GSTV
Gujarat Government Advertisement

સોમવારથી પંજાબમાં ચાલશે પેસેન્જર ટ્રેન, શરતો સાથે ટ્રેક પરથી હટી જવા રાજી થયા ખેડૂતો

Last Updated on November 21, 2020 by Pravin Makwana

પંજાબમાં કિસાન કાનૂનનો વિરોધ કરી રહેલા ખેડૂતોના આંદોલનથી વિતેલા 52 દિવસથી ઠપ રેલવેને 15 દિવસ ચાલુ કરવા માટે ખેડૂતોએ રાજી થઇ ગયા છે. શરતોને આધિન ખેડૂતોએ માત્ર 15 દિવસ માટે જ રેલ રોકો અભિયાન બંધ કરવાની તૈયારી બતાવી હતી. જોકે તેમની શરત મુજબ 15 દિવસમાં તેમના હકમાં નિર્ણય ન આવ્યો તો અભિયાન ફરી શરૂ કરાશે.

પંજાબના મુખ્યપ્રધાન કેપ્ટન અમરિંદર સિંહે ખેડૂતો સાથે બેઠક યોજ્યા બાદ આ નિર્ણયનું એલાન કરવામાં આવ્યું હતુ. જે પછી પંજાબ સીએમએ નિર્ણયનું સ્વાગત કર્યુ હતું. તેમણે ટ્વીટ કરી કેન્દ્ર સરકારને પંજાબ માટે રેલવે સેવાઓ ફરી શરૂ કરવા માટે આગ્રહ કર્યો હતો.

આ બેઠકમાં ખેડૂત મજૂર સંઘર્ષ સમિતિ જે 24 સપ્ટેમ્બરથી અમૃતસરમાં રેલવે ટ્રેક પર બેઠી હતી, ભાગ લીધો ન હતો. તેમનુ કહેવુ હતું કે અમારા પહેલાના નિર્ણય પ્રમાણે ટ્રેન નહીં ચાલવા દઇએ.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

કોરોનાનો તાંડવ/ 10 જ દિવસમાં દૈનિક કેસોમાં એક લાખનો ઉછાળો, 24 રાજ્યોમાં પોઝિટિવિટી રેટ ચિંતાજનક

Bansari

નિષ્ણાંતોના મતે / હર્ડ ઈમ્યુનિટી દ્વારા કોઈ પણ દેશને મહામારીમાંથી ના બચાવી શકાય, વાયરસ સામે માત્ર એક જ હથિયાર

Dhruv Brahmbhatt

ગુજરાતના આ બોલરની ટીમ ઇન્ડિયા દ્વારા ઇંગ્લેન્ડના પ્રવાસ માટે પસંદગી, જાણો કોણ છે આ ખેલાડી

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!