GSTV
Home » News » ખેડૂતોને 8ને બદલે 10 કલાક વીજળી, નીતિનભાઈઅે કરી અગત્યની જાહેરાતો

ખેડૂતોને 8ને બદલે 10 કલાક વીજળી, નીતિનભાઈઅે કરી અગત્યની જાહેરાતો

વરસાદ ખેંચાયો છે ત્યારે રાજ્ય સરકારે રાજ્યના ખેડૂતોને વધુ બે કલાક વીજળી આપવાનો નિર્ણય કર્યો છે. રાજ્યના ખેડૂતોને આઠને બદલે દસ કલાક વીજળી મળશે. રાજ્યના 15 લાખ ખેડૂતોને તેનો લાભ મળશે. જેને કારણે સરકાર પર રૂપિયા 500 કરોડનું ભારણ આવશે.. ગઈકાલ સુધી 6.8 કરોડ યુનિટ વીજ વપરાઈ હતી. પણ હવે સરકારે ખેડૂતોને વધુ વીજ આપવાની જાહેરાત કરતા 8 કરોડ યુનિટ વીજળી વપરાશે.
વધુ વિગતો માટે કરો અા ક્લિક

રાજ્યમાં વરસાદ ખેંચાતા દુકાળના ડાકલા વાગી રહ્યા છે ત્યારે અછતની સ્થિતિની સમીક્ષા કરવા માટે ગાંધીનગરમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીના નિવાસસ્થાને બેઠક  યોજાઈ હતી. જેમાં વરસાદ ખેંચાય તો કૃત્રિમ વરસાદ વરસાવવાની વિચારણા છે. સરકાર કૃત્રિમ વરસાદ વરસાવતી ત્રણથી ચાર કંપનીઓનો સંપર્ક કરી રહી છે. આ ઉપરાંત સીએમે કચ્છ માટે રાહતની જાહેરાત કરી છે.. સીએમે કચ્છના ટપ્પર ડેમને નર્મદાના નીરથી ભરી દેવા આદેશ કર્યો છે.. નર્મદાના નીરથી ટપ્પર ડેમમાં 500 MCFT પાણી ભરવામાં આવશે. રાજ્યમાં વરસાદ પાછો ખેંચાતા અછત મુદ્દે યોજાઈ રહેલી રીવ્યુ બેઠકમાં નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ, મહેસુલ પ્રધાન, ઉર્જા પ્રધાન હાજર રહ્યા હતા.

ઉપરવાસમાંથી પાણીની આવક બંધ થતાં ડેમની જળ સપાટીમાં ઘટાડો
સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. ઉપરવાસમાંથી પાણીની આવક બંધ થતાં ડેમની જળ સપાટીમાં ઘટાડો નોંધાયો છે. હાલ ડેમની સપાટી 110.99 મીટર છે. ગત વર્ષ કરતા આ વર્ષે પરિસ્થિતિ ઘણી કપરી છે. રિવર બેડ પાવર હાઉસના તમામ ટર્બાઇન બંધ છે. જ્યારે કેનાલ હેડ પાવર હાઉસના બે ટર્બાઇન ચાલુ છે. પાણીની આવકમાં સતત ઘટાડો થતો રહેશે તો રિવર બેડ પાવર હાઉસ પણ બંધ થાય તેવી શક્યતા.હાલમાં દર ચોવીસ કલાકમાં 6 સેન્ટિમીટરનો ઘટાડો થઇ રહ્યો છે..

Related posts

મહારાષ્ટ્રની જીતની ખુશી ગુજરાત છિનવશે : 6માંથી 4 બેઠકો પર કોંગ્રેસ આગળ, આયાતી ઉમેદવારો નડ્યા

Karan

હરિયાણામાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે જબરજસ્ત ટક્કર, ખટ્ટરને સરકાર બનાવવા ફાંફા પડશે

Karan

રાધનપુરથી અલ્પેશ ઠાકોર અને બાયડમાં ધવલસિંહ ઝાલા પ્રથમ રાઉન્ડમાં પાછળ, ભાજપને ઝટકો

Karan
Do NOT follow this link or you will be banned from the site!