષિ નિષ્ણાંતો કહે છે કે, ખેડૂતોને રોકડ સહાય આપવામાં આવી રહી છે, ત્યારથી તેમની આર્થિક સ્થિતિમાં થોડો સુધારો થયો છે. નહિંતર કેન્દ્ર અથવા રાજ્ય સરકારો દ્વારા મોકલાયેલ નાણાં ફાઇલો દ્વારા નેતાઓ અને અધિકારીઓના ઘરે પહોંચી જાય છે. તો જાણીએ કે ખેડૂતોને સીધો ફાયદો ક્યાં ક્યાં મળી રહ્યો છે.

ક્યાં ક્યાંથી મળી રહ્યો છે ખેડૂતોને સીધો ફાયદો

મોદી સરકાર તરફથી તમામ રાજ્યોના ખેડૂતોને વાર્ષિક 6000 રૂપિયાની રોકડ સહાય. એક વર્ષમાં આશરે 51 હજાર કરોડ રૂપિયાની રોકડ સહાય ખેડૂતોને મળી ચુકી છે. તેલંગાણામાં દર વર્ષે 8000 રૂપિયા મળી રહ્યા છે. બે સીઝનમાં 4000-4000 રૂપિયા. ખેડૂતોને રોકડ રકમ આપવાની શરૂઆત તેલંગણાએ જ કરી. આંધ્રમાં વાર્ષિક 10 હજાર રૂપિયા મળી રહ્યા છે. કેન્દ્ર સરકાર તરફથી 6000 રૂપિયા અને રાજ્ય તરફથી 4000 રૂપિયા. ઓડિશામાં ખરીફ અને રવી સિઝન દરમિયાન વાવણી માટે નાણાકીય સહાય તરીકે કુટુંબ દીઠ 5-5 હજાર રૂપિયા એટલે કે વાર્ષિક 10,000 રૂપિયા આપવામાં આવે છે. ઝારખંડમાં ખેડૂતોને વાર્ષિક 25 હજાર રૂપિયા આપવામાં આવી રહ્યા છે, જ્યારે હરિયાણામાં ખેડૂતોને વાર્ષિક 6000 રૂપિયા પેન્શન આપવામાં આવી રહ્યું છે.

આ રીતે થઈ રહ્યો છે આવક વધારવાનો પ્રયાસ

  • રાજ્ય સરકારો દ્વારા બજારમાં સુધારા.
  • મોડલ કોન્ટ્રાક્ટ ફાર્મિગને પ્રોત્સાહન આપવું ખેડૂતોને ઇલેક્ટ્રોનિક ઓનલાઇન ટ્રેડિંગ પ્લેટફોર્મ પ્રદાન કરવા માટે ઇ-નામની શરૂઆત સોઇલ હેલ્થ કાર્ડ યોજના,જેથી ખાતરનો ઉપયોગ જરૂર મુજબ થાય.
  • પરંપરાગત કૃષિ વિકાસ યોજના હેઠળ સજીવ ખેતીને પ્રોત્સાહન દરેક અભિયાન પર વૃક્ષ અભિયાન એટલે કે કૃષિ વનીકરણને પ્રોત્સાહન.
  • આગામી પાંચ વર્ષમાં 10 હજાર એફપીઓ-ખેડૂત ઉત્પાદક સંસ્થાઓ સ્થાપનાનું લક્ષ્ય બાસની ખેતીને ઝાડની શ્રેણીમાંથી દૂર કરીને પ્રોત્સાહિત કરવું.
  • 100% લીમડાનો કોટેડ યુરિયાથી જમીનની સ્થિતિમાં સુધારો કરવાની ઝૂંબેશ ન્યૂનતમ સપોર્ટ પ્રાઈસ (એમએસપી)ને ઉત્પાદન ખર્ચથી 150 ટકા સુધી વધારવાની મંજૂરી.
  • કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ખેતી માટે 6000ની સહાય.
  • કિસાન ક્રેડિટ કાર્ડના કવરેજને વધારવાની ઝૂંબેશ.
  • કિસાન ક્રેડિટ કાર્ડ લેવા પર પાક વીમો લેવો ફરજિયાત છે પીએમ કિસાન સન્માન નિધિ યોજના સાથે કિસાન ક્રેડિટ કાર્ડનું જોડાણ

READ ALSO

Related posts

Coronaનો ફફડાટ: વાળને વાયરસથી બચાવવા અહીંનાં 75 પોલીસકર્મીઓએ કરાવી લીધું મુંડન

Bansari

કોરોના યુદ્ધમાં ડૉક્ટરની ખામીને ભરવા, આ દેશના વડાપ્રધાન ખુદ કરશે દર્દીઓની સારવાર

Ankita Trada

AIIMSના ડોક્ટરોની ગંભીર ચેતવણી, દેશના કેટલાક વિસ્તારોમાં કોરોના ત્રીજા સ્ટેજે પહોંચ્યો, સચેત રહો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!