GSTV
Gujarat Government Advertisement

નવસારી જિલ્લાના ખેડૂતો નહેરના પાણીને લઈને આવ્યા મેદાને, ૮૦ ટકા ખર્ચો કરી નાંખ્યા બાદ પાક નિષ્ફળ જવાનો ડર

Last Updated on February 13, 2020 by

નવસારી જિલ્લામાં નહેરોમાં ૨૫ દિવસે રોટેશન આપવાનું આયોજન કરતા આજે નવસારી તાલુકાના ગામોની ચાલતી પિયત મંડળીઓ દ્વારા અંબિકા નહેર વિભાગના કાર્યપાલક ઇજનેરને આવેદનપત્ર પાઠવી રોટેશનનાં દિવસો ઓછા કરવાની માંગણી કરી હતી.

નવસારી તાલુકાના પૂર્વ પટ્ટીના ગામોમાં ચાલતી ખેડૂતોની ૭ પિયત મંડળીઓ દ્વારા રવિ સીઝનમાં ડાંગરની ખેતી ૯૦ દિવસની જ હોય છે, ત્યારે ડાંગરને પુરતા પ્રમાણમાં પાણી મળી રહે તો ઉત્પાદન સારૂ થાય અને ખેડૂતોને નુકશાન પણ ન થાય. હાલમાં ખેડૂતોએ લગભગ ૮૦ ટકા ખર્ચો કરી નાંખ્યો છે, ત્યારે ડાંગર માટે નહેરનું રોટેશન ૨૫ દિવસે આપવાનું આયોજન નહેર ખાતા દ્વારા કરવામાં આવ્યું છે. જેને ઘટાડીને ૧૦ દિવસનું કરવામાં આવે એવી માંગણી સાથે ખેડૂત આગેવાનોએ જિલ્લા નહેર ખાતાના કાર્યપાલક ઇજનેર રાજેન્દ્ર રાઠોડને આવેદનપત્ર આપ્યું હતું અને નહેર વિભાગ રોટેશનના દિવસો ઓછા કરે એવી માંગણી કરી હતી.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

2022ની વિધાનસભાની ચૂંટણીને લઇ કોંગ્રેસ એક્શન મોડમાં, પ્રત્યેક જિલ્લા અને શહેરોમાં યોજાશે કાર્યકારણી બેઠક

Dhruv Brahmbhatt

અનોખી ખેતી / કચ્છના નાના ગામમાં 15 ફૂટ સુધી ઊંચા થતા મોટા ઘાસનું વાવેતર, દુષ્કાળ જેવી સ્થિતિમાં પશુધન માટે અત્યંત ઉપયોગી

Damini Patel

ચોમાસામાં સાવધાની / મેલેરિયાનો ઉપદ્રવ ન વધે એટલા માટે પાલન કરો આ ગાઈડલાઈનનું, પાંચ મહિના ખુબ અગત્યના

Bansari
Do NOT follow this link or you will be banned from the site!