GSTV

ટેન્ટ ખાલી/ ખેડૂત આંદોલન લાંબુ ખેંચાતાં ધીમે ધીમે ઘટી રહી છે ભીડ, મોદી સરકારને હવે બંગાળની ચિંતા

Last Updated on February 19, 2021 by Karan

દિલ્હીની બોર્ડર પર ખેડૂતોનુ આંદોલન હજી ચાલુ છે. સરકાર સાથે જોકે હાલમાં વાતચીત બંધ છે અને આંદોલન ખેંચાય તેવુ લાગી રહ્યું છે. જેના કારણે હવે દિલ્હી બોર્ડર પરથી ખેડૂતોની ભીડ ઓછી થવા માંડી છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે કુંડલી બોર્ડર પરથી ખેડૂતો પાછા જતા રહ્યા છે અને અહીંયા ટેન્ટ ખાલી પડી રહ્યા છે. લંગરોમાં ભોજન માટે લાગતી લાંબી લાઈનો પણ જોવા મળી રહી નથી.

હરિયાણાના ખેડૂતો પણ બોર્ડર પર ઓછી સંખ્યામાં પહોંચી રહ્યા

અગાઉની સરખામણીએ હરિયાણાના ખેડૂતો પણ બોર્ડર પર ઓછી સંખ્યામાં પહોંચી રહ્યા છે. કેટલાક ખેડૂતો સવારે આવીને સાંજે પાછા જતા રહે છે. ભીડ ઓછી થતી જોઈને પંજાબના ખેડૂત નેતાઓએ મહાપંચાયતો યોજીને ખેડૂતોને બોર્ડર પર પહોંચવા માટે અપીલ કરવા માંડી છે.

ખેડૂતો અને સરકાર વચ્ચે વાટાઘાટોના 11 રાઉન્ડ થઈ ચુક્યા

ઉલ્લેખનીય છે કે, ખેડૂતો અને સરકાર વચ્ચે વાટાઘાટોના 11 રાઉન્ડ થઈ ચુક્યા છે. એ પછી પણ કોઈ ઉકેલ આવ્યો નથી. છેલ્લે 22 જાન્યુઆરીએ ખેડૂતો અને સરકાર વચ્ચે બેઠક યોજાઈ હતી અને એ પછી વાતચીતનો રસ્તો બંધ થઈ ચુક્યો છે.

ખેડૂતોની ધીરજ ખુટી રહી, બોર્ડરો પર સંખ્યામાં થયો છે ઘટાડો

26 જાન્યુઆરીએ દિલ્હી હિંસા બાદ આંદોલન નબળું પડતું જોવા મળી રહ્યું હતું પણ ખેડૂત નેતાઓએ ભાવકુ બનીને અપીલ કરતા આંદોલને ફરી વેગ પકડ્યો છે. હવે લાંબો સમય થઈ ગયા પછી પણ સરકાર સાથે વાતચીત શરુ થઈ નથી અને તેના કારણે ખેડૂતોની ધીરજ ખુટી રહી છે. કુંડલી બોર્ડર પર પહેલા 45,000 જેટલા ખેડૂતો જોવા મળતા હતા અ્ને હાલમાં આ ભીડ અડધી જ રહી ગઈ છે. જેના કારણે ખેડૂત નેતાઓની પરેશાની વધી છે. પંજાબના ગામડાઓમાં દિલ્હી બોર્ડર પર જવા માટે અપીલ કરવા અભિયાન ચલાવાઈ રહ્યુ છે. ખેડૂત નેતાઓનું કહેવું છે કે, તેની અસર જોવા મળી રહી છે અને થોડા દિવસોમાં પહેલાં કરતા પણ વધારે ખેડૂતો જોવા મળશે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

BIG BREAKING: DGCAનો મહત્વનો નિર્ણય, 15 ડિસેમ્બરથી શરૂ નહીં થાય ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ: ઓમિક્રોનનો ખતરો છે મુખ્ય કારણ

pratik shah

શશિ થરૂરે હવે પુરૂષ સાંસદો સાથેની તસ્વીર શેર કરી, કહ્યું- હવે કોઈ વાયરલ નહીં કરે !

Pravin Makwana

World AIDS Day: 57 ટકા ભારતીયો નથી કરતાં ગર્ભનિરોધકનો ઉપયોગ, ગુજરાતનું આ શહેર રેંકિંગમાં સૌથી નીચે

Bansari
Do NOT follow this link or you will be banned from the site!