GSTV
Business Trending

દેશમાં 20.14 લાખ ખેડૂતોને નિવૃત્તિ પછી મળશે વાર્ષિક 36000 રૂપિયા, તમે પણ લઈ શકો છો લાભ

ખેડૂતો

ખેડૂતો માટે શરૂ કરવામાં આવેલી પેન્શન સ્કીમ પીએમ માનધન યોજનામાં અત્યાર સુધીમાં 20,14,330 ખેડૂતોએ નોંધણી કરાવી છે. પીએમ કિસાન માનધન યોજના હેઠળ 60 વર્ષની વયે પહોંચ્યા પછી ખાતાધારકને માસિક પેન્શન રૂ. 3000 અને વાર્ષિક રૂપિયા 36 હજાર મુજબ પેન્શન મળશે. આ યોજના તે ખેડુતોના વૃદ્ધાવસ્થાની લાકડી સાબિત થઈ શકે છે, જેઓ ફક્ત કૃષિ પર જ આધાર રાખે છે. ખાસ કરીને ગરીબ ખેડુતો કે જેમની પાસે આજીવિકા માટે કોઈ અન્ય બીજા સાધનો નથી.

કેન્દ્રીય કૃષિ મંત્રાલયના જણાવ્યા અનુસાર, હરિયાણામાં પીએમ-કિસાન માનધન યોજનામાં સૌથી વધુ 4,22,487 ખેડુતોએ નોમિનેશન કરાવ્યું છે. આ પછી બિહારનો નંબર આવે છે. છે. બિહારમાં 2,85,960 ખેડુતોએ આ યોજનામાં ભાગ લીધો છે. ઝારખંડ 2,46,447 નોંધણી સાથે ત્રીજા ક્રમે છે, 2,45,516 ખેડૂતો સાથે ઉત્તર પ્રદેશ ચોથા ક્રમે છે અને 2,02,710 લોકો સાથે છત્તીસગઢ પાંચમા ક્રમે છે. દિલ્હીમાં ફક્ત 112 ખેડૂતે જ આ યોજના સાથે સંકળાયેલા છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં ફક્ત 75,636 ખેડૂતોએ જ આ યોજના પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

કેન્દ્રીય કૃષિ મંત્રાલયના અધિકારીઓના જણાવ્યા મુજબ નોંધણી માટે કોઈ ફી રહેશે નહીં. જો કોઈ ખેડૂત પીએમ-કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લઈ રહ્યો છે, તો તેના માટે કોઈ દસ્તાવેજ લેવામાં આવશે નહીં. ખેડૂત જે પ્રીમિયમ ચૂકવશે તેટલી રકમ સરકાર ચૂકવશે. લઘુતમ પ્રીમિયમ 55 છે અને મહત્તમ 200 રૂપિયા છે. જો કોઈ આ દરમિયાન અધવચ્ચેથી પોલિસી છોડવા માંગે છે, તો તે ખેડૂતને ડિપોઝિટ અને વ્યાજ આપવામાં આવશે. જો ખેડૂત મરી જાય તો તેમની પત્નીને દર મહિને 1500 રૃપિયા પેન્શન મળશે.

PM

કૃષિ મંત્રાલયના અધિકારીઓના મતે, જો કોઈ ખેડૂત આ યોજનાને અધવચમાં છોડી દેવા માંગે છે, તો તેના પૈસા ડૂબી જશે નહીં. તે યોજના છોડે ત્યાં સુધી જમા કરેલા નાણાં બેંકોના બચત ખાતાની જેમ વ્યાજ મેળવવા માટે હકદાર છે. જો પોલિસીધારક ખેડૂત મરી જાય છે, તો તેની પત્નીને 50 ટકા મળવાનું ચાલુ રહેશે. એલઆઈસી ખેડૂતોના પેન્શન ફંડનું સંચાલન કરશે. પેન્શન યોજનાનો લાભ મેળવવા માટે, ખેડૂતને કોમન સર્વિસ સેન્ટર (સીએસસી) માં જવું પડશે અને તેનું રજિસ્ટ્રેશન કરાવવું પડશે. નોંધણી માટે આધારકાર્ડ અને સાત-12 ની નકલ લેવાની રહેશે. રજિસ્ટ્રેશન માટે 2 ફોટા અને બેંક પાસબુક પણ જરૂરી રહેશે. ખેડુતે નોંધણી માટે કોઈ અલગ ફી ચૂકવવાની રહેશે નહીં. નોંધણી દરમિયાન કિસાન પેન્શન યુનિક નંબર અને પેન્શન કાર્ડ બનાવવામાં આવશે.

Read Also

Related posts

આ દિગ્ગ્જ ખેલાડીઓ IPL 2023માં નહિ જોવા મળે આવું છે કારણ…

Padma Patel

શું જાનથી મારી નાખવાની ધમકીઓ વચ્ચે સલમાન ખાન કોલકાતામાં પરફોર્મ કરશે? આયોજકે જવાબ આપ્યો

Hina Vaja

શું પરિણીતી ચોપરા આ રાજકીય નેતાના પ્રેમમાં પડી ગઈ? કપલ ડિનર ડેટ પર પહોંચ્યું

Hina Vaja
GSTV