અતિવૃષ્ટિના કારણે ખેડૂતોને પહેલાથી જ પડ્યા પર પાટુ સમાન સ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે. બીજી તરફ સુરતમાં ડાંગરનો ઓછો પાક થયો હોવા છતાં વેપારીઓ ટેકાના ભાવે ડાંગરની ખરીદી ન કરતા ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા છે. ખેડૂતોએ 363 રૂપિયા ડાંગરના ટેકાનો ભાવ આપવામાં આવે તેવી માંગ કરી છે. ખેડૂત સમાજ અને સહકારી મંડળીનું પ્રતિનિધિ મંડળ આવતીકાલે રાજ્ય સરકારના પુરવઠા મંત્રીને મળી આ અંગે રજૂઆત કરશે.

વેપારીઓએ રિંગ બનાવી ઓછા ભાવે ડાંગરની ખરીદી કરતા સહકારી મંડળીઓએ વેચાણ બંધ કરી દીધું છે. જેના કારણે ડાંગરની નવ લાખ જેટલી ગુણીનો જથ્થો મંડળીમાં પડ્યો છે. સહકારી મંડળીઓને ફક્ત તેમનો વહીવટી ખર્ચ સરકાર ચૂકવી ખેડૂતોને તેમના ડાંગરના ટેકાના ભાવ ચૂકવે તેવી રજૂઆત પ્રતિનિધિ મંડળ કરવા જઈ રહ્યું છે.
READ ALSO
- સુપ્રીમકોર્ટે કહ્યું – કોઈને 2 સીટ પર ચૂંટણી લડતા અમે ન રોકી શકીએ, એ તો સંસદનું કામ
- ભારત-પાકિસ્તાનના ખેલાડી વચ્ચે તુતુ-મેંમેં / ‘બેટા જ્યારે તું અંડર-19 રમી રહ્યો હતો, ત્યારે તારો બાપ…, સોહેલ ખાને જૂની તકરારનો કિસ્સો કર્યો
શેર - જોશીમઠ જમીન ધસવાનો મામલો / 296 પરિવારોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા, કેન્દ્ર સરકારે રાજ્યસભામાં આપી જાણકારી
- PM મોદીએ ઓસ્ટ્રેલિયન પીએમને આપ્યું આમંત્રણ, ટેસ્ટ મેચ જોવા આવી શકે અમદાવાદ
- પાકિસ્તાન / પેશાવરની મસ્જિદમાં થયેલા બ્લાસ્ટમાં કુલ 84 લોકોના મોત થયા