GSTV

ખેડૂતનો બંદૂકથી ભડાકા કરતો વીડિયો થયો વાયરલ, હવે ના છૂટકે હથિયાર ઉઠાવવા પડ્યા

બનાસકાંઠાના સુઇગામ પંથકમાં તીડનો એટલી હદે વધ્યો છેકે હવે ખેડૂતે બંદૂક હાથમાં લઇ લીધી છે. તીડ કાબૂમાં ન આવતા ભરડવામાં ખેડૂતે બંદૂકમાંથી ભડાકા કરીને તીડને દૂર કરવાનો પ્રયાસ કર્યો હતો. ખેડૂતનો બંદૂકથી ભડાકા કરતો વીડિયો હાલમાં વાયરલ થયો છે. આ વીડિયોને જોઇને એ વાતની અનુભૂતિ કરી શકાય છેકે આ પંથકમાં ખેડૂતો કેટલી હદે ત્રસ્ત બન્યા હશે કે હવે ખેડૂતોએ હથિયાર ઉઠાવવાનો વારો આવ્યો છે.

હળ ઉપાડીને જગતની સમસ્યાને હલ કરતો ખેડૂત જ્યારે હાથમાં બંદૂક ઉઠાવે ત્યારે નક્કી વિકટ સ્થિતી સર્જાઇ હોય છે. આવી જ કંઇક બદતર સ્થિતી છે બનાસકાંઠાના સરહદી ગામોમાં જ્યાં લાખોની સંખ્યામાં આકાશમાંથી ઉડીને આવતા તીડના કારણે ખેડૂતોએ હથિયાર ઉઠવવા મજબૂર થવું પડ્યું છે.

હાથમાં હથિયાર લઇને આકાશમાં ભડાકા કરતા ખેડૂતોએ આજ હાથ જોડીને સરકારને અરજ કરી હતી કે અમારા પાકને બચાવી લ્યો. હેલિકોપ્ટરથી દવાનો છંટકાવ કરાવી દો તો તીડના ત્રાસમાંથી મુક્તિ મળે. પણ આપણે ત્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહપ્રધાન અમિત શાહને ચૂંટણી પ્રવાસ માટે હેલિકોપ્ટર મળી શકે પણ ખેડૂતોના જીવ જેવા પાકને તીડના ત્રાસથી બચાવવા માટે થોડા કલાકો માટે દવા છાંટવા હેલિકોપ્ટર ન મળી શકે.

જેનું પરિણામ એ આવ્યુ છે કે એક અઠવાડીયાથી હેલિકોપ્ટરથી દવાનો છંટકાવ કરીને તીડના ત્રાસમાંથી મુક્તિ મળે તેવી માંગ કરતા બનાસકાંઠાના સરહદી વિસ્તારના ખેડૂતોએ હવે ગમે તે ભોગે તેનાથી શકય બને તેવી રીતે તીડને ભગાડવાનો પ્રયાસ કરી રહ્યા છે.

કોઇ બંદૂકથી ભડાકા કરી રહ્યું છે તો કોઇક વાસણો બગાડીને તીડને ભગાડવાના મરણીયા પ્રયાસોમાં લાગેલુ છે. સુઇગામ તેમજ ભાભરના બેડા ઇંદરવા પણ હવે તીડના ત્રાસમાંથી બાકાત રહ્યું નથી. તો પાટણના સાંતલપુરમાં પણ હવે તો તીડે દસ્તક લઇ દીધી છે. ચરાંડા ગામે આવી પહોંચેલા તીડને દૂર કરવા સ્થાનિક ખેડૂતોએ વાસણો વગાડીને તીડને દૂર કરવાના મરણિયા પ્રયાસો કર્યા છે.

તો હવે આ સમગ્ર મામલે કિસાન સંઘ રહી રહીને હરકતમાં આવ્યું છે. અને સુઇગામ પ્રાંત કલેકટરને આવેદનપત્ર આપીને તીડથી થતા નુકસાન માટે સહાયની માંગ કરી હતી. હાલમાં સ્થિતી એવી છેકે ખેતીવાડી અધિકારીઓ તીડોના ઝૂંડના લોકેશન મેળવી તીડોનો નાસ કરવા મથામણ કરી રહ્યા છે. વહીવટી તંત્રની ફક્ત ત્રણ ટીમો દ્રારા કામગીરી કરવામાં આવી રહી છે. જેથી ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. જગતનો તાત ગણાતો ખેડૂત તીડો સામે લાચાર બની પોતાના ખેતરમાંથી તીડ ભગાડવા મહા મહેનત કરી રહ્યો છે.

તો ગાંધીનગર ખાતે રૂપાણી સરકારની કેબિનેટ બેઠક યોજાઈ. જેમાં મગફળી, સરહદી પંથકમાં તીડના આક્રમણ અને માવઠા બાદ સરકારે જાહેર કરેલા રાહત પેકેજની ચુકવણી સહિતના મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી.

આપણે ત્યાં વિકાસની મોટી મોટી વાતો થાય ખેડૂત લક્ષી હોવાની વાતો થાય. પણ જે સમસ્યાનું સમાધાન હેલિકોપ્ટરથી દવા છાંટીને થઇ શકતું હતું તે સમસ્યાનું સમાધાન નહીં કરીને જાણે ખેડૂતોનો પાક ખતમ થઇ જાય તેની રિતસરની રાહ જોવાઇ. હવે તંત્ર તીડને દૂર કરવાના પ્રયાસો કરી રહ્યું છે ત્યારે તીડની ત્રાસદીથી ખેડૂતો ક્યારે મુક્ત થશે તે તો ભગવાન જાણે.

READ ALSO

Related posts

જાણવા જેવું/ શું તમને ખબર છે કે વિશ્વના કેટલાંક દેશોમાં ભારતીય ડ્રાઇવિંગ લાયસન્સથી પણ તમે કાર ચલાવી શકો છો!

Pravin Makwana

આસામ વિધાનસભા ચૂંટણી: ભાજપ અને તેના સહયોગીઓ વચ્ચે થઈ બેઠકોની વહેંચણી, ભાજપના ખાતામાં આવી આટલી સીટો

Pravin Makwana

અમદાવાદમાં હવસખોરે જાહેર રસ્તા પર જ 16 વર્ષની સગીરાને કિસ કરી લેતા ઓહાપોહ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!