GSTV
Gujarat Government Advertisement

64 બોરી મગફળીને ખરીદી હવે સરકાર નાણાં નથી આપતી, 11 મહિનાથી ખેડૂતો હેરાન

Last Updated on November 4, 2018 by

સરકાર એક તરફ મગફળીના પાક માટે ટેકાના ભાવની જાહેરાત કરે છે. તો બીજી તરફ ખેડૂતોને સરકાર નાણાં પણ આપતી નથી. સાયલાના કાનપર ગામના ખેડૂતે 27 ડિસેમ્બર, 2017ના રોજ મુળી માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે 64 બોરી 1 હજાર 575 કિલો મગફળીનું વેચાણ કર્યું હતું. પરંતુ હાજાભાઈ નામના ખેજૂડને આજદિન સુધી એક પાઈની પણ ચૂકવણી કરવામાં આવી નથી.

તો બીજી તરફ બેંક દ્વારા ખેડૂત પાસેથી ધિરાણનું વ્યાજ વસૂલવામાં આવી રહ્યુ છે. એક તરફ ખેડૂતને સરકાર નાણા નથી. આપતી તો બેંક દ્વારા નોટિસ આપીને ખેડૂતને ધમકાવવામા આવે છે. ત્યારે આ મામલે ખેડૂતે રાજ્યના મુખ્ય પ્રધાનથી લઈને સાંસદને પણ રજૂઆત કરી હતી. પરંતુ કોઈપણ પ્રકારનો જવાબ ન મળતા ખેડૂત વહીવટી તંત્ર  પર રોષ ઠાલવી રહ્યો છે. આ ઉપરાંત 14 જેટલા ખેડૂતોને પણ મગફળીના નાણા સરકાર દ્વારા ચૂકવવામાં આવ્યા નથી.

Gujarat Government Advertisement

Related posts

મોટા સમાચાર / રાજ્યના શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય, 6 લાખ વિદ્યાર્થીઓને થશે ફાયદો

Zainul Ansari

એલર્ટ / રાજ્યના 4 જળાશયો હાઈઅલર્ટ પર, 12 જિલ્લાઓમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ

Zainul Ansari

રથયાત્રા પૂર્વની કાર્યવાહી / એસઓજીને મળી મોટી સફળતા, દેશી તમંચા, પિસ્તોલ, કારતૂસ સાથે એક શખ્સની ધરપકડ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!