રાજ્યમાં ખેડૂતો નારાજ અને 2019 છે માથે, આવી રીતે ભાજપ 26 બેઠક જીતશે?

ગુજરાતની તમામ 26 લોકસભા બેઠકો જીતવી ભાજપ માટે હવાઈ તુક્કો સમાન છે. ભાજપ દ્વારા કોંગ્રેસમાંથી મોટા માથાઓને ખેંચી લાવવાની રણનીતિ પણ ઘડાઈ છે. ગત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે માંડ માંડ સત્તા હાંસલ કરી છે તેમજ ખેડૂતોના મુદ્દે પણ સરકાર સામે આક્રોશ વધી રહ્યો છે..

હાલમાં દેશભરમાંભાજપનો અને ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો દબદબો જોવા મળે છે. આમ છતાં ગત ડીસેમ્બરમાં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને પછડાટ મળી હતી. માત્ર ૯૯ બેઠકો  જીતીને પાતળી બહુમતિથી સરકાર બનાવી છે. પરંતુ લોકસભાની ૨૦૧૯ના એપ્રિલ-મેમાં યોજાનારી ચૂંટણીમાં ગુજરાતની તમામ ૨૬ બેઠકો જીતવાનું એટલે કે જાળવી રાખવાનું કામ ભાજપ અને ખુદ મોદી માટે અશક્ય બની ગયું છે. આચૂંટણીમાં ભાજપ ૧૦ થી ૧૨ બેઠકો ગુમાવશે એવું ગણિત રાજકીય પંડીતો માંડી રહ્યા છે.

છેલ્લા ૨૦ વર્ષમાં આ પ્રથમ વખત મોદી સામે વધુ બેઠકો જીતવાનો મોટો પડકાર ઉભો થયો છે. મોદી વડાપ્રધાન બન્યાબાદ ગુજરાતમાં પાટીદારોનું આંદોલન અને તેને પગલે મુખ્યમંત્રીપદેથી આનંદીબહેને રાજીનામું આપવાની ફરજ પડાઈ હતી. આમ છતાં ગુજરાત ભાજપના નેતાઓમાં જબરજસ્તજૂથબંધી અને ખેંચતાણ જોવા મળી રહી છે. સરકાર અને સંગઠન વચ્ચે કોઈ તાલમેલ નથી.

ઉપરાંત દર બે-ત્રણ મહિને સરકાર સામે કોઈને કોઈ નવો પડકાર ઉભો થાયછે. જેને લઈને ભાજપની આબરૂનું દેશભરમાં ધોવાણ થઈ રહ્યું છે. આવી સ્થિતિથીવાકેફ વડાપ્રધાન મોદી અને ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ખુબ જચિંતિત છે. ૨૦૧૪ની ચૂંટણીમાં કોંગ્રેસની યુપીએ સામે જે સ્થિતિ હતી તેવી જ સ્થિતિઅત્યારે ભાજપની છે. ગુજરાત ઉપરાંત ભાજપનાં ગઢ મનાતા મધ્યપ્રદેશ, છત્તીસગઢ, મહારાષ્ટ્રઅને રાજસ્થાનમાં ભાજપ સામે લોકોનો આક્રોશ વ્યાપક બન્યો છે. લોકોમાં એક એવી છાપ ઉભી થઈ છેકે ભાજપનાં શાસનમાં કાયદેસરના કામો પણ ‘વહીવટ’ આપ્યા વગર થતા નથી.

આથી કેન્દ્રીયનેતાગીરીએ તાજેતરમાં વારંવાર સૂચના આપી છે કે લોકોના નાના મોટા કામો જલ્દીથી કરીઆપી ભાજપ સામેનાઅસંતોષને શાંત પાડો. ગુજરાત ભાજપમાં બે-ત્રણ ગણ્યાગાંઠયા નેતાઓને બાદકરતા સાવ શૂન્યાવકાશ જેવી સ્થિતિ છે. ચૂંટણી જીતવાનો તમામ દારોમદાર માત્રનેમાત્ર મોદી પર રહ્યો છે. આ બાબત સારી રીતે જાણતી ભાજપની કેન્દ્રીય નેતાગીરીએએટલે તો કોંગ્રેસમાંથી મોટા માથાઓને ખેંચી લાવવાનું નક્કી કર્યું છે.

ચારેક મહિના પહેલાં કોંગ્રેસનો કુંવરજી બાવળીયાને ભાજપમાં લાવી સીધા કેબિનેટમંત્રી બનાવી દીધા બાદ હજુ આવા ત્રણથી ચાર નેતાઓને લાવવા માટેના પ્રયાસોચાલુ જ છે. મોદીએ દેશભરમાં ‘ગુજરાતમોડેલ’નીવાતો કરેલી હોઈ, જો અહીંથી ફટકો પડશે તો મોદી માટે બોલવા જેવું કશું રહેશેનહીં. આવી કપરી સ્થિતિ ઊભી ન થાય તે માટે ભાજપે અત્યારથી જ પૂરજોશમાં લોકસભાનીચૂંટણી જીતવાનીતૈયારી શરૂ કરી દીધી છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter