GSTV

બટાકા પકવતા ખેડૂતોની બદનસીબી, ભાવ ગગડી જતા ખેડૂતોને પડતર કિંમત કાઢવી પણ મુશ્કેલ

Last Updated on December 21, 2020 by

ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ફરી એકવાર બટાકાના ભાવ ગગડતા ખેડૂતો અને વેપારીઓને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. જોકે બટાકાના ભાવ ગગડયા હોવા છતાં પણ રિટેલ માર્કેટમાં તો બટાકા નો ભાવ હજુ પણ આસમાને જ છે. લોકડાઉન વખતે 40 રૂપિયા જેવા સારા એવા ચઢેલા બટાકાના ભાવ ફરી એકવાર ગગડ્યા છે. આમ તો દર વર્ષે જાન્યુઆરી મહિનાની શરૂઆતમાં નવા બટાકાની આવક શરૂ થતી હોય છે. પરંતુ આ વર્ષે બટાકા 15 થી 20 દિવસ પહેલા જ માર્કેટમાં આવી જતા હવે બટાકાનો ભાવ ગગડી ગયો છે.

જે બટાકા ૩૫ થી ૪૦ હોલસેલમાં વેચાતા તે જ બટાટા હવે એક મહીનાની અંદર ૧૨ થી ૧૫ રૂપિયે વેચાઇ રહ્યા છે. જેના કારણે ડીસા સહિત આજુબાજુના પંથકના જે ખેડૂતો અને વેપારીઓ પાસે બટાકા પડ્યા છે તેમને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. મહત્વની વાત એ છે કે ગત વર્ષે બટાકાનો ભાવ આસમાને રહેતા ખેડૂતોએ પણ મોંઘાદાટ બિયારણો ખાતર તેમજ મજૂરી કરીને બટાકાનું વાવેતર કર્યુ હતું. જેથી બટાટાની પડતર કિંમત વધુ છે. ૨૦ રૂપિયે કિલો બટાટા વેચાય ત્યાં સુધીમાં તો ખેડૂતને પડતર કિંમત જ મળે છે.

બટાકા હોલસેલ ભાવ 10 થી 15 રૂપિયા જેટલો થઇ ગયો

પરંતુ હવે નવો માલ માર્કેટમાં આવતા જ આ બટાકા હોલસેલ ભાવ 10 થી 15 રૂપિયા જેટલો થઇ ગયો છે જેથી ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. બીજી તરફ હોલસેલ માર્કેટમાં 12 થી 15 રૂપિયા વેચાતા હોવા છતાં પણ રિટેલમાં માર્કેટ બટાકા ૩૦ થી ૪૦ રૂપિયામાં જ વેચાઈ રહ્યા છે. ત્યારે વચેટિયાઓ કમાઈ રહ્યા છે અને ખેડૂતો નુકશાની ભોગવી રહ્યા છે. અત્યારે સૌથી વધુ નુકસાન ગૃહિણીઓને થઈ રહ્યું છે કે જેઓ ૪૦ થી ૫૦ રૂપિયે બટાટા ખરીદે છે જ્યારે રિટેલ માર્કેટમાં આટલા મોંઘા ભાવે બટાકા વેચતા હોવા છતાં પણ ખેડૂતને જ માત્ર 10 થી 12 રૂપિયે જ કિલો બટાટા વેચવા પડે છે. ત્યારે બટાકા પકવતા બદનસીબ ખેડૂતોના નસીબ ક્યારે ચમકશે તે કહેવું મુશ્કેલ છે.

READ ALSO

Related posts

ગુજરાતના 9 મંત્રી અને 30થી વધુ BJP MLAના 3થી લઇને 7 સંતાનો! વસ્તી નિયંત્રણ કાયદો લાગુ કરવા સરકાર તલપાપડ

Dhruv Brahmbhatt

લ્યો બોલો! ઇન્કમટેક્સ ભરનારા લોકોએ પાત્ર ખેડૂત બની મોદી સરકારની આ યોજનાનો બારોબાર ફાયદો મેળવ્યો, ખાતામાં જમા થઇ ગયાં અધધ 220 કરોડ

Bansari

50 વર્ષથી સુથારી કામ છોડી સંગીતના સાધનો રીપેર કરનાર કારીગર મજૂરી કરવા મજબૂર, ધંધો ઠપ્પ થતા છીનવાઇ આજીવિકા

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!