GSTV
Home » News » સરકારે ટેકાના ભાવે શરૂ કરેલી મગફળીની ખરીદી પ્રકિયા ખેડૂતો માટે છે સાત કોઠા વિંધવા જેવી

સરકારે ટેકાના ભાવે શરૂ કરેલી મગફળીની ખરીદી પ્રકિયા ખેડૂતો માટે છે સાત કોઠા વિંધવા જેવી

સરકારે ટેકાના ભાવે મગફળીની પુનઃ ખરીદીની પ્રકિયા શરૂ કરી છે. પરંતુ આ ખરીદીની પ્રકિયા અભિમન્યુના સાત કોઠા જેવી છે. અભિમન્યુ કેવી રીતે સાતમે કોઠે અટવાયો હતો. તેવી જ રીતે ખેડૂતો આ સાત પ્રકિયામાં ક્યાંકને ક્યાંક અટવાય જાય તેવી સ્થિતી છે. આમ સરકાર ટેકાના ભાવે ભલે ખરીદીની મોટી મોટી વાતો કરે. પરંતુ ખેડૂતોને ક્યાંકને ક્યાંક અટવાય જાય તેવી સરકારની નીતિ હોવાનું ખેડૂતોને લાગી રહ્યું છે.

  • ગુજરાતના ખેડૂતોને બનવું પડશે અભિમન્યુ !
  • અભિમન્યુને વિંધવાના હતા સાત કોઠા
  • ગુજરાતના ખેડૂતો માટે પણ કપરા છે ૭ માપદંડો
  • અભિમન્યુ તો અટવાયો હતો સાતમે કોઠે
  • શું ગુજરાતના ખેડૂતો પૂર્ણ કરી શકે છે ૭ માપદંડો ?

અભિમન્યુના અભેદિત સાત કોઠા સમાન આ ચક્રથી આપને સમજ આવી જશે કે લોહી પાણી એક કરીને મગફળી પકવેલ ખેડૂતોએ ક્યાં 7 કપરા માપદંડોમાંથી પસાર થવાનું છે.

  • મોટી મગફળી દાણાનું વજન ૬૫ ટકા હોવું જોઇએ
  • નાની મગફળીમાં દાણાનું વજન ૭૦ ટકા હોવું જાઇએ
  • મગફળીના કચરાનું પ્રમાણ માત્ર બે ટકા હોવું જાઇએ
  • મગફળીમાં ડેમેજ થયેલી મગફળીનું પ્રમાણ બે ટકાથી ઓછું હોવું જાઇએ
  • મગફળીમાં ભેજનું પ્રમાણ ૮ ટકાથી ઓછું હોવું જોઇએ
  • મગફળીમાં જુદી જુદી વેરાયટી વાળી મગફળીનું પ્રમાણ ચાર ટકાથી ઓછું હોવું જાઇએ
  • મગફળીમાં ગોગડીનું પ્રમાણ ચાર ટકાથી ઓછુ હોવું જોઇએ

જો અભિમન્યુ તો સાત કોઠા વિંધી નાખત તો તે બચી ગયો હોત. ત્યારે અહીં મગફળી પકવેલા ખેડૂતો જો સાત માપદંડો પાર કરી પણ લે તો પણ આ વર્ષે સ્થિતી એવી છેકે તેઓને બહુ કમાણીની આશા નથી. કેમકે પાક વીમાનું પ્રિમિયમ ભરીને જો વીમા માટે વલખા મારવા પડતા હોય ત્યારે ટેકાના ભાવે મગફળી વેચીને શું ઉકાળી લેવાનું તેવો વિચાર ખેડૂતોને આવી રહ્યો છે.

READ ALSO

Related posts

ગુજરાતી ટિકટોક સ્ટાર કિર્તી પટેલની મુશ્કેલી વધી શકે, વન્ય પ્રેમી અને RTI એક્ટિવિસ્ટે આ કાર્યવાહી કરવા કરી માંગ

Mansi Patel

‘સત્તે પે સત્તા’ની રિમેકમાંથી ઋતિક OUT, આ જબરદસ્ત એક્ટરની થઇ એન્ટ્રી

Bansari

‘ક્રિષ’ સીરીઝમાંથી પ્રિયંકાનું પત્તુ કપાયુ, આ હૉટ હસીના કરશે ઋતિક સાથે રોમાન્સ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!